ગૃહલક્ષ્મી : ઘરની સાચી સમૃદ્ધિનો આધાર
- રિલેશનના રિ-લેસન- રવિ ઈલા ભટ્ટ
એક સ્ત્રી પોતાની લાગણીઓ, ઊર્મીઓ
દ્વારા એક મકાનને ઘર બનાવે છે. છતાં તેના માટે
પોતાનું કહી શકાય તેવું કોઈ ઘર નથી હોતું
સ્ત્રીઓએ પોતે પણ વિચારવાનું છે કે,
એક ઘર એવું હોવું
જોઈએ જે ખરેખર તેનું હોય.
તેમાં તે પોતાની જ લક્ષ્મી અને માલિકી ભાવ સાથે રહેતી હોય
આજે ધનતેરસ છે. આપણા ઘરમાં ભગવાન ધનવંતરીની સાથે સાથે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અગિયારથી શરૂ થતા દિવાળી પર્વનો આ પહેલો મોટો અવસર હોય છે. આ દિવસે ઘરના તમામ લોકો માતા લક્ષ્મીને રિઝવે છે અને આજીવન ઘરમાં સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ વધતા રહે તેની પ્રાર્થના કરે છે. આપણે ખરેખર લક્ષ્મીજીની, માતાજીની પ્રાર્થના કરતી વખત આપણી પાસે બેઠેલી બહેન, દીકરી, માતા અને પત્ની જેવી ગૃહલક્ષ્મીઓની ચિંતા કરીએ છીએ. માતાજીના ફોટા અને મૂતઓને જેટલું માનપાન આપીએ છીએ તેનું પાંચ ટકાય માનપાન ક્યારેય ઘરની સ્ત્રીઓને આપીએ છીએ. જવાબ પોતાના મન ઉપર હાથ મુકીને મનમાં જ વિચારવા જેવો છે. સમાજ સાચો જવાબ જાહેર કરી નહીં શકે અને જાહેર થશે તો સમાજનું શું થશે એ ખબર નથી.
ઘરની વાત કરીએ તો સામાન્ય રીતે તેના પર પુરુષ પહેલેથી જ પોતાનું આધિપત્ય દર્શાવતો હોય છે. ઘરમાં છોકરી થોડી એક્સ્ટ્રા મોર્ડન થવા લાગે અથવા તો મિત્રો સાથે મોડી રાત સુધી ફરવા જવાનું કહે, શોર્ટ્સ અને મોર્ડન કપડાં પહેરવાનું કહે તો માતાનો પહેલો જવાબ હોય છે... તારા ઘરે જઈને આ બધું કરજે... નવાઈની વાત એ છે કે તેનું ઘર કયું? માતા જો દીકરીને એમ કહેતી હોય તે કે તારા ઘરે જઈને કરજે... અને આ જ દીકરી જ્યારે તેના ઘરે જાય ત્યારે તેનો પતિ અથવા તો સાસરીયા અધિકારપૂર્વક એમ કહેતા હોય છે કે, મારા ઘરમાં આ બધું નહીં ચાલે. આ આપણા જ ઘરની વાત છે. તેને લગતી એક વાર્તા કહેવી છે.
મેહુલ અને દ્રષ્ટી વચ્ચે બરાબરનો ઝઘડો જામ્યો હતો. દ્રષ્ટી પોતાની ઓફિસના કલિગ્સ સાથે ઓફિસ અવર્સ પછી ડિનર માટે જતી રહી હતી. તે ડિનર કરીને આવી ત્યારે લગભગ રાતના બાર વાગ્યા હતા. તે ઘરમાં આવી ત્યારે લિવિંગરૂમમાં મેહુલ, સાસુ, સસરા બધા જ બેઠા હતા. તેણે ઘરમાં પગ મુકતાની સાથે જ મેહુલ બરાડયો. આ તારો આવવાનો સમય છે. નોકરીઓના નામે બસ રખડવા શીખી છે. કયા સંસ્કારી ઘરના બૈરા આવી રીતે અડધી રાત સુધી પરપુરુષો સાથે રખડતા હશે. દ્રષ્ટીએ પર્સ મુકતાની સાથે જ કાતકને સંભળાવી દીધું, કોણ સંસ્કારોની વાત કરે છે. જે પરસ્ત્રીઓની સાથે નાચગાન કરીને દારૂ ઢીંચીને પરોઢીયે ઘરે આવે છે. પોતાના સેક્રેટરીને સેક્સ સ્લેવ બનાવી રાખી છે એ મને સંસ્કાર શિખવે છે. મને તારા અને તારા ઘરના સંસ્કાર સારી રીતે ખબર છે. ઘર, સંસ્કાર, સમાજ, ી અને મર્યાદા વિશે પછી બેફાન ઝઘડો થયો અને લગભગ બંનેએ છુટ્ટાહાથની મારામારી કરી.
