સહિયર સમીક્ષા .
- મને મારી બાજુમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધ છે. મારા પતિને આ વાત વાત ખબર પડતા જ અમારા દાંપત્યજીવનમાં કડવાશ ઊભી થઈ છે.
* હું ૨૬ વર્ષનો છું. એક વર્ષ અગાઉ મારી સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર પછી મારા ઘરના છોકરી શોધવા ઘણા પ્રયાસ કરી રહ્યા છે. પણ ક્યાં ય ઠેકાણું પડતું નથી. મારી વધતી જતી ઉંમરને કારણે હું જાતીય સુખ માટે ઝંખું છું. આ ન મળતા મારે રૂપજિવિકાઓનો સહારોલેવો પડે છે. ધાર્મિક પુસ્તકો, મંદિરો તેમ જ સારા વાંચનનો સહારો લઈ જોયો પણ ફાયદો થયો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવક (સુરત)
* ૨૬ વર્ષ મોટી ઉંમર ન ગણાય. રૂપજિવિકા પાસે જઈ તમે હાથે કરીને જોખમ નોતરી રહ્યા છો. આ કારણે એઈડ્સ જેવા રોગ થવાની શક્યતા છે. જે લગ્ન પછી તમારી પત્નીને પણ જોખમમાં મૂકી શકે છે. તમારે તમારી જાત પર કાબુ મેળવવો જ પડશે.
રૂપજીવિકાઓ પાસે જવા કરતા તમે હસ્તમૈથુનનો સહારો લો જે સલામત છે. શક્ય હોય તો કોઈ સેક્સોલોજીસ્ટની સલાહ લો. તેમ જ એચઆઈવીનું પરીક્ષણ કરાવી લો.
* હું ૨૧ વર્ષનો છું. હસ્તમૈથુનની બૂરી આદત છે.જો ન કરું તો રાત્રે સ્વપ્નદોષ થઈ જાય છે. આ કારણે મારામાં નબળાઈ આવી જાય છે. અને આંખે અંધારા આવી જાય છે. મિત્રો કહે છે કે હસ્તમૈથુન કરવાથી વીર્ય પાતળું થઈ જાય છે અને સંતાનમાં છોકરીઓ જ આવે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
- એક યુવક (ભાવનગર)
* શરીરનો આવેગ દૂર કરવા માટે હસ્તમૈથુન કુદરતી વિકલ્પ છે. આ કારણે વીર્ય પાતળું થતું નથી કે નથી નબળાઈ આવતી. નબળાઈ અને આંખે અંધારા આવવા પાછળ ભીજું કોઈ કારણ જવાબદાર હશે. આ માટે તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ તેમણે સૂચવેલી દવા લો. હસ્ત મૈથુન કરવાથી વીર્ય પાતળું થઈ જાય છે અને સંતાનમાં છોકરી જન્મે છે એ ભ્રમ મગજમાંથી દૂર કરી નાખો.
* હું ૪૩ વર્ષની પરિણીત અને બે સંતાનની માતા છું. મારા લગ્નને ૧૮ વર્ષ થયા છે. મેં પ્રેમ લગ્ન કર્યા છે. મારા પતિ મને સારી રીતે રાખે છે અને અમારી સેક્સલાઈફ પણ સંતોષજનક છે. છેલ્લાં છ વર્ષની મને મારી બાજુમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધ છે. મારા પતિને આ વાત વાત ખબર પડતા જ અમારા દાંપત્યજીવનમાં કડવાશ ઊભી થઈ છે. હું બંનેમાંથી કોઈને છોડી શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક મહિલા (મુંબઈ)
* બે નાવમાં સવાર થઈને ચાલવાની તમારી જીદ યોગ્ય નથી. તમારે તમારા સંતાનોમાં ભવિષ્યનો વિચાર કરીને પણ આ સંબંધ તોડી નાખવો જોઈએ. તમારા પતિ તમને પ્રેમ કરે છે અને તમારી સેક્સલાઈફ પણ સંતોષજનક છે તો પછી તમારે બીજાચ પુરુષના પ્રેમની શું જરૂર છે? તમારા પતિ પાસે તમારી ભૂલની માફી માગો અને જાગ્યા ત્યારથી સવાર સમજી આ પ્રેમ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકો.
શું તમારો પ્રેમી એનો પરિવાર છોડવા તૈયાર છે? શું તમે તમારા પ્રેમ ખાતર તમારા પરિવારનો ભોગ આપવા તૈયાર છો? શું ખાતરી છે કે ભવિષ્યમાં તમારો આ પ્રેમી તમારો સાથ નીભાવશે અને તમારા પ્રેમમાં ઓટ આવશે નહીં? આથી આ પ્રેમ પ્રકરણ ભૂલી તમારા પતિ સાતે સુખી જીવન વીતાવો. સમય જતા તમે એ પુરુષને ભૂલી જશો. તમારી જીદને કારણે બે પરિવારને બરબાદ ન કરો.
* હું ૨૫ વર્ષની છું. મારા લગ્ન મારા માતા-પિતાએ ગોઠવ્યા છે.હું સુંદર છું.પરંતુ મારા પતિ દેખાવે સામાન્ય છે. મારા પરિવારે પતિની નકોરી અને તેમનો પરિવાર જોઈ મારા લગ્ન કર્યાં હતા. મારા પતિનો સ્વભાવ સારો છે. મને મારા પતિ જરા પણ ગમતા નથી શું કરવું તે જણાવવા વિનંતી.
- એક યુવતી (વલસાડ)
* લગ્ન પૂર્વે જ તમારે તમારી પસંદગી તમારા પરિવાર સમક્ષ જાહેર કરવાની જરૂર હતી. અને તમે કહો છો કે તમારા પતિનો સ્વભાવ સારો છે તો પછી બાહ્ય સૌંદર્ય પાછળ ભાગો નહીં. સુંદર વ્યક્તિ સ્વભાવે સારી જ હોય એવું કોણે કહ્યું. સુંદરતાનો મોહ ઓસરી જતા પસ્તાવવાનો વારો આવે છે. પુરુષોના સૌંદર્ય કરકતા પણ તેમની નોકરીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આથી તમારા મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી તમારા પતિને પ્રેમ કરતા શીખો અને સુખી લગ્ન જીવન વિતાવો.
- નયના