Get The App

વાચકની કલમ .

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ઈચ્છા

હે  ઈશ્વર, ધરતી પર આવી કદી  તો સાંભળ વાતો માનવીના દુઃખ દર્દની,

ઝાકળના  બિંદુો  પણ વ્યક્ત 

કરે છે વ્યથા  ઉદ્યાનના 

કરમાઈ જતા પુષ્પોની

ડર નથી  મને મારા એકાંતનો, 

ડર છે મને મારી એકલતાનો

ઉઠી  જશે ત્યારે ભરોસો મને 

માનવી  પરના વિશ્વાસનો

આપી છે  તે અમને જિંદગી, 

સસ્મિત જીવવી  તો પડશે,

જિંદગીના કઠિન  માર્ગે સસ્મિત  

ચાલવું તો પડશે

ચાંદને નથી નિરવ રાત્રિના 

અંધકારનો ભય

મનાવે છે એ  તારાઓ અને 

ચાંદની સાથે ખુશીનું  જશ્ન.

વાદળો લે છે ગાઢ નિૅદ્રા પોઢી 

આકાશની વિશા ગોદમાં

પવનનું  સુરીલું સંગીત   

સાગરના  મોજા લે છે  હિલોળા

વૃક્ષોના પર્ણો પણ કરે છો 

ડાળીઓના સંગાથે કરે છે  નૃત્ય

કુદરતના સાનિન્ધ્યમાં દરેક છે ખુશ, 

અને મુક્ત ગગનમાં  

પંખીની જેમ ઉડવાની 

મારી અંતિમ  ઈચ્છા

દિલમાં  હશે ને કોઈ લાગણી  

આશા,  નિરાશા  કે કરુણા.

ફિઝ્ઝા એમ. પારસીવાલા (મુંબઈ) 

જિંદગીમાં  ક્યારેક.....

જિંદગીમાં ક્યારેક....

''સમય'' એવો આવે કે....

ખોટાંને  છાવરવાં  પડે....

સાચાંને નકારવા પડે...

કાંટા- જાળાં  સાચવવાં પડે

ફૂલોને  તે તરછોડવાં પડે....

ગંગા સ્નાન છોડવાં પડે...

ગંદી નદી સ્નાન  કરવા પડે...

બસ, પ્રભુ એવો સમય ન આપે

કે મારે આવાં આવાં  કરવા પડે.

જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

વિહરવું

મારે  પંખી બનવું છે

આ  મુક્ત  ગગનમાં  વિહરવું છે

નથી કોઈ કાલની  ચિંતા

કે નથી કોઈ ઉપાધિ

ઉપર આકાશ ને નીચે   ધરતી

નથી કોઈ મહેલોની ચિંતા

આ મુક્ત ગગનમાં વિહરવું છે

શું  મળશે, શું નહીં મળે

નથી મારે કંઈ પામવું 

સહન કરી લઈશ હું ત્રણેય  ઋતુઓ

નથી  કોઈ મારી માગણી જ

આ  મુક્ત ગગનમાં  વિહરવું છે

કરવો  છે કલરવ મારે પંખી બનીને

નિર્દોષતાના  દાવામાં પાર ઉતરવું છે

બની જાઉં ''શીવા''  તારો ફરિશ્તો

આ  મુક્ત ગગનમાં વિહરવું છ.ે

શર્મિષ્ઠાબેન જી. પટેલ  

પ્રેમ થાય

બંધ નયનોને  ઝુકી નજરથી કઈ ન થાય

નજરથી  નજર મીલાવો તો  પ્રેમ થાય

સુષુપ્ત અવસ્થામાં   રાખો એ ન ચાલે

સૂતેલા સપનાને જગાડો તો  પ્રેમ થાય

જિગર જો ન કરે તમન્ના તો વાત ન બને

ઉભરે જો દિલમાં  અરમાનો તો પ્રેમ થાય

પીગળે જિગરને રહેમ જો કોઈ થાય

આો જોકરે કોઈ અસર તો પ્રેમ થાય

પાલવે  નહીં પગવાળીને બેસી રહેવું

કદમ   જો માંડે મંઝિલે તો  પ્રેમ થાય.