મેહુલે ગુસ્સા સાથે દ્રષ્ટીને કહ્યું કે, અત્યારે જ તારા બાપના ઘરે જતી રહે. મારે તું આ ઘરમાં જોઈતી જ નથી. મને સંસ્કારો શીખવાડવા નીકળી છે. દ્રષ્ટીએ પણ સણસણતો જવાબ આપ્યો. સાંભળ છીનાળવા... આ ઘરના માલિક બે લોકો છે, દ્રષ્ટ્રી વૈદ્ય અને મેહુલ વૈદ્ય. તું તો ઠીક આ તારો બાપ પણ મને આ ઘરમાંથી કાઢી શકે તેમ નથી. તને તકલીફ પડતી હોય તો બાંધ તારો સામાન નીકળ તારા મા-બાપને લઈને અહીંયાથી. ત્યારબાદ બંને છૂટા પડી ગયા હશે તેની આપણે કલ્પના કરી જ શકીએ છીએ. તેનું એક જ કારણ છે કે, સમાજે આપણા મગજમાં જે ગંદકી ઊભી કરી છે તે નીકળે તેમ જ નથી. પુરુષ પ્રધાન સમાજને ભક્તિ શક્તિની કરવી છે પણ શક્તિના સાચા સ્વરૂપને સ્વીકારવું નથી.
તેના કારણે જ આવા તો છૂટાછેડા અને ઘર ભાંગવાના ઘણા કિસ્સા બનતા હશે. તેમ છતાં તેનાથી હજારો ગણા વધારે કિસ્સા એવા હશે જેમાં ી બીચારી આવા અત્યાચારો ચુપચાપ સહન કરતી હશે. તેના ભાગે માત્ર સહન કરવાનું અને ચુપ રહેવાનું જ આવતું હશે. આ તમામ એવી ગૃહલક્ષ્મીઓ છે જેમની પાસે પોતાની કોઈ લક્ષ્મી કે પૈસા નથી અને પોતાનું ઘર પણ નથી. તેમના મા-બાપ પણ તેમના નથી અને તેમનો પતિ કે સાસરીયા પણ તેમના નથી.
આપણે ત્યાં તો કંઈપણ થાય એટલે પતિદેવ કહી દે કે જતી રહે મારા ઘરમાંથી.... અથવા તો તારા બાપાના ઘેર જતી રહે... બાપના ઘરે જાય તો તેને સમજાવે કે પતિનું ઘર જ તારું સાચું ઘર છે... આપણે ત્યાં સમજાવટથી રહેવાનું.... આ બધે જ જ્યારે સ્ત્રીનો ગુણ ન થાય ત્યારે તે આત્મહત્યા કરવાનું પગલું ભરતી હોય છે.
એક સ્ત્રી પોતાની લાગણીઓ, ઊર્મીઓ અને સંવેદનાઓ દ્વારા એક મકાનને ઘર બનાવે છે. તે જીવનની અંતિમ ક્ષણ સુધી તેમાં ચેતનાનો પ્રાણ ફુંક્યા કરતી હોય છે અને છતાં તેના માટે પોતાનું કોઈ ઘર નથી હોતું. તેને ગૃહિણી કહેવાય, ગૃહલક્ષ્મી કહેવાય અને સાદી ભાષામાં ઘરવાળી પણ કહેવાય છે. નવાઈની વાત એ છે કે, આજીવન ઘરવાળીના નામે ઓળખાતી આ ી હંમેશા ઘરવગરની જ હોય છે. ગૃહલક્ષ્મી તરીકે સમાજમાં સ્થાન મેળવનારી ી પાસે પોતાની કહી શકાય તેવી લક્ષ્મી કે પોતાનું કહી શકાય તેવું ગૃહ પણ નથી હોતું.
