સહિયર સમીક્ષા .
- મને એક યુવક સાથે પ્રેમ છે જે બીજા શહેરમાં રહે છે તેને મારી સાથે લગ્ન કરવા છે પરંતુ તેને અભ્યાસના બે વર્ષ હજુ બાકી છે
* હું ૨૧ વરસની છું, મારો એક પુરુષ મિત્ર છે. તે મારા કરતા દોઢ વરસ નાનો છે. અમારી વચ્ચે પ્લેટોનિક સંબંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ. છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સેક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. તે દિવસ પછી હું તેને મળી નથી. પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું. તેના વગર રહી શકતી નથી. મારે શું કરવું એની સલાહ આપશો. શું ેને માફ કરવો?
એક યુવતી (નડિયાદ)
* તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે. માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે. તમે એને મળશો તો શારીરિક સંબંધની વાત આવવાની જ છે. અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે. આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે. એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો. તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં. તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.
* હું ૨૫ વર્ષની દેખાવડી યુવતી છું. મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે. પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે. તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.
એક યુવતી (મુંબઈ)
* લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે. માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય. બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે. આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે. આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે. આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.
* હું ૧૭ વરસનો છું, અમારા વિસ્તારમાં રહેતી એક યુવતીને હું પ્રેમ કરું છું. મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે મારામાં રસ લીધો નથી. તે મને પ્રેમ કરતી હોવાનું મને ઘણા મિત્રોએ કહ્યું હતું. તેમણે જણાવ્યા પ્રમાણે તે તેની લાગણી વ્યક્ત કરતા ગભરાય છે. તેને તેના માતા-પિતા તેમ જ અમારા વિસ્તારના લોકોનો ડર લાગે છે. શું કરવું એ મને સમજ પડતી નથી.
એક યુવક (વડોદરા)
* તમે તેને બે વાર પ્રપોઝ કર્યું હોય અને તેણે તેમા રસ દેખાડયો નહોય તો તે તમને પ્રેમ કરતી નહોવાનું સમજીને તમારે અત્યાર સુધી તમારા જીવનમાં આગળ વધી જવું જોઈતું હતું. મિત્રો કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને ગભરાય છે એ તમે કેવી રીતે માની લીધું. તેની આશા છોડી દો અને સારું ભણીગણીને સારી કારકિર્દી બનાવ્યા પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો. ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમ અને રોમાન્સ કરતા વાસ્તવિક જીવનનને પ્રેમ ઘણો અલગ છે.
* હું ૧૮ વરસની છું મને એક યુવક સાથે પ્રેમ છે જે બીજા શહેરમાં રહે છે તેને મારી સાથે લગ્ન કરવા છે પરંતુ તેને અભ્યાસના બે વર્ષ હજુ બાકી છે આથી તે પાંચ વરસ સુધી લગ્ન કરી શકે તેમ નથી પરંતુ, મારા પિતા બે વર્ષની અંદર મારા લગ્ન કરાવવા માગે છે. મારે શું કરવું એની સલાહ આપશો.
એક યુવતી (મુંબઈ)
* આગામી બે-ત્રણ વર્ષમાં શું થાય છે એના પર બધો આધાર છે. પાંચ વરસ રાહ જોવા માટે ઘણા લાંબા છે. આ દરમિયાન તમારો સંબંધ કેટલો આગળ વધે છે એ પણ જોવાનું બે વર્ષ પછી પણ તમારો સંબંધ ચાલુ રહે તો તમારે તમારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરવો પડશે બંને પરિવાર રાજી થાય તો તમે વેવિશાળ કરીને લગ્ન માટે રાહ જોઈ શકો છો. આ દરમિયાન તમે પણ કોઈ નોકરી કે તમારી કોઈ હોબી પૂરી કરીને વ્યસ્ત રહી શકો છો.
- નયના