Get The App

વાચકની કલમ .

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


આશા

તેને જોઈ થયો ખુદ પર ઐત્તબાર,

તારી સુંદરતા સામે નથી 

કુદરતી સૌંદર્યની કોઈ મિસાલ.

તું છે અપ્રતિમ સર્જન ઇશ્વરનું, 

મને થયો એનો અહેસાસ,

આ જન્મમાં તું મને જરૂર મળશે, 

મને એનો છે વિશ્વાસ.

તારા ગાલોની લાલિમા જોઈ 

થયો રક્તવર્ણી રંગ ઉષાનો, 

તારા શ્યામ કેશ જોઈ શરમાઈ 

ગયા અનંત ગગનના વાદળો.

તારું સ્મિત જોઈ ઝૂમી ઉઠયા 

પુષ્પો ઉદ્યાનના,

તારા ઝાંઝરની ઝણકાર સામે 

ચંદ થઈ ગયા સૂર પવનના.

તારી કજરાળી આંખોના 

બાણથી થઈ ગયું છે, 

મારું દિલ ઘાયલ,

મારા પ્રેમનો સ્વીકાર જ કરશે 

એ ઝખ્મોને દૂર શાયદ.

કરીશ એ દિવસનો 

ઇંતઝાર મારા અંતિમ શ્વાસ સુધી,

નથી એટલી નિર્દય તું, 

મારું ભાગ્ય કે મારી જિંદગી.

ફિઝ્ઝા. એમ. આરસીવાલા (મુંબઈ)

સમતોલન

સરખા ભાગે વહેંચ્યા હરિએ,

સુખ ને દુ:ખના હિસ્સા,

ક્યારેક અતિશય હરખ તો 

ક્યારેક દુ:ખના 

ચાલતા કિસ્સા.

આને વધુ ને મને ઓછું એવું,

માનવી મનનું આકલન,

પણ ખરે તો 

પાક્કા સમુતલનથી 

ભર્યા સહુના ખિસ્સા.

લખાવી લાવ્યો લલાટે,

લાડકો કર્મફળ કેરી કરણી,

તેથી લાગે હાથ સમયના 

ક્યારેક કઠિન તો 

ક્યારેક લિસ્સા.

સ્વભાવ વળી સમજણ આ,

બદલાય વીત્યા પ્રસંગોથી,

વ્હાલના જો દરિયા મળે તો 

ખમાવાય પડે ગુસ્સા.

નસીબના ખાતાની 

ચાલે ગણતરી,

થાય સરભર સંધાય ખાતા,

કરે પરીક્ષા કાળ પણ સચવાય 

કેટલા મન તણા જુસ્સા.

પેટલ પદ્માક્ષી (પ્રાજલ) 

અંજલાવ-વલસાડ

ફિટકાર...

ફિટકીરની એરણા પર ન તપાવ મને,

કઠિન બનું તો આંખને 

ઉલાળે ઝૂલાવ મને.

જીવનમાં આવે છે તેઠ 

પળ છું ન પડકાર મને,

ચડે ઘેન જાતને તો 

ઓષ્ઠપાંદડે ઉછાળ મને.

છું સ્વાનું સ્મશ્રમ કેરું તો તું જાળવ મને,

ગમે છે તને છું એ પુરુષ 

તો દિલમાં સંતાજ મને.

વિલાઈ જઈશ કદાચ 

કાલે તો થાય એટલું દર વહાવે,

ઘડીકમાં છું ઘડીકમાં ન પણ 

હોઉં જરા સમજ.

જલા વિચારીને દિલમાં 

બેહદ જકડ તું મને,

છે ફીકર તારા 'રાહી'ને 

તારી પ્રેમ પકડતું મને.

રાહી : બિપિન વાઘેલા (ટુંડજ)

ભ્રામક

ટેરવે ઉગી નીકળતી સઘળી,

વેદનાઓ સદા સાચી હોતી નથી.

નયનોમાં ઉભરાતી અશ્રુ ઝડી,

કરુણા સભર અદા હોતી નથી...

ચેતતા રહેવું આ હુન્યવી દેખાડોથી,

રહેવું દૂર નમન કરતા સર્વે માનવોથી,

જ્યાં ચાલવા જેવું લાગે ત્યાં સઘળે,

હકીકતે તો ધરતી પણ હોતી નથી.

