સહિયર સમીક્ષા .

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારી પડોશમાં રહેતા 24 વર્ષના યુવકના પ્રેમમાં છું. પરંતુ તે એક બીજી યુવતીના પ્રેમમાં છે. આ કારણે મારા બધા સપના તૂટી ગયા છે. 

* હું ૨૭ વર્ષની નોકરિયાત મહિલા છું. લગ્ન કરવાની મને કોઇ ઇચ્છા નથી. મારામાં કોઇ ખામી નથી. હું સ્વસ્થ છું. શું હું કાયદેસર કોઇ બાળક દત્તક લઇ શકું છું? જો હા, તો આની પ્રક્રિયા સમજાવવા વિનંતી. વારસાને બાબતે આ બાળકને કોઇ સમસ્યા ઊભી થાય ખરી?

એક મહિલા (મુંબઇ)

* તમે બાળક દત્તક લઇ શખો છો. એક વાર દત્તકની વિધી કાયદેસર થઇ જાય તો પછી તમારો વારસો એ બાળકને આપોઆપ મળી જાય. દત્તકની કાયદેસર પ્રક્રિયાનો પ્રશ્ન છે તો કોઇ સારા વકીલની સલાહ લો. જે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકશે.

* મારો અવાજ અને ચાલ-ઢાલ છોકરીઓ જેવા છે. આ માટે ઘણો ઇલાજ કર્યો પરંતુ મને કોઇ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (ગુજરાત)

* આ પાછળ હાર્મોન્સ જવાબદાર હોઇ શકે છે. ૧૪-૧૫ વર્ષ સુધી અવાજમાં ફેરફાર થાય છે. પરંતુ તમારા કિસ્સામાં વધુ કંઇ થઇ શકે તેમ નથી. જો કે તમારે કોઇ સ્પીચ થેરપિસ્ટ કે મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. લઘુતાગ્રંથી છોડી દો. આત્મવિશ્વાસ ગુમાવો નહીં.

* બાળપણની કેટલીક ભૂલોને કારણે વીર્ય પાતળું થઇ ગયું છે અને તેનો રંગ પણ હલ્કો પીળો થઇ ગયો છે. પેશાબમાં પણ થોડી ધાતુ જાય છે. અમુક દવાઓ લેવાને કારણે આ સમસ્યા શરૂ થઇ છે. યોગ્ય માર્ગદર્શક આપવા વિનંતી.

એક યુવક (અમદાવાદ)

* ડૉક્ટરની સલાહ વિના કોઇ પણ દવાનું સેવન નુકસાન નોતરે છે. હસ્તમૈથુનનો પ્રશ્ન છે તો આનો પ્રભાવ શરીર પર પડતો નથી. શરીરનો આવેગ દૂર કરવાની આ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ 'અતિ સર્વત્ર વર્જયતિ' આથી હદથી બહાર જવું યોગ્ય નથી. વાસના પર કાબુ રાખતા શીખવું જોઇએ.

* હું ૩૩ વર્ષની પરિણીત મહિલા છું. મને ત્રણ મહિનાનો ગર્ભ છે. સોનોગ્રાફી કરાવવાનો યોગ્ય સમય કયો છે એ જણાવવા વિનંતી.

એક મહિલા (સુરત)

* અમુક વસ્તુ તમે તમારા ડૉક્ટરને ભરોસે છોડી દો. એમા જ તમારી ભલાઇ છે. સાધારણ રીતે ડૉક્ટરો ત્રણ વાર સોનોગ્રાફી કરવાની સલાહ આપે છે. બે મહિને તેમજ ૧૬ થી ૧૮ સપ્તાહ વચ્ચે અને ગર્ભાવસ્થાના અંતિમ મહિનામાં બાળકની પરિપક્વતા અને ગર્ભાશયમાં પ્રવાહીની માત્રા જાણવા માટે. પરંતુ આનો નિર્ણય તમારા ગાયનેક પર જ છોડી દો.

* એક દિવસ મારા ૧૪ વર્ષના પુત્રના કમ્પ્યુટર પર હું બેઠી હતી ત્યારે મને તે પોર્નોગ્રાફિક સાઇટ જોતો હોવાનું ધ્યાનમાં  આવ્યું. આ જાણ્યા પછી મને ઘણી ચિંતા થાય છે? શું યુવા બનવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે એમ જાણી મારે આ પર નજર અંદાજ કરવું કે પછી મારે તેની સાથે આ વિશે ચર્ચા કરવી?

એક માતા (વડોદરા)

* તમારો પુત્ર યુવાવસ્થામાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. તમારે તેની સાથે આ બાબતની ચર્ચા કરવી જોઇએ. પરંતુ તેના પર ગુસ્સો કરતા નહીં કે તેને વઢતા પણ નથી. આ પ્રશ્ન ઘણો નાજુક છે તમારે તેને સમજી-વિચારીને હલ કરવો પડશે. તેને સમજાવો કે આ ઉંમરમાં આ સામાન્ય છે. પરંતુ તેને આ ઉંમરમાં ખોટી માહિતી મળવાને કારણે થતા નુકસાનનું પણ તેને ભાન કરાવી દો. અમુક ઉંમરે અમુક વસ્તુની મર્યાદા હોવી જોઇએ. એ એને સમજાવો. આ કારણે મન પર અવળી અસર પડવાની સંભાવના છે. એક મમ્મી તરીકે નહીં પણ એક મિત્ર બનીને તેને આના ગેરફાયદા સમજાવો.

* હું ૧૮ વર્ષની છું. મારી પડોશમાં રહેતા ૨૪ વર્ષના યુવકના પ્રેમમાં છું. પરંતુ તે એક બીજી યુવતીના પ્રેમમાં છે. આ કારણે મારા બધા સપના તૂટી ગયા છે. હું એ યુવકને ભૂલી શકતી નથી. આખો દિવસ મને તેના જ વિચારો આવે છે. આ કારણે ભણવામાં પણ ધ્યાન રહેતું નથી.  મારે શું કરવું એ જણાવશો.

એક યુવતી (સુરત)

* જે વસ્તુ તમારી નથી અને ભવિષ્યમાં પણ તમને મળવાની નથી. એનું દુ:ખ કરી કોઇ ફાયદો નથી. એ યુવકને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. એક પક્ષીય પ્રેમમાં આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારી હાલત હું સમજી શકું છું. પરંતુ તમારે તેને ભૂલવો જ પડશે. સમય બધા દરદની દવા છે અને સમય જતા તમે એને ભૂલી જશો. ઇશ્વરે તમારા નસીબમાં આથી પણ સારો અને તમને અસીમ પ્રેમ કરનારો સાથી લખ્યો હશે આથી ઉજળા ભવિષ્યની રાહ જુઓ અને બધા વિચારો પડતા મૂકી ભણવામાં ધ્યાન આપો. એણે તમારો વિશ્વાસઘાત કર્યો નથી એ વાતે એનો આભાર માનો. એ તમારી લાગણીઓનો ગેરલાભ લઇ શક્યો હોત. પરંતુ તેણે લીધો નહીં એ વાતનું આશ્વાસન લો. આ ઉંમરે વિજાતિય આકર્ષક સામાન્ય છે.

- નયના


Google NewsGoogle News