સહિયર સમીક્ષા .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- * હું  એક છોકરાને 4 વર્ષથી પ્રેમ કરું છું. થોડા દિવસ પહેલાં છોકરાના પરિવારજનોને અમારા સંબંધ વિશે જાણ થઈ ગઈ. તેમણે છોકરાને ખૂબ જ ઠપકો આપ્યો. 

* હું ૨૮ વર્ષની યુવતી છું. ૬ વર્ષથી મારે એક યુવક સાથે મિત્રતા છે. છેલ્લા ૨ વર્ષથી અમારા સંબંધ ખૂબ ઘનિ છે. અમારા લગ્ન માટે જોકે અમારા પરિવારજનો તૈયાર નહીં થાય અને અમે પણ તેમની વિરુદ્ધ જઈ નથી શકતા. થોડાક મહિનાથી મારો મિત્ર મારી સાથે સેક્સ કરવા ઈચ્છે છે, પરંતુ હું તેને યોગ્ય સમજતી નથી. તેથી ગમે તે બહાનું બનાવીને આ વાતથી બચતી રહું છું. જ્યારે પણ તે મળે છે ત્યારે વાતવાતમાં પોતાની આ ઈચ્છાનો ઉલ્લેખ કરે જ છે. હવે હું શું કરું? 

એક યુવતી ( સુરત) 

* આટલાં વર્ષો સુધી જે રીતે તમે  મિત્ર રહ્યા છો તે રીતે આગળ તમારા સંબંધને જાળવી રાખો. જ્યારે તમે બંને જાણો છો કે તમારે બીજે જ લગ્ન કરવાના છે ત્યારે શારીરિક સંબંધ બાંધીને કેમ પોતાના માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છો. છોકરો ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે તેને ના પાડી શકો છો. બની શકે કે તેને માઠું લાગે. જોકે આમ કરવાથી તમારી મિત્રતા પ્રભાવિત થઈ શકે છે, પરંતુ આ સ્થિતિમાં સારું એ જ રહેશે કે તમે તમારાં માતાપિતાને રાજી કરવા પ્રયત્ન કરો.

* હું ૨૫ વર્ષની યુવતી છું. મારી સગાઈ થઈ ગઈ છે. સગાઈ પછી થયેલી બીજી જ મુલાકાતમાં છોકરાએ મને જણાવીને ચોંકાવી દીધી કે તે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે અને હંમેશાં કરતો રહેશે. આ લગ્ન તે દબાણમાં આવીને કરી રહ્યો છે, કારણ કે પરિવારજનો તેની પ્રેમિકા જે ડિવોર્સી છે તેની સાથે લગ્ન કરવા નહીં દે. તેના કહેવા પ્રમાણે તે લગ્ન પહેલાં જ પોતાના પ્રેમ વિશે એટલા માટે જણાવી રહ્યો છે, જેથી લગ્ન પછી હું તેને આ વિશે કોઈ ફરિયાદ ન કરું કે તેણે મને છેતરી છે. મારી સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું? અમારી સગાઈ પણ ખૂબ ધામધૂમથી થઈ હતી. તેમાં બધા જ સગાંસંબંધી સામેલ થયા હતા અને બંનેના પરિવારજનો પણ ખૂબ ખુશ હતા. જો તે સગાઈ તોડી નાખશે તો ખૂબ જ બદનામી થશે.

એક યુવતી (રાજકોટ) 

* પ્રેમ પૂરતી તો વાત ઠીક હતી, પરંતુ તે આગળ પણ કરતો રહેશે તે ખોટું છે. તમારે આ વાત તમારા પરિવારજનોને જણાવી દેવી જોઈતી હતી. લોકો શું કહેશે તેની ચિંતા ન કરો. લોકોના ડરથી તમારા આ જબરદસ્તીના સંબંધનો ભાર શું તમે ઉપાડવા ઈચ્છો છો.

* હું ૧૭ વર્ષની છોકરી છું, એક છોકરાને ૪ વર્ષથી પ્રેમ કરું છું. થોડા દિવસ પહેલાં છોકરાના પરિવારજનોને અમારા સંબંધ વિશે જાણ થઈ ગઈ. તેમણે છોકરાને ખૂબ જ ઠપકો આપ્યો. તેમનું કહેવું છે કે તેમના ઘરમાં આજદિન સુધી કોઈના લવ મેરેજ નથી થયા. લગ્ન સંબંધ તો પરિવારના વડીલો જ નક્કી કર્યું.  છે અને અમારા બંનેની જાતિ પણ અલગ છે, તેથી લગ્નનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. છોકરાને તેના પિતાએ કહ્યું છે કે જો તે મારી સાથે વાત કરશે તો તેઓ તેને ઘરમાંથી કાઢી મૂકશે અથવા ક્યાંક દૂર કોઈ સંબંધીના ઘરે મોકલી આપશે. હવે છોકરો મારી સાથે વાત નથી કરતો, હું છોકરાને અને તેના પરિવારજનોને કેવી રીતે રાજી કરું? 

એક  કિશોરી (મુંબઈ) 

* તમે હજી ખૂબ નાના છો અને ૧૨-૧૩ વર્ષની ઉંમર જ્યારથી તમારા કહેવા પ્રમાણે તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. આ ઉંમરે બાળકોમાં પ્રેમ વિશે સમજણ પણ નથી હોતી. તમે જેને પ્રેમ સમજી રહ્યા છો તે માત્ર યૌનાકર્ષણ છે, જે કિશોરાવસ્થામાં વિપરીત સેક્સમાં હોય છે. તેથી અભ્યાસ અથવા કરિયર પર ધ્યાન આપો અને આ સંબંધ ૫૨ અહીં જ પૂર્ણવિરામ મૂકી દો. પરિવારજનોને નારાજ કરીને તમારા પોતાના અને આ છોકરા માટે સમસ્યા પેદા ન કરો.

* હું ૨૧ વર્ષની યુવતી છું. ૨ મહિના પછી મારા લગ્ન છે. હું એક સમસ્યાથી ખૂબ જ પરેશાન છું. લગ્ન માટે કોઈ ઉત્સાહ નથી. આ  લગ્ન માટે ના પણ કહી શકી નથી, કારણ કે પરિવારજનોને હું દુખી કરવા ઈચ્છતી નથી. સાચું કહું તો મેં મારા બોયફ્રેન્ડ સાથે ઘણી વાર સેક્સ માણ્યું   છે, જેથી મારા ગુપ્તાંગમાં ઢીલાશ આવી ગઈ છે. કોઈ ઘરેલુ ઉપચાર જણાવો જેથી ગુપ્તાંગને ટાઈટ કરી શકાય? 

એક યુવતી (સુરત)

* તમારા ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે, તેથી ભૂતકાળની વાતને દિલમાંથી કાઢી નાખો. તમારા  ગુપ્તાંગમા  ં કોઈ ખરાબી નથી, તેથી કોઈ પણ પ્રકારની ધારણા ન બાંધી લો. તમે ભૂતકાળમાં કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, તેનો ઉલ્લેખ કોઈની પણ સામે ન કરો. આ સમય બિનજરૂરી વાતને યાદ કરીને પરેશાન થવાનો નથી, પરંતુ સુખદ ભવિષ્યની કલ્પના કરવાનો  છે. 

- નયના


Google NewsGoogle News