વાચકની કલમ .

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


દિવ્ય-પ્રેમ

સૂર્યના કિરણોએ દૂર કર્યો

રાત્રિનો અંધકાર

ધરતીએ ઓઢી ગુલાબી ચૂંદડી

કર્યો દુલ્હનનો શણગાર

ભગ્ન હૃદયએ તારાઓએ લીધી

રાત્રિની વિદાય

સહન કરવી પડશે અલ્પ 

સમય માટે તેઓને ચંદ્રની જુદાઈ

ક્ષિતિજ પર શોભી રહ્યો

સૂર્યોનો કંકુવર્ણનો લાલ ચાંદલો

મેઘ-ધનુષ્યના ફેલાયેલા હાથમાં

શોભી રહ્યા રંગબેરંગી કંકણો

વાદળોના આવરણાં ચહેરો છુપાવી

ચાંદએ કર્યો દિવસનો સત્કાર

ન મળશે ધરતીને કદી

આવો પ્રેમાળ દિલદાર

ન હતી ઈર્ષા, જલન કે

કટુતા એના દિલમાં

સૂરજ પ્રત્યેના ધરતીના પ્રેમને

જોવાની ચંદ્રની આ કેવી વિવશતા

કિરણોએ દૂર કર્યા પુષ્પો પર

ફેલાયેલા ઝાકળ-રૂપી ચંદ્રના આંસુ

ફેલાવી ફૂલોની સુગંધ અને પવનનું 

સંગીત,  સૂર્ય પર કર્યું ધરતીએ 

અદ્ભુત જાદુ

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

મારું પ્રતિબિંબ

વિના સ્વાર્થ અને અપેક્ષાએ આપે સાથ

મારા હસવા અને રડવામાં એનો સંગાથ

થાય જો મને પીડા તો હૃદય તેનું પણ કંઠે

વાતો મારી એકાગ્ર થઈ સાંભળે

ભાંગેલી હાલતમાં મજબૂત બનાવે

અસ્વસ્થ સ્થિતિને તંદુરસ્ત બનાવે

છે જીવનના અંત સુધી તેનો સાથ

એકલતામાં એનો જ મળશે સહકાર

મનને ઝાંઝોળીને હળવું કરાય

ખાનગી વાતોની સાચી અપાય

મુક્ત રીતે મારા પ્રશ્નોની ચર્ચા કરાય

ઉકેલ સાથે આત્મવિશ્વાસ વધારાય

પોતાની ઓળખ અને 

સમજ આવે ભરપૂર

વ્યક્તિત્વમાં લાવે પરિવર્તન જરૂર

જેની સામે જીવનની કિતાબ છે ખુલી

દરેક પાના સાથે ફેરવવા બને સહેલી

મારા તનને અને મનને 

બનાવે સુંદર ખૂબ

એ છે માત્ર ને માત્ર 'મારું પ્રતિબિંબ'

રાવ ભાવિની 'મન'

વધી ગયું

વ્યસ્ત રહેવાનું ઘટી ગયું

ને વ્યસ્ત દેખાવાનું વધી ગયું

પ્રેમ કરવાનું ઘટી ગયું ને

પ્રેમના નાટક ક્યાનું વધી ગયું

પ્રેમ પારખવાની કોશિશ બધાએ કરી

પ્રેમ કરવાની મનોવૃત્તિ વધી ગઈ

એક મનથી બીજા મન સુધીનું

અંતર વધી ગયું-વધી રહ્યું

સાચું શું છે? તે શોધવાનું રહી ગયું

દુ:ખી થવાનો સમય 

નથી વ્યસ્ત રહેનારને

વ્યસ્ત રહેવાનું ઘટી ગયું

વ્યસ્ત દેખાવવાનું વધી ગયું

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

ખુશાલી

રાખો રે રૂપના ભંડાર સંયમે

લાગણીને સમજો રે દિલમાં

શબ્દ દિલથી દૂર કરો ધૂતકાર

હાથમાં હાથ મીલાવી જાણો રે

ખુશાલીનો તેજ રસ્તો રે

સમજો તો બધું તેમાં જ છે રે

હળો મળો સથવારો રાખો રે

પ્રેમના એકરારમાં મઝા માનો

જીવી જાણીએ તનમનથી રે

'જયંત'ની ખુશાલી થાશે જગમગે

જયંત વોરા

ખીલવું છે મારે!

