વાચકની કલમ .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ખ્વાબો કો સતાના નહીં હૈ

ઉસકે કત્લ કા ઇલ્ઝામ

હમ પર ના લગ જાએ

ખ્વાબો કો ઈતના સતાના નહીં હૈ

હકીકત સે મહોબ્બત જતા કે

હમે ખ્વાબો કા માતમ મનાના નહીં હૈ

માના કિ ખ્વાબ હમે

કભી રાસ નહી આયે

ખ્વાબ કિ ઈસ હકીકત

સે દિલ દુ:ખાના નહીં હૈ

છલ્લી કરદે ભલે હી હકીકત દિલ કો

દિલ કો પથ્થર બનાના નહીં હૈ

દિલ કી દુ:ખતી નશ પર હાથ રખકર

હમે અલફાઝો સે હકીકત 

કો સજાના નહીં હૈ

ઉસકે....

સવિતાબેન રાકેશ સોલંકી 'શબ્દ' (વાડજ)

નિખાલસ

રહું છું નિખાલસ

બનાવટ મને ફાવતી નથી

કહું છું મોઢા પર

સમજાવટ મને ફાવતી નથી

ફરું છું કાયમ મારી મોજમાં

ટોળામાં જમાવટ મને ફાવતી નથી

રહું છું સદાય પારદર્શી

વ્યક્તિત્વની મિલાવટ

ધરમ એમ. પ્રજાપતિ 

(મગુના-લાલજીનગર)

સવાર પડી

ફૂલડાંએ ઝાકળમાં કરી સ્નાન

ઉગતા સૂરજે શરીર સૂકવી લીધાં

કોયલડી ડાળ ડાળ ગાતી ગાન

સહુને છોડવા પથારી, કહી લીધાં

સૂરજ કેરી ફરીને તે વધી શાન

ઘરઘર 'કેમ છો?' પૂછી લીધાં

જેને જેવી હતી જિંદગી કેરી 'કમાન'

એમણે એવા કામ આદરી લીધાં

સવાર પડી... સવાર પડી...

જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

રાજવી ગુલાબ..!

રંગબેરંગી પુષ્પ રાજ 'ગુલાબ'

પ્રેમનો બાદશાહ છે લાજવાબ

હૃદયની પ્રત્યેક નસનસમાં ઋજુ

પાંખડીમાં ફોરમ છે બે હિસાબ

પ્રેમનો વરઘોડો કાઢી મ્હાલતી

ફૂલરાણીના બાગ-મહેલે જનાબ

હૈયાથી સ્વીકાર-અસ્વીકારનો

મળે આજે લાગણીકેર ખિતાબ

કેટલાયે 'ઉર' થાશે દૂર

કેટલાંકનો થશે 

જનમ-જનમનો સંગમ

જોજે હૈયાનાં સ્વયંમવરે ફેલાશે

ઊર્મિ સાગરે સ્નેહલ રુઆબ

જીગરમાં તમ તસવીર અજરામર

'ગુલાબ' સત્ય બંધનનું પ્રતિક

નૈન દ્વારે વાગે ઢોલ-ત્રાસાં

પાંપણો પોખરે કૈ ગુલાબી ખ્વાબ

પ્રિય વિના ગુલાબ સુનું

ગુલાબ વિના ચમન ગુલાબ છે રબ

મદહોશ થૈ નાચશે ચંપા

જૂઈ ચમેલી નિકળશે જાન લૈ 'ગુલાબ'

વિનોદચન્દ્ર બોરિયા (મુંબઈ)