જસ્મીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

યાદ તારી

યાદ તારી આવે ને આંખો 

દદડવા માંડે છે,

ને તને મળવા રૂબરૂમાં તે તડપવા માંડે છે.

તે જુદાઈની પળોમાં આઇના સામે સખી,

જાતે જાતે મનમાં ને મનમાં 

બબડવા માંડે છે.

ડાયરીમાં વર્ષો જૂનો પ્રેમ પત્ર ને જોઈને,

આંખમાંતી અશ્રુની ધારા 

ગબડવા માંડે છે.

મળવાની આતુરતા 

વધતી જાય છે ક્યારેક તો,

જોઈ મુરઝાયેલ ચહેરો 

દિલ લપસવા માંડે છે.

યાદોનું ટોળું ફરે છે રોમે રોમે ને ત્યાં તો,

સાંભળી પગરવ તરત 

હૈયું ધડકવા માંડે છે.

દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)

કોણ અમને પૂછે?

અમે ખરતા પર્ણો

હવે કોણ અમને પૂછે?

અમે સૂકાતી ડાળીઓ

હવે કોણ અમને પૂછે?

અમે મૂર્છાતા મૂળિયા,

હવે કોણ અમને પૂછે?

અમે ફળો કાગને આપ્યા,

હવે કોણ અમને પૂછે?

અમે જ થડને બગાડયું,

હવે કોણ અમને પૂછે?

અમે રાહી મોક્ષધામના

હવે કોણ અમને પૂછે?

'પલક' ચેતન પરીખ (વડોદરા)

મંજિલ...

તું રાહી હૈ અકેલા, 

મંજિલ થોડી દૂર હૈ,

રખ હોંસલા બના ધ્યેય, 

હર વેદના કબૂલ હૈ.

અંતરંગ મેં નિથુદ્ર, 

ધૈર્ય તેરા મિત્ર હૈ,

ચાહ તેરી રૌલ જૈસી, 

તો રાહ ભી મજબૂર હૈ.

આપત હો યા અંધડ આયે, 

લોગ કરે ઉપહાસ તેરા,

રખ લે ઇન્હે દિલ મેં તેરે, 

માનકર ઉપહાર તેરા.

ધન-સંપત્તિના ભાવૈ, 

ઉત્કર્ષ હી હૈ મોહ તેરા,

કલમ તેરી તરવારી હૈ, 

કિતાબ સે હૈ જોડ તેરા.

'જલધિ' સી મહેનત કરતું, 

હોગા તું સફલ,

ન બના એસા તત્ત્વ, 

જો કરે તુઝે નિષ્ફલ.

- જલધિ તપોધન (ચાંદલોડિયા)

પ્રેમમાં હાર મળી છે

બચપનમાંથી ફક્ત માર મળી છે,

જુવાનીએ પ્રેમમાં હાર મળી છે.

આ વાત હું બિચારો 

થવા શામાટે કહું?

પ્રકૃતિ મને તો અપરંપાર મળી છે.

દિલ બહેલાવવા 

વૃક્ષોને પક્ષીઓ છે,

હરવા ફરવા કેવી ગિરનારી 

ધાર મળી છે.

દુ:ખોથી ડરી શા માટે  કરૃં આત્મ હત્યા?

સુખની કવિતાઓ 

લગાતાર મળી છે.

હશે ગયા જન્મોના 

એવા મારા કર્મો,

એવી ગીતામાંથી મને સાર મળી છે.

'સૂરજ' થઈ કદીએ શિત ન વળી,

આ અગ્નિ મને ભારોભાર મળી છે.

સૂરજ પરમાર (અમરેલી)

નિષ્ફળ

ભીજાવું તો હતું ઘણું,

રે! તમે વરસ્યાં નહીં...

તપ તો કર્યું હતું ઘણું,

રે! તમે તો ફળ્યાં નહીં...

બારણું ખોલ્યું ઘર તણું...

રે! તમે તો પ્રવેશ્યા નહીં...

ઘેરી નીંદે જોયું એ શમણું,

રે! તમને તોય ભાળ્યાં નહીં...

છેવટ, સજાવ્યું વન નમણું,

રે! તમે તો ટહુક્યાં નહીં...

જસમીન દેસાઈ ''દર્પણ'' (રાજકોટ)


Google NewsGoogle News