સહિયર સમીક્ષા .

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- હું એક યુવકના પ્રેમમાં છું.  એક અન્ય યુવકે પણ મારી સમક્ષ મૈત્રીનો પ્રસ્તાવ મૂક્યો. મેં તેનો અસ્વીકાર કર્યો. આ કારણે તે દુ:ખી થયો છે. શું મેં ખોટું કર્યું છે?

* મારી ઉંમર ૪૨ વર્ષની છે. હું નોકરી કરું છું. મેં મારા પતિ સાથે છૂટાછેડા લીધા છે. મારે આઠ વર્ષનો પુત્ર છે. છૂટાછેડા પછી મારા ભૂતપૂર્વ પતિ અને તેમના કુટુંબીજનો સાથે મારે કોઈ સંબંધ નથી. મારા પુત્રના જન્મ પછી હું મારા માતા-પિતા સાથે જ રહું છું. એકાદ વર્ષપૂર્વે મારા પિતાનું અવસાન થયું છે. તેમણે તેમની બધી મિલ્કત મારી મમ્મીના નામ પર કરી છે. હવે મારી મમ્મી અને મારાભાઈ-ભાભીને હું તેમની સાથે રહું એ પસંદ નથી. તેઓ કહે છે કે મારા લગ્ન થઈ ગયા હોવાથી હવે મારા તરફની તેમની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે. મારી મમ્મીની વસિયતમાં પણ મારે નામે કંઈ પણ નથી. મારી પાસે એક ફ્લેટ છે. આથી હવે હું મારા પુત્ર સાથે આ ફ્લેટમાં એકલી રહું છું. મારે જાણવું છે કે હિન્દુ કાયદા મુજબ મને બરાબરીનો અધિકાર મળી શકે ખરો? તેમ જ મારે મારી મા જીવતી છે ત્યારે જ મારા અધિકારો માટે લડવું પડશે.

એક બહેન (સુરત)

* હિન્દુ કાયદા મુજબ તમારા માતા-પિતાની સંપત્તિમાં તમારો બરાબરનો અધિકાર છે. આ સંપત્તિને તમારા ભાઈ-બહેનો તેમ જ તમારી વચ્ચે સરખા હિસ્સામાં વહેંચવી જોઈએ. તમારી મમ્મી તેની પાછળ વીલ કરી જાય કે  તેમની સંપત્તિમાં તમારે નામે કંઈ પણ લખવામાં ન આવ્યું હોય તો તમને કંઈ મળી શકે નહીં. તમારી માતાના મૃત્યુ પછી તમે તમારા ભાઈઓ પર કોર્ટમાં કેસ કરી શકો છો. તમારે તમારી માની હયાતીમાં જ કોઈ પગલું ઉઠાવતા પૂર્વે કોઈ સ્થાનિક વકીલની સલાહ જરૂર લેવી.

* મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. પરતુ હજુ સુધી હું ગર્ભધારણ કરી શકી નથી. ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે મારી બંને ફેલોપિયન ટયૂબ કાર્નુઅલ સ્થાન પર બંધ છે. પતિના વિર્યની પણ જાંચ કરાવી છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (જામનગર)

* આજકાલ માઈક્રોસર્જરી દ્વારા કાર્નુઅલ નજીકની નળીઓને ખોલીને ગર્ભાશયમાં જોડી શકાય છે. આજકાલ હિસ્ટ્રોસ્કોપી વડે પણ કાર્નુઅલ બ્લોકેજને ખોલી શકાય છે. તમારે કોઈ નિષ્ણાત ગાયનેકની સલાહ લેવી.

* મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું અભ્યાસમાં હોંશિયાર હતો. પરંતુ મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે. છોકરીઓ જોડે વાત કરતા મને ઘણી શરમ આવે છે. આ કારણે હું લોકો સાથે હળી ભળી શકતો નથી. મારે મારી આ સમસ્યા કેવી રીતે દૂર કરવી.

એક યુવક (ભાવનગર)

* શૈક્ષણિક લાયકાત સાથે તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ વધારવાની જરૂર છે. આ ઉપરાંત તમારે સમાજમાં હળવા ભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. લોકો સાથે હળવા ભળવાથી ધીરેધીરે તમારી શરમ દૂર થશે. તમારી જાતનું મહત્ત્વ ઓછું આંકવાની ભૂલ કરવી નહીં. નકારાત્મક વિચારો દૂર કરો. સફળતાને કારણે આત્મવિશ્વાસ વધે છે. આથી મુશ્કેલ સમસ્યા દૂર કરવાને બદલે શરૂઆતમાં નાની મુશ્કેલીઓ  દૂર કરી ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારો.

* મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ અમારા ઘરવાળાઓને આનો વિરોધ છે. આ કારણે અમારા બંને પરિવારો વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. હું ૧૨મી પાસ છું. પરંતુ અમારા પ્રેમસંબંધોની જાણ થતા મારું શિક્ષણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. મારા પ્રેમીએ એના કુટુંબીજનો સમક્ષ ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે તે મારી જ સાથે લગ્ન કરશે. નહીંતર આત્મહત્યા કરશે. શું તે જીવનભર મારો સાથ નિભાવશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (પાલીતાણા)

* શું લગ્ન અને પ્રેમ જ તમારા જીવનનો ઉદ્દેશ છે? તમને આગળ ભણવાની ઇચ્છા છે. આથી ત્રણ-ચાર વર્ષ આ બધાથી દૂર જ રહેવામાં ભલાઈ છે. એ યુવકને તમારી સાથે ખરો પ્રેમ હશે તો તે ત્રણ-ચાર વર્ષ તમારી રાહ જોશે. નહીંતર લગ્ન કરી લેશે. જોતે તમને પ્રેમ જ ન કરતો હોય તો તેની સાથે લગ્ન કરવાનો ફાયદો શો છે? આ માટે આત્મહત્યાનો વિચાર કરવાની કોઈ જરૂર નથી. ભગવાને આપેલી અમૂલ્ય જિંદગીનો સદ્ઉપયોગ કરતા શીખો.

* મારી ઉંમર ૧૯ વર્ષની છે. હું એક યુવકના પ્રેમમાં છું. થોડા સમય પૂર્વે એક  અન્ય યુવકે મારી સમક્ષ મૈત્રીનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો. આ કારણે તે ઘણો દુ:ખી થયો છે. શું મેં ખોટું કર્યું છે?

એક કન્યા (અમદાવાદ)

તમે મૈત્રીનો હાથ શા માટે ઠુકરાવ્યો? તમે મૈત્રી અને પ્રેમમાં તફાવત સમજતા નથી. એવું મને લાગે છે. તમને એક વ્યક્તિ સાથે પ્રેમ છે એનો અર્થ એવો નથી કે તમે અન્ય યુવકો સાથે મૈત્રી ન રાખી શકો. ઉલટાનું બહોળું મિત્રવર્તુળ હોવાને કારણે ભવિષ્યમાં સ્થાયી સંબંધ બાંધવામાં સરળતા રહે છે. કોઈ પર દયા આવે એ કારણે મૈત્રી બાંધવાની જરૂર નથી. તમને એ યુવકનો સ્વભાવ ગમતો હોય તો જ મૈત્રી બાંધો.

- નયના


Google NewsGoogle News