વાચકની કલમ .
અનમીટ રાહ..
નિકટ આવી ને દૂર કેમ ચાલી ગઈ?
મારી જિંદગીની એક
અનોખી યાદ બની ગઈ
ભુસાણું નથી તારું સ્મિત
ભુસાણું નથી તારું ગીત
એક એક કડીયુંમાં નાનકડી
એવી દુનિયા રચાય ગઈ
પળનો નથી તને વિસામો
કરવો રહેવા દેને હંગામો
ખોટો દેખાવ કરવામાં
તું મંત્રમુગ્ધ બની ગઈ
શું કરવા સજ્યો શણગાર?
કોને જીલવો છે તારો પડકાર?
તારા રૂપને જોયને
તું ખુદ ક્યાં ખોવાય ગઈ?
ખરી ગયા છે પ્રેમના ફૂલડા
રોકી લેને હરખના આંસુડા
કાચલિયા કહે અનમીટ
બનેલી જિંદગીને લાગે છે
એક નવી રાહ મળી ગઈ
નવિનચંદ્ર કાચલિયા (નવસારી)
યાદગીરી
શાળા જીવનમાં શ્રેષ્ઠ ગોષ્ઠિ જ્યાં
શરારતભરી હરકતો થકી
પટાંગણ ગૂંજી ઊઠે
મને યાદગીરી સતાવે છે
વર્તમાને જ્યાં
નિ:સ્વાર્થને કોઈ મતલબી
વાતો નહિ ને મસ્તી
'સાથ ભણીએ, સાથે જમીએ' એ
સાકાર કર્યું જ્યાં
એન્યુઅલ ફંક્શને હરિફાઈમાં
અવ્વલે રહીએ
યાદગીરી બની રહેતી એ રાતો ને
વાતો જ્યાં
વર્તમાન સમયે વાગોળું છું
અતિત સ્મરણો જ્યાં
વર્તમાને વિજ્ઞાાન ટેકનોલોજી
ઉપકરણોમાં ગળાડૂબ
વૃક્ષારોપણના કાર્યક્રમમાં ય
ાદગાર વૃક્ષો વાવતો
અત્યારે મને બહુ જ યાદ
આવે છે શાળા જીવન
ક્યારે મળીશું? એ
નિખાલસતાને
ભાવ-વિભોરે જ્યાં
પરેશ જે. પુરોહિત (કલોલ)
આપ અપનો સે દૂર ક્યું?
રિસ્તે મેં ગલત સોચ કો
બઢાવા દીયા આપને
દૂસરોં કી ગલતિયા ઢૂંઢતે
રહે આપકે સામને
અપની ગલતીયા કા
ઢેર જબ જને લગા
ખુદકા ચહેરા આયનેમે દેખ ન શકા
અપના હૈ ઉન્હે ગિરાને કી
સાજીસ કી આપને
પરાયોં કો બિઠાયા બોદમે
જો હો ન શકે અપને
ધન-દોલત પાનેમે પરિવાર
કો હી ભૂલ ગયે
આગે બઢકર ભી દિલસે
આપ છોટે હો ગયે
વક્ત કી તાસીર ને સચકો
સબકે સામને રખ દિયા
બડે બનકર ભી આજ
અપનોં કો ન પહેચાન શકે
જબસે આપ અહ્મ કી
જિંદગી જીને લગે
મિલી હુઈ ખુશીયા કી જિંદગી
આપ જી ન શકે
આકાશ જબ મિલતે હૈ અપનો સે
દૂર ક્યું દિખતે
ક્યોં કી ગલત સોચ કો બઢાવા
દીયા આપને
કિરણભાઈ આર. પંચાલ (વડોદરા)
નેહ
તારો મારો નેહ અનોખો
જાણે વાસંતી વાયરો
દિલની દુનિયા વસાવી મેં તો
એમાં એક તું અને એક હું
દિલ મારું ધડકે તારા દિલ સાથે
સરગમ સી બાજે
મારાં તનમનમાં
તું તો વસે પરદેશ પિયુ
નિશદિન જોઉં રાહ તારી
નેહ મારો તડપે તારી યાદમાં
ગુલાબી ગુલાબી રાતો રાતો નેહ મારો
તારી યાદથી મહેકતું મારું બદન
આ નેહને શું નામ આપું એ
