વાચકની કલમ .
સ્વપ્ન સુંદરી
અદ્ભુત તારા લજ્જાશીલ નત નયન
નજરે પડયાં તારા ભાલ શોભંત નયન
ઉષાના રંગે રંગાયા તારા મહેંદીના રંગ
શ્યાામ કેશમાં ચમક્યાં ધવલ જઈના ફૂલ
અધરની લાલાશ ફેલાઈ છે ચહેરે રંગ
વાણીમાં વહ્યું છે કર્ણપ્રિય મધુર ગીત
મસ્ત ખીલ્યું છે લચકાતું નાજૂક જોબન
વક્ષ સ્થળમાં શોભે છે ગાગર સમા સ્તન
રૂપની સ્પર્ધમાં ઉતર્યું છે ગાલોનું ખંજન
ટગર ટગર જોઈ રહ્યો છે કાળો તલ
અકળાતું, લચકાતું, મલકાતું છે યૌવન
ગોરું ગોરું રૂપ દેહ મંદિરે શોભતું તન
સુમન! ઉતરી જાણે સ્વર્ગથી પરી એક
કર સ્વાગત સુંદર રૂપયૌવનાનું ઝટ!
સુમન ઓઝા (ખેરાલુ)
બાય બાય ૨૦૨૪
થોડું ખરાબ થોડું સારું પસાર થયું ૨૦૨૪
પહેલાં દિવસની આ સવાર લયું ૨૦૨૫
અનેરી યાદગીરી આપીને ગયું ૨૦૨૪
નવા તાજગી ભર્યા દિવસો લયું ૨૦૨૫
તારીખ બદલાઈ બોલે લોક ક્યું ૨૦૨૪
એક જ પળમાં બતાવશે વોચ ૨૦૨૫
દિવસ રાતની ઘટમાળમાં મર્યું ૨૦૨૪
સમય સાથે ચાલો નહિતર
ભાગશે ૨૦૨૫
સૌને માટે રહ્યું અનુભવ ભર્યું ૨૦૨૪
સૌને માટે રહ્યું અનુભવ ભર્યું ૨૦૨૪
પ્રેમ અવિરત વહાવશે વર્ષ નવું ૨૦૨૫
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)
એ વાતનો પણ
ભૂલવા તો ચાહતો એ વાતને પણ
ક્યાંક પ્યારે આફતો એ વાતને પણ
યાદ લઈને ક્યાં સુધી હું પ્રેમ રાખું?
કાઢવા પણ માગતો એ વાતને પણ
કેટલાયે છે પુરાવાઓ કબાટે
એ સમયના રાખતો એ વાતને પણ
હાલ ચાલે પૂછવાના કેમ કરતાં?
ગૂમ થઈ આજે નશો એ વાતને પણ
ખેલ ખાલી લાગફાવે હાલમાં તો
એજ 'સાવન' જાણતો એ વાતને પણ
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
ભૂતકાળ લેજો સ્મરી
ગોપીઓ શઠેના વિસરી
કાનુડાની એ મધુરી બંસરી
યાદ સતાવે છે સર્વદા
સુખદ પળો જે ગઈ સરી
ડૂબી મરે છે સરીતામાં
સાગરને ૨જે જાય તરી
વાંકા દેખાય અંગો વહુના
દીકરી દેખાય જેને પરી
'લઘુગોવિંદ' મીઠી યાદો
ભૂતકાળની લેજો સ્મરી
ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
ગરમાળો ને ગુલમોર ફરવા નીકળ્યા
ગરમાળો ને ગુલમોર
બેય ભાઈ જેવા
ગરમીથી હાંફે જગ તોય બેય હંસતા
એક પીતાંબરધારી ને
એક ભગવાધારી
વટે માર્ગુના નેણે વસતા બેય અલગારી
હંસીને રહેવાનું શીખવતા જટાધારી
પીળા રંગે એક પીઠી લગાવી ચઢ્યો
લાલ રંગે એક વરરાજા થૈ પડયો
વનવગડે બેય રંગ હેલીએ ચઢ્યા
પીલો કેસરી રંગ વસંતે ઢોળાઈ પડયા
જાણે ધરાને ગોકુળ દ્વારીકા જડયા
ગિરવે મૂકી દીધી છે જાતને જાણે
ગરમાલો ગુલમોર બેય રમણે ચઢ્યા
ગરમી ભૂલીને બેય ફરવા નીકળ્યા