સામાન્ય રીતે પુરુષ આવક લાવે અને સ્ત્રી ઘરનું મેનેજમેન્ટ કરે તેવી માનસિકતાએ પુરુષને આધિપત્યની તુમાખી આપી છે. આજના સમયમાં અને ખાસ કરીને શહેરોમાં ી કમાતી પણ હોય છે અને ઘર પણ સાચવતી હોય છે. પુરુષ કરતા બેવડી જવાબદારી સ્વીકારીને ફરતી હોય છે. ગામડાંમાં સ્ત્રીને માત્ર પગાર નથી મળતો એટલું જ હોય છે, બાકી તો ખેતરમાં કામ કરવું, ઢોર-ઢાંખર સાચવવા અને તેની સાથે ઘર, પરિવાર, સંતાનોનું ભણતર, સામાજિક પ્રસંગોએ હાજરી વગેરે તેના ભાગે પણ આવતું જ હોય છે. આ અર્ધાંગીની ક્યારેય તેનો વિરોધ નથી કરતી. ી પાસે એવું કોઈ ઘર જ નથી જ્યાં તે પોતાની રીતે રહી શકે. અહીંયા સ્વતંત્રતા કે સ્વચ્છંદતા કરતાં સ્વમાનની કામના વધારે હોય છે. આ સ્વમાન આપે તેવું ઘર જ નથી હોતું.
માલિકી અને અહંકાર પુરુષના સ્વભાવના અવિભાજ્ય અંગ છે. સ્ત્રી હોય કે મકાન કે મિલકત, તે પોતાનો અધિકાર જતાવતો જ હોય છે. તે પોતાના અધિકાર અને માલિકીને સમયાંતરે પૂન:સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરતો રહે છે. સ્ત્રી પાસે એવું કશું જ નથી હોતું. પિતાના ઘરે તેને સમજાવાય છે કે, તારો અધિકાર તારા પતિ અને ઘર ઉપર આવશે જ્યારે સાસરે ગયા પછી ત્યાં સમજાવાય છે કે, અહીંયા તારો અધિકાર નથી, તારો અધિકાર તારા પિતાના ઘરે હતો. હકિકતે સ્ત્રીને લગભગ અડધી જિંદગી પસાર કર્યા પછી અધિકાર તો મળતો હોય છે પણ તે બીજી સ્ત્રીને દબડાવવા માટે. તેના કારણે પોતાના અભાવ, અવિશ્વાસ, અસલામતી, અશાંતિ અને વિખેરાઈ ગયેલા અભરખાઓ પોતાની આગામી પેઢીને વારસામાં આપતી હોય છે.
હવે જો ખરેખર જમાનો બદલાયો હોય તો દીકરીઓના લગ્નમાં ઠાઠમાઠ પાછળ અને ડેકોરેશનો પાછળ લાખો અને કરોડોનો ધૂમાડો કરવા કરતા દીકરીને પોતાને પગભર થવા માટે પ્રયાસ કરવો જોઈએ. તેને પોતાનું એક ઘર આપવું જોઈએ જે ખરેખર તેનું પોતાનું હોય. તેના પિતા અથવા તો તેના પતિ જ્યારે એમ કહે કે આ બધું પોતાના ઘરે જઈને કરજે ત્યારે તે આવા ઘરમાં રહી શકે. એક એવું ઘર જેમાં તેના ીત્વનું સન્માન જળવાય. સ્ત્રીઓએ પોતે પણ વિચારવાનું છે કે, તેનું પોતાનું એક ઘર એવું હોવું જોઈએ જે ખરેખર તેનું જ હોય. તેમાં તે પોતાની જ લક્ષ્મી અને પોતાના જ માલિકી ભાવ સાથે સ્વમાન સાથે રહી શકતી હોય. જો આમ થશે તો સમાજની પરંપરાની પાંગળી ઈમારતના પાયા હાલવા લાગશે. હવે સમાજે નક્કી કરવાનું છે કે, ઘરમાં રહેલી લક્ષ્મીને સન્માન સાથે રાખવી છે કે લક્ષ્મી પોતાનું સન્માન જાતે કરતી થઈ જાય.