Get The App

વાચકની કલમ .

Updated: Jul 24th, 2023


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


સુંદરતા

તારી આંખોમાંથી છિનવી લીધું છે 

કાજળ આ વાદળોએ

તારા લાંબા કેશ-કલાપને બનાવ્યા છે શ્યામ આ રાત્રિના અંધકારએ,

તારી નીચી નજરનો ભાર સહન નહી કરી શકે આ ધરતી

તું મારી સામે જુએ કે ન જુએ એ હશે તારી મરજી

તારા ગરમ શ્વાસોની ગરમી ફેલાઈ રહી છે હવામાં

તારા કંપતા અધરોની કંપન છે દરેક દિશામાં

તારા ગાલોની લલિમા સામે શરમાઈ રહી છે ઉષાની કિરણ

તારુ મંદ-મંદ સ્મિત કરે છે આગાહી હવે જલ્દી થશે આપણું મિલન

તુ જ છે સાક્ષાત મારી સૌંદર્ય મૂર્તિ

મને નથી રસ જોવાની કુદરતની કારીગરી

તારા ચાલની લચકમાં છે હિરણની ગતિ

જોઈને તારી સુંદરતા કરતી હશે ઈર્ષા તારી સખી

કરે છે શરારત પવન તારા શ્યામ ઉડતા કેશ સાથે

ભ્રમર કરે છે ગુંજન, ઉપવનના ગુલાબી ફૂલો સાથે

આપ ,આપણા આલિંગનમાં સમેટી લઈએ સમસ્ત સૃષ્ટિને

પ્રેમની શક્તિ સામે મિટાવી દઈએ ત્રિવિધ તાપના બીજને

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

આ જિંદગી મને

ઉથલપાથલ જીવવા ન દે 

આ જિંદગી મને

જરા પણ એ સોચવા ન દે 

આ જિંદગી મને

વહેમીલાં જેમને અસર ક્યાંથી પડે કદી?

ઉપાયો શું શોધવા? ન દે આ જિંદગી મને

ભવોભવમાં ક્યાં સુધી રહે? 

આઝાદ કર હવે

પગે લાગું, જાગવા ન દે 

આ જિંદગી મને

ઉદાસીનાં વાદળો ફરી વળતાં વિસ્તારમાં

નવા વર્ષને માણવા ંન દે આ જિંદગી મને

હતી ઉમ્મીદો મને કદી 

સાહિત્ય ભણી હજી

વસાવી છે જીતવા ન દે આ જિંદગી મને

કહેવાનું કેમનું દિલ રડતું રહે સદા

જરાં પણ તસ્દી રાખવા ન દે 

આ જિંદગી મને

કદી જાણ્યું કોઈએ 

પ્રામાણિક થઈ નિહાળતાં

ફળો મીઠાં ચાખવા ન દે આ જિંદગી મને

હવે તો શું કામનું મને? અંતે રવાનગી

લખે 'સાવન' ખીલવા ન દે 

આ જિંદગી મને

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

અરમાન

યુવાનીના ઉંબરે હું ઓતપ્રોત થયો

તુંજ થકી વાર્તાલાપ કરવાને બેતાબ જ્યાં

મારી સુષુપ્તને ગુપ્ત શક્તિ બહેલાવવાને

ગુલાબ સમી પરસ્પરની 

જિંદગાનીમાં આપણે

કલીઓને ખિલ ખિલાટ 

કરવાને મારે અરમાન છે

સુરભિમય આપણે એ ગુલશનને

બિછાવીએ ધરામાં

મારી એક જ અરમાન છે સારી જિંદગાનીમાં

પ્રેરણાદાયી બની રહીએ 

ભાવિ પેઢીમાં આપણે

એ જ અરમાન છે, 

મારા જીવન પરિણયમાં

પ્રણયના પુષ્પો ખીલાવીને 

જીવન આગળ વધાવીએ

ઉલઝન ભરી રહી હતી 

મારી દાસ્તાન ભૂતકાળે જ્યાં

ભાવિ અને વર્તમાને બે પાંદડે 

થયો આ મુલકમાં

તારીને મારી યારી બે 

અદલ બની રહે તે અરમાન

પરેશ જે. પુરોહિત (કલોલ)