વનવગડો સજાવવા બેય નીકળ્યા
મુકેશ બી. મહેતા (સુરત)
પ્રેમ
તારાં હોઠો પર મારું નામ હોય
મારાં હોઠો પર તારું નામ હોય
ઘર ઘરમાં આપણું નામ હોય
આપણો પ્રેમ ચર્ચાનો વિષય હોય
બસ એક જ ઝંખના મને છે
આપણો પ્રેમ સદા બહાર હોય
પ્રફુલ્લ ર. શાહ (મુંબઈ)
શોધ
નીલ ગગનમાં ઝગમગ-ઝગમગ
ચમકી રહ્યા છે તારા
જોઈ રહ્યો છું હું તેઓને
અપલક લાગે છે એ કેટલા પ્યારા
તારાઓ છે અનેક, પણ ચાંદ છે
એકલો અને નિસહાય
નથી કોઈ એનો હમદમ કે સાથી
જે પૂછે એને એનો હાલ
નથી કોઈ એની પ્રિયતમા
જે પૂછે એને એના બદલતા
રંગ-રુપનો ભેદ
તારાઓ પણ જોઈ રહ્યું છે
ક્ષણભર ક્ષીણ થતો જતો તેનો દેહ
લજ્જાથી છુપાવે ચે ચાંદ પોતાનું
મુખ વાદળોના પાલવમાં
અર્પિંત કરે છે ચાંદની ધરતીને
નથી કરતો કોઈ ફરિયાદ તેની દુનિયામાં
સાંભળ્યું છે કે મૃતાત્મા બનીને
તારાઓ ચમકે છે આકાશમાં
શોધી રહ્યો ચું હું મારા સ્નેહીજનોને
તારાઓના સમૂહમાં
દૂરથી શાયદ દેતા હશે મને આશિષ
મળે મને ઝળહળતી
સફળતા મારી જિંદગીમાં
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
શોધી રહ્યો છું
સફળતાના શિખરને શોધી રહ્યો છું
હમસફરનો સાથ શોધી રહ્યો છું
જગતના એરણ પરજીવન મૂકીને
જીવતરના ધણ ઝીલી રહ્યો છું
હાંકણું હથોડા લઈને ચંચળ મનને
ચારે બાજુથી ટંકારી રહ્યો છું
વિરાટ સમંદરના ખાળા જળમાં
એકાદ મીઠું વહેણ શોધી રહ્યો છું
ખીલેલા ફૂલ પર ગુંજતા ભમરાના
મધુર સ્પદનો ઝીલી રહ્યો છું
ફૂલોની સુંદરતા મળી સહજમાં
કાંટાની વેદના સહી રહ્યો છું
કુદરત આગળ હું નાનો માનવી
એની અકળ કળા નિહાળી રહ્યો છું
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
રાત આ વીતી રહી છે
રાત આ વીતી રહી છે
આહિસ્તા આહિસ્તા
નાવ ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
વાદળા ને ચાંદ સિતારાઓની હાજરી
વાત ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
કેસરિયા રંગ ફેલાયેલ છે આભમાં
સાંજ ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
શ્રાવણી સંધ્યા ખીલી, ભરપૂર વરસાદમાં
જાન ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
એક દિવસ ભૂલથી પણ ના ભૂલું હું સખી
યાદ ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
છે છલોછલ હૈયું મારું લાગણીમાં જૂઓ
આંખ ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
જામી છે મહેફિલ છલકે જામ પર જામ જ્યાં
દાદ ત્યાં ચાલી રહી છે
આહિસ્તા આહિસ્તા.
''સખી''
દર્શિતા બાબુભાઈ શાહ
(અમદાવાદ)