વાચકની કલમ .
પરદા હૈ પરદા
તમને શોધવા પછી ક્યાં જવું
એમ ખોવાઈ જાવ તે ક્યાથી ચાલે
સદા રાખવા છે તમોને સ્મૃતિમાં
એમ ભુલાઈ જાવ તે ક્યાંથી ચાલે
હસતું અમારે વર્તન જોવું છે
એમ વિલાઈ જાવ તે ક્યાથી ચાલે
અમારે રહેવું છે એની કાલી ઘટામાં
એમ કેશ ખુલા બંધાઈ જાય તે ક્યાથી ચાલે
નજર સામે રાખવો એ ચમકતો ચહેરો
એમ ઓઝલમાં છુપાઈ જાવ
તે ક્યાથી ચાલે
એક મંઝિલના છે આપણે હમસફર
આવે મોડને ફાંટાઈ જાવ તે ક્યાથી ચાલે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
ક્ષણનો હિસાબ
વીતેલી ક્ષણોને યાદ કરીને
બરબાદ કેમ કરો છો આ ક્ષણને....
ક્ષણમાં જીવો, ક્ષણને માણો....
ક્ષણમાં ક્ષણની કિંમત સમજો
મુઠ્ઠીમાંથી નીકળી જશે
જ્યારે આ ક્ષણ
ત્યારે પસ્તાશો એ ક્ષણે....
ક્ષણે ક્ષણનો હિસાબ કરશો તો
વેડફાઈ જશે હર હર ક્ષણ....
જીવી લ્યો જિંદગી ક્ષણે ક્ષણે....
કાલ આ ક્ષણ મળે ન મળે....
સંકલ્પ કરો આ ક્ષણે....
માણીશું હર ક્ષણને હવે
જયશ્રી પાવાગઢી 'જયુ' (સુરત)
શૈશવનાં સ્મરણો
યાદ આવે છે મને શૈશવના સ્મરણો
ભૂલાતાં નથી હવે શૈશવના સ્મરણો
નહોતી ખબર મને ભલી જિંદગીની
સમય સાથે ગયાં શૈશવના સ્મરણો
ખૂબ રમતા, મઝા માણતા, ન ડરતા
શમણા બની ગયાં શૈશવના સ્મરણો
માતાપિતાની ગોદમાં,
ભલું હતું સ્વર્ગ
હવે ના મળે રૂડાં, શૈશવના સ્મરણો
વજન વધી ગયું, આજે દફતરનું
થોડામાં ઘણું ભણ્યાં, શૈશવના સ્મરણો
આજે મળી ગયાં, મોબાઈલ કમ્પ્યુટર
બધું જ ભૂલી ગયાં, શૈશવના સ્મરણો
જોયું મધ્યાહનને,
જાણી આથમતી સંધ્યા
હવે ક્યાંથી માણીએ, શૈશવના સ્મરણો
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
વેદના દિલની
દિલમાં અરમાન રહ્યાં નથી
જીવનમાં કંઈ રસ નથી
આનંદ ઉમંગ ઉત્સાહ રહ્યાં નથી
પ્રસન્ન હું રહી શકતો નથી
આશા અરમાન રાખતો
નથી-તારા વિનાં જાણું છું હું
હતાશ થઈ ગઈ છે તું
દુ:ખદર્દમાં રહે છે તું
કંટાળાજનક જીવન જીવે છે તું
એકલી આંસુ સારે યે તું- મારા વિનાં
દુ:ખી છીએ આપણે એકબીજાનાં વિનાં
આવી જા મારા જીવનમાં
ચિન્તા કર્યા વિનાં
સતીશ ભુરાની (અમદાવાદ)
જીવવાની કળા
બહારથી હું જીવું છું
અંદરથી જીવતા શીખવું છે
અધ્ધર જીવે જીવું છું
વિસ્મય પામતા જીવવું છે
વિષાદના વમળમાં ફસાઈ
અશુભ રીતે રોજ જીવું છું
દુનિયાને નરી આંખેથી
જોઈને જીવતા શીખવું છે
દેવદાસના ચાહક બની
પ્યાલો પીને રોજ જીવું છું
ભીંતરથી નિરાશા ઉલેચી
ઉત્સાહી બનીને જીવવું છે
દવાદારૂથી દૂર રહીને
કુદરત સાથે જીવવું છે
તંદુરસ્તી કોઈ જાળવે તો
રામદેવ બની જીવવું છે
પાનખરને પલટાતી જોવા
મોસમની સાથે જીવવું છે
તારા સાંનિધ્યની પ્રેરણાથી
પરમાનંદ બની જીવવું છે
ચિંતાના વાદળો દૂર કરી
શુભ ચિંતક બની જીવવું છે
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' (મુંબઈ)
ચોતરફ
શ્રાવણમાં સરવર કરતો
ચોતરફ વિચરતો ફરતો
પંખીઓનો કલરવ દીઠો
આવે તો ખરો આવકાર મીઠો
મેહુલા સંગે સાથ મળ્યો છે
તને વળી વાટ કોની?
વરસે તું મન ભરીને તો
બાજે બંસરી સૂરતણી
ચોતરફ ખીલી ઉઠતી હરિયાળી
થાય બધે જ પાણી પાણી
હૃદય, મન થાય તાજાં
હૈયે હેતની પધરામણી
વરસતે તું અનરાધાર
તો આવું હું ભીંજવા ખાસ
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
તું અને હું
ભીંજાવાની
મજા છે કંઈ
જુદી, એ તો તું ને હું જ જાણીએ
સમય આપેલો એકમેકને જે
વર્ષામાં, એ તો તું ને હું જ જાણીએ
વર્ષાને કોરી કરીને ભીંજાયા'તા
આપણે, એ તો
તું ને હું જ જાણીએ
સમી
સાંજે લીધેલા
એ આનંદને
વાગોળવાની મજા તો
તું ને હું જ જાણીએ
રેતની જેમ હાથમાંથી સરી જતાં એ
સમયને ગુમાવવાનો રંજ પણ
તું ને હું જ જાણીએ
નેહલ રાવલ (અમદાવાદ)
ગુગલમાં નહીં મળે
મારી લાગણી તને ગુગલમાં નહીં મળે
મારી ચાહત તને ગુગલમાં નહીં મળે
મારું સપનું તને ગુગલમાં નહીં દેખાય
મારી આશ તને ગુગલમાં નહીં મળે
મારો ભાવ તને ગુગલમાં નહીં કળાય
મારો ધબકાર તને
ગુગલમાં નહીં સંભળાય
મારો વિરહ તને ગુગલમાં નહીં દેખાય
મારી યાદ તને ગુગલમાં નહીં મળે
યાદ કરવાનું મન થાય
તો હૃદયે હાથ મુકજે
ખાત્રી સાથે કહું છું ત્યાં હૃદય
તારું ધબકાર ચુકશે
'મીત' (સુરત)