તલાસ

નજરમાં આવે છે બસ શૂલ જ શૂલ

કરી દઈ ખુશીથી તરબતર એવા

સુમનની તલાસ છે

વીતે છે રજતી વણઝાર જેવી જિંદગી

મળે છતાં મીઠી છાયડી જેવી

સદનની તલાસ છે

પ્રેમનું ગીત સદા ગુંજતું રહે કાનોમાં

ફેલાવે અહીં શું મધુર સૂર એવા

પવનની તલાસ છે

નજર પડે ને મુખડું મલકી જાય

ખિલતી કલી જેવું ખીલતું રહે એવા

વદનની તલાસ છે

ગમના અશ્રુ તો રોજ રોજ સારે છે

સદા હરખના સારે એવા

નયનની તલાસ છે

વિતાવે છે જિંદગી પૂર્ણ ચીર વિના

ઢાંકે મૌતમાં પૂરું જીસ્મ એવા

કફનની તલાસ છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

ઇન્તેહાન

જીવનમાં સારા-નરસા કર્મોની થાય

શ્રમ, મહેનતની 

ઇન્તેહાન થાય

શ્રમજીવી કિસાનની 

વર્ષા ને દુષ્કાળે જ્યાં

ઇન્તેહાન લે છે કુદરત

 આ વસુંધરાએ

જીવનનો આધાર છે 

વસુંધરા જગમાં

કુદરત ચોક્કસપણે 

પરિશ્રમીને પડખે હોય

મહેનત કસ પ્રમાણે 

ફળ આપી દે જ્યાં

ક્યારેક કુદરત થકી 

ઇન્તેહાન લેવાઈ જાય

કારકિર્દી દિપાવવા કાજે

વિદ્યાર્થી આલમે ઈન્તેહાન

નોકરી-ધંધા રોજગારીમાં 

ઇન્તેહાન લેવાય

ક્યાંક ગળા કાપ સ્પર્ધાત્મક 

સમી ઇન્તેહાન

કુદરતનો આધાર છે સારા

ફળ સ્વરૂપે જગત જ્યાં

ગીતા સાર છે સારા-નરસા

કર્મથકી ફળ વિધાન

લોકપ્રિયતા કાજે નેતા-

અભિનેતાની થાય ઇન્તેહાન

પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)

પદમણી નાર

મને ગમે તારો ચહેરો

ઓ રે પદમણી નાર

શરમનાં મારે તારાં

થાય ગુલાબી ગાલ

ઓ રે પદમણી નાર

ઓ રે પદમણી નાર

મસ્તી ભરી આંખોમાં

કંઈ જોબન ભારોભાર

જોઈ જુવાની તારી

ઉઠે દરિયામાં તોફાન

ઓ રે પદમણી નાર

ઓ રે પદમણી નાર

મનગમતી છે વેષભૂષા

શોખે સજ્યો શણગાર

આજે રૂપ તારું જોઈને

શરમાયો પૂનમનો ચાંદ

ઓ રે પદમણી નાર

ઓ રે પદમણી નાર

તારી ચંચળતા છે એવી

કંઈ મૌસમનો ભરમાર

જ્યાં આગમન થાય તારું

ચૌ દિશાઓ ખીલી જાય

ઓ રે પદમણી નાર

ઓ રે પદમણી નાર

તારું રૂપ ઘડતાં ઘડતાં

ભૂલી ગયો રે ભગવાન

ચંદ્ર સૂરજનું તેજ

સૌ તારામાં સમાય

ઓ રે પદમણી નાર

ઓ રે પદમણી નાર

મને ગમે તારો ચહેરો

ઓ રે પદમણી નાર

રામજી ગોવિંદ કુંઢડિયા (વિદ્યાવિહાર-મુંબઈ)

આકૃતિ

આથમતા સૂરજ સામે જોઈને

તું થોડી વાર રહી આથમજે

કેટલી શીતળતા છે ચંદ્ર-પૂનમની રાતની

અપાય તો થોડી આપજે

હે સાગર તારી આ ગંભીરતા

જરા મુખારવિંદમાં કંડારજે

તારી આ માણસાઈના શૂરને

હૃદયમાં રાખી છેડજે

કશું જ અશક્ય નથી છતાં પણ

શક્ય ન બન્યું તે જાણજે

દિલમાં રાખેલા સંભારણને

'શીવ' બનાવીશ આકૃતિ એક જ તારી

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)


Google NewsGoogle News