Get The App

વાચકની કલમ .

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


દિલના અરમાન

કર્યા અરમાન દિલના રાખ જેણે

ઉડાવી હસરતોની ખાક એણે

ખબરનો'તી દગોદેશે મહૂબ્બત

બતાવ્યો હોત મારો વાંક એણે

ધવાયા લાગણીથી બેકદરની

અભિનયમાં વટાવ્યો આંક એણે

ગુલાબી નગરીના શમણાં દેખાડી

દિલને તોડી કર્યો છે રાંક એણે

સળગતી લાગણીમાં દિલને બાળી

મૂકી મીઠાશ થૈ ચાલાક એણે

વફા 'અંજાન' ચાહતની સજાથૈ

વફાનો શું કર્યો? મુલ્યાંક એણે

અ. ગફુર 'અંજાન' (પંચમહાલ)

હરિ

સંસાર તારો હરિ

વિસ્તાર તારો હરિ

વિશ્વાસ દેજે અટલ

દિલ દ્વાર તારો હરિ

તલભાર મારું નહીં

ઘરબાર તારો હરિ

સૂતો જગાડો મને

પડકાર તારો હરિ

ક્ષણ એક સરભર મળી

સહકાર તારો હરિ

પકડી 'ભરત' આંગળી

ભવપાર તારો હરિ

ભરત વાળા (ભાવનગર૨)

પ્રેમ

પામેલા પ્રેમનો

કોણ કરી શકે ઈન્કાર?

દિલના દર્દ ને તું શું જાણે સંસાર,

યુવાની ના પાગલ પ્રેમને,

હું છૂપાવી શક્યો  નહિ કિરતાર.

ઈશ્વર તને ભલ્યો નથી

ફરિયાદ તને કરી શકતો નથી.

મારા મનડાને અંતર આત્માને

થઈ પડી છે તકરાર - દિલના દર્દ...

મર્યાદા ઓળંગી ગયો છું

લક્ષ્મણ રેખા ચૂકી ગયો છું

માફ કરી શકાય નહિ એવડી

મોટી ભુલ નો છું ગુનેગાર - 

દિલના દર્દ...

કહ્યું માન્યું નહિ માતા પિતાનું

કહ્યું  માન્યું નહિ કુટુંબ પરિવારનું

દોષિત બનેલા સમાજનો

હું બની ગયો છું શિકાર - દિલના દર્દ...

મનોબળ મારું તુટી ગયું છે

આંસુંડુ ગાલે ઠેરાય ગયું છે

દિલ દઈ ને મેળવેલા  પ્રેમનો

હવે કઈ રીતે  કરું ઈન્કાર - દિલના દર્દ...

નવિનચંદ્ર રતિલાલ કાચલિયા

(ધારી)

દિલમાં દિવાળી

દીપક તો કંઈક પ્રગટી રહે

આંગણે, બારણે અને શેરીએ

એક દીપ પ્રગટયો છે દિલમાં

પિયુ તારા પ્રેમ-પ્રિતનો

ભર્યું છે પ્રેમનું તેલ દીપમાં

છલક છલક થઈ રહ્યું જેમાં

કદી ના ખૂટે તે કદી ના ઢળે

સતત પ્રજ્વલ્લિત જે બને

દીપ થકી પ્રગટી દિલની દિશા

પ્રભાત, સંધ્યા અને નિશા

ક્યાંયના અંધાકારને અવકાશ

ન ક્યાં એકલતાનો અહેસાસ

પથ પથ ચાલે મારી સંગ

સદા કરે છે જે માર્ગદર્શન

સુખના જેણે ઢાળ્યા છે છત્ર

દુ:ખને કરી દીધા છે દફન

નજરોમાં જામ દીધા છે ભરીભરી

કરી મારી જિંદગી હરીભરી

પ્રભુને કરી વિનંતી લળીલળી

રહે સદા મારા દિલમાં દિવાળી

ભારતી પી. શાહ (અમદાવાદ)