સ્વર્ગે વસેલી પત્નીને

પ્રિયા મારી જગત પરથી

સર્વને છોડી ચાલી

રાખી મારા સ્મરણ પટમાં

તારી સ્વપ્ન યાદી

ધાર્યુ ન હોતું કાળ પગલે

ચાલશે કાળ ચક્ર

રોવાયે ના મુજ હૃદયથી

દર્દ જે હોય દીર્ઘ

પ્રિયા તારા સુશી હૃદયથી

બંધાયું તુ સકળ જગ હા

સ્નેહ ઘેલુ બનીને

તોયે તું ચાલી આ

જગતના છોડી સર્વ રંગ

કલ્પુ છું હું ગંભીર વદને

તારી રમ્ય યાદી

મૂર્તિ તારી, કદી કદી જડે

આંખના મુજ ખુણે

હૈયુ તારું નહીં કદી મળે

શોધતા આ જગેથી

સી. જી. રાણા (ગોધરા)

રોજ ચહેરા બદલાય છે

દર્પણ તો એનું એજ છે,

રોજ ચહેરા બદલાય છે.

છંદ અને બંધારણની છે સમજ,

એથી તો ગઝલ સર્જાય છે.

સૂર્યનો તાપ તડકો જોઈને,

ભલભલા વાદળો વિખરાય છે.

રસ્મો રિવાજો સૌ જૂના થાય છે,

જમાનાની સાથે બધું બદલાય છે.

ફૂલોની મદમસ્ત જવાની જોઈને,

ડાળીઓ પણ ઝુકી ઝુકી જાય છે.

દૂધથી હાથ દાઝી ગયા પછી,

છાશ પણ ફૂંકીને પીવાય છે.

એક જૂઠી ગવાહી આપી દેવાથી,

નિર્દોષ પણ દોષ ીસાબિત થાય છે.

મૂર્છૌ પર તાવ દૈ જે ફરતાં હતાં,

સમયની સામે બધાં હારી જાય છે.

સંગી સાથી નથી કોઈ આપણું,

મૂઆની સાથે ક્યાં કોઈ જાય છે?

યોગેશભાઈ આર. જોશી (હાલોલ)

જિંદગી

જિંદગી એ માનવીને 

જન્મજાત મળેલી 

મોંઘી મિલકત છે

જન્મતો આપણાં હાથની 

વાત નથી, પણ

મૃત્યુ તો આપણી 

સમજની બહાર છે

આ બન્નેના કોરા 

પાના પરમેશ્વર પોતાની 

પાસે રાખ્યા છે

જિંદગી નામનું એક કોરું  પાનું 

આપણને આપીને 

આ સંસારમાં મોકલ્યા છે

અહીં આવતી કાલે શું 

થશે એ કહેવું મુશ્કેલ છે

જે કંઈ થશે એ સારા માટે 

થશે એ મંત્ર જાણવું

આવી આ જિંદગીનો માત્ર 

એક રંગ નથી એ બહુરંગી છે

દિવસના દરેક પ્રભાતે 

નવીનતાનો સંચાર થાય છે

આવનારી દરેક કોણ એક 

નવો ચહેરો લઈને આવે છે

એટલે તો જિંદગી 

સારા-નરસા 

બનાવનો સરવાળો છે

જિંદગી કંઈને કંઈ શિક્ષા 

આપણને આપની રહે છે

જિંદગી આપણને મળેલા 

કોરા કાગળ સમાન છે

સત્સંગ દ્વારા સ્વાધ્યાય દ્વારા 

પ્રભુ સ્મરણ દ્વારા

જીવનને જિંદગીને 

અનમોલ બનાવી લઈએ

ઉષા જે. સોતા (મુંબઈ)

૦ ૦ ૦

મહેમાન

મારા ઘરમાં હવે હું

મહેમાન જેવો લાગુ છું,

સ્વજનોને પણ હવે ખુદ

હું ભારરૂપ લાગુ છું

આ મારા માથાને

વાળનો ભાર લાગે છે,

મારા મગજને એની

યાદદાસ્તનો ભાર લાગે છે

મારા નયનોને એની

પાંપણનો ભાર લાગે છે,

મારા પાંપણોને એના

અશ્રુઓનો ભાર લાગે છે.

મારા દિલને એના

ધબકારનો ભાર લાગે છે

મારા જઠરાગ્નિને એની

ભૂખનો ભાર લાગે છે

મારા બે હાથોને

આંગળાંનો ભાર લાગે છે

અને આંગળાંને

નખનો ભાર લાગે છે

મારા પગને પડેલી

કરચલીનો ભાર લાગે છે

પગની પાનીને પડેલા

ચીરાનો ભાર લાગે છે

ભગવાન?

હા આવી જા મારા શ્યામ

ભાર ઉતરવાનું મારું કામ

ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' (મુંબઈ)


Google NewsGoogle News