તો અજર અમર
તું મારો પિયુ ને હું તારી પ્રિયા
તારા નેહથી મારી દુનિયા ઉજાગર
તડપન આ તો કેવી દિલની
સાગર જેવો મારો નેહ ગેહરો અસીમ
એમાં સમાય તારી મુરત
તું તો કેવો ગરવીલો રૂપાળો
સદાય વસતો તું મારા દિલમાં
દિલની દુનિયા નિરાળી
તારો મારો નેહ અનોખો
અલકા મોદી (મુંબઈ)
નકામુ છે
નિર્દોષતા વગરનું
બચપણ નકામું છે
પોતાનું શરીર પણ સાથ ન
આવે તેવું બુઢાપણ નકામું
સ્નેહ વગરનું બધુ સમર્પણ નકામું છે
જ્ઞાાન વગરનું બધુ ડહાપણ નકામું છે
સમજણ વગરનું બધુ
શાણપણ નકામું છે
વતન છોડી પારકી ભોમ
પર ભ્રમણા નકામું છે
પ્રતિબિંબ પડે નહિ તો
એ દર્પણ નકામું છે
મોબાઈલ રાખવો મના નથી
તેનું વળગણ નકામું છે
કોઈ ભૂખ્યા રહે પાડોશમાં
તો આપણું જમણ નકામું છે
'સલામત' ભાવ પ્રેમ વિનાનું
ઈશ્વર સ્મરણ નકામું છે
મુકુંદરાય ડી. જસાણી (બાબરા-સુરત)
ઝંખના
મંદ-મંદ ઠંડી હવામાં મને
સંભળાઈ રહ્યા તારા સૂરીલા સૂર
કરી રહ્યો છું યાદ તને તું છે
મારાથી દૂર દૂર
એકાંતમાં શ્યામ વાદળો સાથે
કરી રહ્યો છું હું પ્રેમાલાપ
શાયદ તે વર્ષાના બૂદ બની,
સંભળાવે તને મારી દર્દ-ભરી ફરિયાદ
કોયલની કૂક અને પક્ષીઓનો
કલરવ કરે છે મારા મનને બેચેન
તારો પ્રેમાળ, શીતળ સ્પર્શ જ
લાવશે મારી જિંદગીમાં ચેન
તારી સુંદરતા જોઈ થયો
મને કુદરતની સુંદરતાનો અહેસાસ
ખુદાની ખુદાઈ જ એક દિવસ
કરાવશે તારો અને મારો મેળાપ
તારી ગહન, સુંદર આંખોમાં
ડૂબી લગાવીશ જીવન-નૌકા કિનારે
ત્રિવિદ્ય તાપના ઉછલતા
મોજા મારી દુનિયામાં ભલે તૂફાન લાવે
તું સાથે હશે તો જરૂર તરી જઈશું
આ અફાટ ભવસાગર પ્રિયે
ઈશ્વરના દરબારમાં હાથ
ઉઠાવી ફરી મિલાપની પ્રાર્થના કરીએ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
લાગણી
લાગણી તારી સાચી હશે
બીજાની લાગણી શું સાચી હશે!?
વિચારીને કદમ ઉઠાવજે
નહીં તો પસ્તાવવાનું પાકુ સમજજે
તારી 'નિખાલશતા'ને ખલાસ કરશે
માત્ર મતલબથી વ્યવહાર રાખશે બધા
સમજી વિચારી કદમ
ઉઠાવવા વાળાની
સલાહ લઈ 'પ્રેમ'માં આગળ વધજે
તારા પોતાના જ આગ લગાડશે
ને તને 'ગુન્હેગાર' બનાવશે!
લાગણી સાથ માગણી જોડાયેલ છે
બન્નેમાં બેલેન્સ જાળવજે
લાગણી અને વિશ્વાસમાં છેતરાતી નહીં
વધુ 'વિશ્વાસ'ને વધુ 'લાગણી'
તને ક્યાંયની નહીં રાખે તે ન ભૂલતી
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)