મણીલાલ  ડી.રુધાણી (રાણાવાવ)

રૂપ  તારું ઝળકશે

હસતી  ગાતી સૂરત તારી

મનમાં  ફરી વળે ચેતના

જ્યારે  જોઉં  ચહેરો તારો

લાગે આભમા  

ઉગ્યો ચંદ્રમા

સમયના  નિસરી  જાય

તારી સાથે   વાતો કરતાં

ભૂલે  રે ભૂલામણી પ્રીત છે

મને  ક્યાંય લઈને જાય

દિલમાં રહેશે સદા અજંપો

તારો સાથ ના છુટી જાય

મધુર  મિલનની  યાદોમાં

અહસાસ  તારો રહેશે

મારા કાવ્યની  રચનામાં

સદૈવ રૂપ તારું ઝળકશે

રામજી ગોવિંદ કુંઢડીયા 

(વિદ્યાવિહાર- મુંબઈ)

નામના વધી

પ્રકૃતિ  ઉદ્યાને લટાર 

મારું  છું જ્યાં

બહારોની  વર્ષા  ફૂલો  

થકી  નામના  વધે

મંચસ્થ ગ્રહણ  

કરું ને નામના વધે

મીઠાશ ભર્યા  વાણી 

વર્તણૂક કરુ ને નામના વધે

મારા  ઘરના  ઝરુખામાંથી  

ડોકાઉ  તો  નામના વધે

ગગન ચૂંબી ઈમારતે 

અભિવાદન કરું  તો નામના વધે

નજરો મિલાવું  પરસ્પર  

તો પણ નામના વધે

ઊંચી   ઉડાને ઈશારા કરું  

તો પણ નામના વધે

શંખનાદ  કરી લઉ  મમ ગૃહે 

તો  નામના વધે

રામ-કૃષ્ણના જીવન ચરિત્રોન ે 

ફોલ'પ કરું ને નામના વધે.

સંઘર્ષ ભર્યા માર્ગોને  ફૂલની  

જાજમ પાથરું  તો નામના વધે

મહાનુભવોને  હસ્તધનૂનને 

વાર્તાલાપ  કરું  તો નામના વધે

મિત્ર વર્તુળમાં  નિખાલસ સ્મિત 

 આપું તો નામના વધે.

પરેશ જે. પુરોહિત : (રણાસણ) 

ચર્ચા  બધે

ગઝલ

પછી જ થાશે  મારાં નામની ચર્ચા બધે,

મર્યા પછી કરવી શું  કામની ચર્ચા બધે?

નશો  તો એટલો હજી ચડયો નથી મને,

અને પડેલા ખાલી જામની ચર્ચા બધે!

ખુદના અંતરમાં 

પહેલા ઝાંકીને તો જો,

પછી કરજે ને આખા  ગામની ચર્ચા બધે

પુણ્ય મળી  ગયું છે 

મા-બાપના ચરણોમાં,

લોકો કરે છે ચારધામની ચર્ચા બધે.

શ્રધ્ધાના ફૂલો ડૂબી ગયા  સાવ કિનારે,

પથ્થરો  તર્યા' તા? એવા 

રામની ચર્ચા બધે

એક દી'   બેનકાબ 

એ નીકળ્યા  ગલીમાંથી

થાય ત્યારથી એમના 

દમામની ચર્ચા બધે.

આજે  ભલેને છીએ  

આપણે 'અજનબી'

થતી' તી કદીક  આપણાય  

નામની ચર્ચા બધે.

પ્રવીણકુમાર લવજીભાઈ  પારધી (વિરમગામ)

ચાલ નાવ હંકારીએ!

મધ્ય દરિયે હું ને તું

નાવ લઈ ફરીએ

નાવને હંકારવા

એક હલેસુ ના ચાલે

બે હલેસાં જોઈએ

તો જ નાવ ચાલે

રથમાં બે પૈડાં

તો જોઈએ

એકથી તો

અકસ્માત થાય

મોક્ષ પ્રાપ્તિ માટે

એકલી ભક્તિ ના ચાલે

જ્ઞાાન અને કર્મ

પણ સાથે જોઈએ

ભવસાગર તરવા

બે જીવંત હલેસાં જોઈએ

હું અને તું

ચાલ નાવ હંકારીએ

સુમન! એક હાથે તાળી ના પડે

જીવવા જોઈએ હું ને તું

સુમન ઓઝા (ખેરાલુ)

 હું

હું બહાર લઈને આવ્યો

હું ચાંદ લઈને આવ્યો

હું શમણાં લઈને આવ્યો

હું શણગાર લઈને આવ્યો

પણ નસીબ મારા જુઓ

મને મળી પાનખર

તારાં ખ્યાલોમાં

તારી ચાહતમાં

રાતભર કરતો રહ્યો ઇંતજાર

સૌ સૂતાં અને હું રહ્યો જાગતો

તું આવશે એ ખ્યાલોમાં

ફૂલો સજાવતો રહ્યો રાતભર

પણ નસીબ મારા જુઓ

મને મળી પાનખર તારાં ખ્યાલોમાં

તારી ચાહતમાં

પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)


Google NewsGoogle News