સહિયર સમીક્ષા .
- મારે એક જૂના મિત્ર વચ્ચે શારીરિક સંબંધ સ્થપાયો હતો. પરંતુ હવે મને એ વાતનો પણ ડર છે કે મારા પતિ ટુર પરથી પાછા આવ્યા પછી મારી સાથે સમાગમ કર્યા પછી તેમને આ વાતની જાણ થશે તો ?
હું ૪૦ વરસની અપરિણીત યુવતી છું. નોકરી માટે હું અહીં એકલી રહું છું. મારો પરિવાર અમારા ગામમાં રહે છે. મારા પુરુષ સહકર્મચારીઓ મારે ઘરે આવતા હોઇ અમારી સોસાયટીના લોકો તમાશો ઊભો કરે છે. તેઓ મારી ચાલચગત પર પણ કાદવ ઉછાળે છે. અને એક દિવસ તો તેમણે હદ જ કરી હતી. મારે ઘરે તેના લગ્નની કંકોતરી આપવા આવેલા એક મિત્રનું તેમણે અપમાન કર્યું હતું અને તેને ધમકી આપીને ત્યાંથી ભગાડી મૂક્યો હતો. શું કરવું તે મને સમજાતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (વડોદરા)
* અપરિણીત યુવતીઓ તરફ આપણો સમાજ સંકુચિત માનસ ધરાવે છે. એ વાત દુ:ખદાયક છે. આગલા એક પ્રશ્નમાં જણાવ્યા પ્રમાણે આ સદીમાં પણ સમાજનું વલણ સદીઓ જૂનું જ છે. તમને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. સૌ પ્રથમ તો તમારે તમારી સોસાયટીના ચેરમેનને સખત શબ્દોમાં એક પત્ર લખવાની જરૂર છે. એમા સ્પષ્ટ કરો કે આ પ્રકારની વર્તણુકથી તમને સંતાપ થયો છે અને એ તમે રેકોર્ડમાં મૂકો છો. અમે એમ પણ સ્પષ્ટ કરો કે ભવિષ્યમાં આવી વર્તણુક થશે તો તમે કાયદાનો આશરો લેશો. આ બાબતે કોઇ વકીલની સલાહ પણ લો. તેમજ શક્ય હોય તો થોડા સમય માટે તમારા માતા-પિતાને તમારી સાથે રહેવા બોલાવી લો. જેથી તમે એકલા નથી એ વાત તમારી સોસાયટીના લોકો સમજી જાય અને જીભને હાડકા હોતા નથી. આથી લોકોની નીંદાની પરવા કરો નહીં. હાથીની પાછળ કૂતરા ભસતાં રહે છે. પરંતુ હાથી આની પરવા કર્યાં વિના આગળ વધતો જ જાય છે. આ અભિગમ અપનાવશો તો તેઓ ચૂપ થઇ જશે.
* હું ૧ મહિનાથી જમણી એડી અને તળિયામાં અસહ્ય પીડાથી પરેશાન છું આ પીડા ચાલતી વખતે થાય છે. પગમાં ક્યારેય કોઈ ઈજા નથી થઈ, પરંતુ ચાલવા માટે પગ નીચે મૂકું છું. પીડા થવાનું શરૂ થઈ જાય છે. જણાવો કે હું શું કરું?
એક મહિલા (અમદાવાદ)
* તમારા લક્ષણ પ્લાંટર ફેશિયાઈટિસના છે. આ વિકાર પગના તળિયામાં એડીથી પગની આંગળી સુધી ફેલાયેલા જાડા ઉતકમાં સોજો આવવાથી આવે છે. તે જૂતાચંપલ જેના તળિયા બરાબર ન હોય, તે પહેરવા, લાંબો સમય ઊભા રહીને કામ કરવું, શરીરનું વજન વધારે હોવું અને પ્લાટંર ફેશિયાઈટિસ થવાનું જોખમ વધી જાય છે.
પગની કુદરતી આર્ચને મજબૂત બનાવવાની એક્સર્સાઈઝ કરવી, દિવસમાં ૩-૪ વાર ૧૫-૨૦ મિનિટ માટે ઠંડો શેક કરવો, બરાબર જૂતાચંપલ પહેરવા અને વજન ઘટાડવાથી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. જો બીમારી તેનાથી કાબૂમાં ન આવે, તો કોઈ ઓર્થોપેડિક સર્જનને મળવું વાજબી છે. કેટલાક કિસ્સામાં એડી પર સ્ટેરાઈડની રસી મુકાવવાથી પણ આરામ મળે છે, પરંતુ આ રસી કોઈ અનુભવી સર્જન પાસે જ મુકાવો, નહીં તો કોંપ્લિકેશનનો ડર રહે છે.
મારા પતિ કામને કારણે મોટે ભાગે શહેરની બહાર રહે છે. આ દરમિયાન હું મારા એક જૂના મિત્રના સંપર્કમાં આવી હતી. અને અમારી વચ્ચે શારીરિક સંબંધ સ્થપાયો હતો. પરંતુ હવે મને એનો પસ્તાવો થાય છે. મને એ વાતનો પણ ડર છે કે ટુર પરથી પાછા આવ્યા પછી મારી સાથે સમાગમ કર્યા પછી તેમને આ વાતની જાણ થશે તો હું શું કરીશ? યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (સૌરાષ્ટ્ર)
* તમે જે કર્યું છે એ સારું નથી કર્યું પણ તમને પસ્તાવો થાય છે એ વાત મહત્વની છે. પસ્તાવો એક એવું ઝરણું છે જેમાં ડૂબકી મારી પાપી પણ પૂણ્યશાળી બને છે. ભવિષ્યમાં આમ ન થાય એ વાતનો ખ્યાલ રાખજો. અને કોઇ મહિલાને કોની સાથે સંબંધ હતા એ વાત એ મહિલા ન કહે ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આમા કેટલાક મેડિકલ ટેસ્ટ લેવાય છે. પરંતુ આ ટેસ્ટ પણ સંબંધ બન્યાના અમુક કલાકની અંદર જ થઇ શકે છે. આથી ડર રાખો નહીં. તમારા મનનો ડર કે તણાવ શંકા ઉત્પન્ન કરી શકે છે આથી ટેન્શન છોડી દો.
- નયના