રમાડે છે

સકળ સૃષ્ટિ સૃજી સૌંદર્યમય એને બનાવે છે

કલા કારીગરી અદભૂત ને અચરજ પમાડે છે

મનોહારી કરીને શ્રેષ્ઠ સર્જન માનવી કેરું

પછી મન બુધ્ધિનું તેની ઉપર છોગું લગાડે છે

અજબ કૌશલ્યથી ઢાળ્યા જગે 

અગણિત બીબાં પણ

નથી એકેય સરખા એજ તો માયા રચાવે છે

દઈ ભોજન બધાને ભાવથી 

વિધવિધ પ્રકારોના

ધરીને રૂપ વૈશ્વાનાર સમયસર એ પચાવે છે

દઈ નિંદ્રા ભૂલાવીને સકલ નિશ્ચિંત કરતો ને

જગાડીને સવારે યાદ પાછું એ કરાવે છે

હૃદય ધબક્યા કરે દિન-રાત એ 

એની કરાત છે

રૂધિરનો સ્રોત અંગોમાં સતત 

રગ રગ વહાવે છે

જગે અસ્તિત્વ 'નટવર' નું ખરે 

એની કૃપાથી છે

રહી સાથે અહર્નિંશ એ રમે, સૌને રમાડે છે

ડૉ. નટુભાઈ પ્ર. પંડયા (ભાવનગર)

સ્નેહ વર્ષા

કાવ્ય હું રચું નામ તારું આપ

સંગીત હું છેડું

સૂર તારો ભર હૈયું મારું આપું

પ્રેમ તારો ભર

ગઝલ હું રચુ શાકી તું બન

આભ હું બનું

સ્નેહ તારો તું બન નજર હું બનું

હુશ્ન તું બન

કળીને હું ખીલવું ગુલાબ તું બન

બાહો હું લંબાવું

તું આલિંગન આપ 'સુમન' હું બનું

સુવાસ તું બન

સુમન ઓઝા (ખેરાલુ)

ગઝલ

એટલે ના આપણી વચ્ચે હવે વહેવાર છે

આપણા સંબંધમાં તો હ્રાસ પારાવાર છે

જિંદગાનીને દિશા 

સાચી મળે કેવી રીતે

સૂર્ય છે માથા ઉપર ને ભીતરે અંધાર છે

સાવ ાની વાતને કેવું સ્વરૂપ આપી દીધું

જેમ ચાળે એમ દઈએ ચાલવા-સંસાર છે

એક બે ડગલા તમારો 

સાથ ના અમને મળ્યો

તો મને લાગે ગયો એળે પૂરો અવતાર છે

બોલેલા શબ્દોનો 

પશ્ચાતાપ કરવો વ્યર્થ છે

'ચાંદ' ખામોશીની 

પાસે સેંકડો તહેવાર છે

પ્રવીણ પોંદા 'ચાંદ'

જીવનનો સાર

ભૂલા પડયા અમે પ્રેમની કેડીએ

અને નયનો શોધે છે આરપાર

તમને મળ્યાનો આનંદ અપાર

દિલથી દિલ તો ત્યાં જ મળી ગયા

મારા જીવનમાં તું છે આધાર

તમને મળ્યાનો આનંદ અપાર

લાગણીનું તોરણ દિલના દ્વારે

એમાં ભાવના ભરેલ ફૂલહાર

તમને મલ્યાનો આનંદ અપાર

પ્રેમ-પાલવમાં સ્નેહમાં સાથિયા

હેત પ્રીતના ગૂંટયાં છે એમાં તાર

તમને મળ્યાનો આનંદ અપાર

વહી ગયા હવે વિજોગી વાદળ

પ્રેમવર્ષા થઈ છે અનરાધાર

તમને મલ્યાનો આનંદ અપાર

સંસાર સાગરનો કિનારો નથી

છતાં અમારે જવું છે સામેપાર

તમને મળ્યાનો આનંદ અપાર

સાથી બની અમે ચાલ્યા સથવારે

જીવનમાં છે સુખદુ:ખનો સાર

ભગુભાઈ ભીમડા (ભરૂચ)


Google NewsGoogle News