પહેલી નજરે જ હું જકડાયો છું

તારી મીઠી નજરે હું વિંધાયો છું

ફોન પર મળવા હવે તરસ્યો છું

સ્ક્રીન પર આંગળા શૂન્ય થયાં છે

તારી હયાતિમાં આગળે વધવું છે

સંગે તારા ઝરણું બની વહેવું છે

અતીત ભૂલી તારા થઈ જવું છે

રૂબરૂ મળવાનું જોખમ ખેડવું છે

પાનખરમાંથી બચવા લીલા થવું છે

વિરહના તિમિરમાં અટવાયો છું

સ્મિત ભર્યા ચહેરામાં ન્હાવું છે

એકલો એકલો ખૂબ જીવ્યો છું

'સુમન' સંગે તારો થઈ જવું છે

સુમન ઓઝા (ખેરાલુ)

મરીને થોડું જીવાય છે

આ જિંદગીની મહેફિલમાં

ક્યારે કોઈ દુ:ખ તો ક્યારે કોઈ સુખ

હસીને જીવી લે મરીને થોડું જીવાય છે

કષ્ટ કરીને જ આગળ વધાય છે

પણ બહુ તાણે તૂટે છે

જિંદાદિલીથી આ મહેફિલમાં 

આનંદ કરી લે

બાકી બધું ધર્યુ ને ધર્યું રહી જશે

જે છે એ આજ છે કાલની ચિંતા છોડી દે

જિંદગી જુગાર છે એને જીતી લે

મોત તો માશુકા છે એને વરી લે

જિંદગી ગુલાબ છે અને કંટક પણ છે

ગુલાબની સુગંધને માણી લે 

અને કંટકને પાર કર

દિલ કહે તેમ કર એમાંજ મજા છે

બાકી મરીને થોડું જીવાય છે

સંઘર્ષ આ જિંદગી શીખવાડે

સાગરના મોજાંની જેમ ઊછળી જિંદગી

સરિતા જેવી વહે કદીક જ આ જિંદગી

માનો તો સાગરને માનો 

તો સરિતા છે જિંદગી

નહીં તો પહાડ જેવી છે આ જિંદગી

અલકા ન. મોદી (મુંબઈ)

તું આવને મેહુલિયા

અવની પર તું આવને મેહુલિયા

ધરતીનાં સૌ જીવો વંદન કરે મેહુલિયા

મેઘમલ્હારનાં મીઠા સૂર સંભળાયા

જળભરી વાદળો જાન લઈ નીકળ્યા

અષાઢી મેઘરાજા અસલ 

મિજાજે પધારિયા

અવનીને આલિંગવા હેતુ ભર્યા ઉતરિયા

મનમોજી મેઘરાજા મૂશળધાર વરસ્યા

વાદળો વચ્ચે સૂરજદાદા પણ મલકાયા

ઢીંચણ સમા ઠેર ઠેર પાણી ભરાયા

ખેડ કરતા ખેડૂના હર્ષથી હૈયા છલકાયા

તારા આગમથી ચિંતાના 

વાદળો વિખરાયા

પ્રભુની કૃપાથી સુખના વાદળો વરસ્યા

આકાશ કવિની કલમે વર્ષાગીત રચાયા

મેઘગુંજનમાં પ્રકૃતિના આનંદે 

વર્ષાથી ભીંજાયા

કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)


Google NewsGoogle News