Get The App

સહિયર સમીક્ષા .

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા ભાઈના 28 વર્ષના મિત્ર મને ટયુશન આપવા  આવતા. અમારી વચ્ચે પ્રેમ થયો. શારીરિક સંબંધ પણ બાંધ્યો.  લગ્ન પછી જો મારા પિતાના શિક્ષકમિત્ર મારા અર્ધનગ્ન ફોેટા મારા  સાસરામાં બતાવે અને ગરબડ  પેદા કરે તો?

* મારી  ઉંમર ૩૫ વર્ષ છે. બે બાળકીની માતા છું, ૧૪ વર્ષ પહેલાં મારા પતિ મારા સગા ભાઈની પત્ની સાથે ઘર છોડી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારે મારી ભાભી પણ બે બાળકોની માતા હતી.  મારી પુત્રીઓ તેમના પપ્પાને ખૂબ જ યાદ કરતી હતી. પરંતુ મારા ભાઈની પત્નીના પ્રેમમાં  મારા પતિ એવા ડૂબી ગયા હતા કે ન તો તેમને મારી પરવા હતી કે ન તો મારા સંતાનોની.

એક વર્ષ પછી અચાનક મારા પતિ પાછા આવ્યા. તેમની સાથે દોઢેક વર્ષની  બાળકી હતી. તેમણે તેમની  ભૂલનો  એકરાર કરી માફી માગી,  ઘરમાં રહેવા દેવા માટે રજા માગી. મને લાગ્યું કે મારો સંસાર ફરી સુખી બનશે એ આશા સાથે મેં માફી  આપી.  તેમણે  સમાચાર આપ્યા કે ભાભીનું અવસાન થયું હતું. આ બાળકી તેની  હતી.  મેં મમતાવશ એ બાળકીને પણ રાખી લીધી. 

પતિના કહેવા મુજબ તેમને  ધંધામાં  ૫ લાખ  રૂપિયાની ખોટ ગઈ હતી. મેં મારા પપ્પા પાસેથી પૈસા લાવી આપ્યા. થોેડા દિવસ બધું ઠીકઠાક ચાલતું રહ્યું. અચાનક તેમના સ્વભાવમાં  ફેરફાર આવ્યો. વાતવાતમાં  ગુસ્સે થવા લાગ્યા. શરાબ પણ પીવા લાગ્યા., મેં ખૂબ પ્રયાસ  કર્યો કે  તેઓ સુધરી  જાય પરંતુ  એવું ન બન્યું. ઘરની કિંમતી ચીજવસ્તુ એક પછી એક વેચાવા લાગી.

એક રાત્રે અચાનક તેઓ ઘરમાંથી ચાલ્યા ગયા. હજુ પહેલો ઘા  રૂઝાયો  નહોતો ત્યાં  બીજો ઘા પડયો. આખરે  હું ક્યાં સુધી પિતાજીના ટેકાથી જીવી શકું? હું ભણેલી ગણેલી નથી. હજુ સુધી પિતાજી મદદ કરે છે.

આજે મારી પુત્રીઓ સાતમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ ટીવી  સિરિયલમાં કામ કરવાની ઈચ્છા રાખે છે. જેથી તેઓ  થોડું કમાઈને મારી મદદમાં ઊભી રહી શકે. હું મારા અને મારી પુત્રીઓના ભવિષ્યનો  વિચાર કરતા ચિંતા અનુભવું છું. તમે યોગ્ય સલાહ આપશો.

એક  યુવતી  ( અમદાવાદ)

* તમે કોેઈ નોકરી શોધી કાઢો. તેનાથી પુત્રીઓનું  ભરણપોષણ કરો. ભાઈની પુત્રીના ભરણપોષણ માટે તમારે ભાઈની  મદદ લેવી જોેઈએ. પતિના વિચારોને મનમાંથી હાંકી કાઢવા રહ્યા. તમારાં બાળકોના ભવિષ્યનો  માત્ર વિચાર કરો.  પપ્પાની  મદદ લેવામાં કશી શરમ ન હોઈ શકે.

* હું દસમાં ધોરણમાં  અભ્યાસ કરતી ૧૭ વર્ષની ઉંમરની વિદ્યાર્થીની છું. મારા પિતા શિક્ષક છે. તેમના ૪૦ વર્ષ ઉંમરના એક શિક્ષક મિત્ર છે. જે હમેશાં અમારે ઘરે જતા આવતા હતા. તેઓ પરિણીત અને  ચાર બાળકોના પિતા હતા. તેઓ મને તેમના તરફ આકર્ષિત કરવામાં સફળ થયા. એ  સમયે  હું અણસમજુ હતી. કારણ કે તે સમયે હું માત્ર ૧૩ વર્ષની કિશોરી હતી. તેઓ મારા અંગોનોે સ્પર્શ કરતાં   અને તેની સાથે રમતાં. મને આ ગમતું પણ હતું. હું તેમના તરફ ઢળવા   લાગી. એક દિવસ તેઓ મને તેમના ઘરે લઈ ગયા. મારી સાથે શારીરીક સંબંધ બાંધવાનો  પ્રયાસ કર્યો પણ સફળતા મળી  શકી નહીં. તેમણે મોબાઈલ દ્વારા મારી ઘણી અર્ધનગ્ન   તસવીરોે ખેંચી. તેઓ હમેશાં મને તેમના ઘરે બોલાવતા, મારી સાથે અશ્લીલ  હરકતો કરતા. વરસો સુધી આ ચાલતું રહ્યું. આ સમય દરમિયાન તેમણે અનેક વાર શારીરિક સંબંધ બાંધવાનો અસફળ પ્રયાસ કરી જોયો.

મારા ભાઈના ૨૮ વર્ષના મિત્ર મને ટયુશન આપવા  આવતા. અમારી વચ્ચે પ્રેમ થયો. શારીરિક સંબંધ પણ બાંધ્યો. અમે બંને લગ્ન કરવાની ઈચ્છા રાખતાં હતાં. પરંતુ આ વાત  બની શકી નહીં.  મારી સગાઈ બીજે કરાઈ. લગ્ન પછી જો મારા પિતાના શિક્ષકમિત્ર મારા અર્ધનગ્ન ફોેટા મારા  સાસરામાં બતાવે અને ગરબડ  પેદા કરે તો? આ વિચાર આવતાં હું ભારે ગભરાટ અનુભવું છું. તે વ્યક્તિ પાસેથી  મારા પેલા ફોટા પાછા કેવી રીતે લેવા એ માટે યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (સુરત)

* તમારે તમારા બાપુજીને નિખાલસાથી આ વાત કહેવી જોઈએ.  એવું  પણ બને કે વાત સાંભળી તમારા પિતા તેમને મારઝૂડ પણ ખરા, પરંતુ આખરે તેઓ   તમને મદદ તો કરશે જ. 

તેમની સાથે કામ કરતા શિક્ષક પાસેથી પેલા ફોટા મેળવી શકશે. તમે તમારા પિતાજીને સાફ શબ્દોમાં કહી દો કે તેમના શિક્ષક મિત્રે તમને બરબાદ  કરવા માટે  કેવા પ્રયાસ કર્યા હતા અને તમને અંધારામાં રાખ્યા હતા.

- નયના


Google NewsGoogle News