Get The App

વાચકની કલમ .

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


તારા કામણ

કાળી ભમ્મર આંખો તારી

ને વળી એમાં પૂરે છે તું કાજલ

થઈ જાય છે હદથી બહાર ત્યારે

તારી નજર કાતિલ !

કરી દે છે મારા દિલને એ તો ઘાયલ !

નથી સમય એવો મારી પાસે ફાજલ

કે લટ્ટુ થઈને ફરું તારી પાછળ

હું થઈને પાગલ !

છતાં ખનકે છે હાથમાં તારી ચૂડી

ને પગમાં વળી પાયલ

નથી રહેતો હોંશમાં બિલકુલ હું

પીધા વિના ખોઈ દઉં છું મારા હોશ

કરી દે છે એવા તું કામણ !

શારદા અરવિંદ કોટક (મુલુન્ડ)

નિખાલસ

નિખાલસને 'ખલાસ' કરે છે

આ દુનિયા પોતના મતલબે

નિખાલસ માણસનો મિજાજ

અલગ હોય છે દુનિયા માટે

દોસ્તો અને દુનિયાનો વહેવાર

અલગ હોય છે બધા માટે

નિખાલસ આંખો નથી જોઈ શકતી

કપટ ને ચાલાકી જગતની

સુંદર દ્રષ્ટિને સુંદર લાગે દુનિયા

જોવાનો અંદાજ અલગ હોય છે

દરેક વખતે જોવાનું નહીં

પરંતુ શીખવકાનું પણ હોય છે

નિખાલસ માણસે જ

શિખવાનું જ હોય દરેક વખતે

નિખાલસ માણસને 'ખલાસ' કરે છે

આ દુનિયા...

મુકેશ ટી. ચંદારાણી (મીઠાપુર)

મા

માનાં કપાળે ચાંદલો

એવો સૂરજ જોતો આકાશે

સવારે

જાણે કોયલનો ટહુકો

રોજ મા મને ઉઠાડે ત્યારે

સવારે

ઠંડો, મીઠો સ્પર્શ માનો

જાણે લહેરાતો પવન

મા મને તૈયાર કરે ત્યારે

સવારે

અમીભરી નજરેથી જોયાં કરે

મા મને

હું શાળાએ જતો ત્યારે

સવારે

આવે આ પળ યાદ

હું તસવીર જોયાં કરું

મારી માની જ્યારે ત્યારે

સવારે

પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)

વીતી જિંદગીની (ગઝલ)

કાલ તારી આયુ વીતી જિંદગીની

નાવડીયે કાલ  ડૂબી જિંદગીની

આવનારી શું ખબર આંખો નિહાળે

જાત સાથે મેળ ખાતી જિંદગીની

હોય પ્યારી હોય 

સારી પ્રેમભાવી

રાખને તું વાત પૂરી જિંદગીની

કોણ બેલી? 

આજકાલે કોણ પૂછે?

રૂપરેખા કોઈ દીઠી જિંદગીની

ખ્યાલ ના કર 

સાવ સામે આયુ તારી

જાણકારી હાલ કીધી જિંદગીની

આંખમાં તારી રહે તો ફાયદો છે

ને જવાની કામિયાબી જિંદગીની

પાસમાંથી નીકળી જાવેય 'સાવન'

માહિતીમાં નોંધ સીધી જિંદગીની

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

સંસાર

સ્વભાવ છે સંસારનો

સદા દુ:ખ આપી જે જાણે રે

ચક્રવર્તીના લેશો ભોગવીને

આનંદી તેનાં થાવે રે

પછી દુર્ગતિમાં 

જવું પરેશાની

સતાવે રે - સ્વભાવ

રસીલી શેરડી પીણાય ને

ચગદાય છે સુમનો

ભોગો સંસારના ભોગવીને

સંસારમાં રખડવું રે - સ્વભાવ

સ્વભાવ કારેલાનો કડવો 

સાકરે મીઠો ના થાવે

કડવાશ ભરેલા સંસારને

મીઠો જાણી 

ના ફસવું રે - સ્વભાવ

મદ ઝેટે ગજગંદ સ્થાને

મહોન્મત્ત એ થાવે

સંસારે કામ ભોગોમાં રમતાં

લીન થઈ ના 

હસવું રે- સ્વભાવ

લીંબડાનો રસ રહે ખાટો

મધુર કદી ના થાવે

સંસાર છે ના શાંતિ સરિતા

દુ:ખદાયી જ 

સમજવું રે - સ્વભાવ

થોરના વગડામાં જો જવાય

કંટકો ત્યાં સતાવે

લઘુગોવિંધ સંસાર રાહે

વિષય-કષાયે ના ફસવું રે - સ્વભાવ

ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)

 નકાબ

ખબર નથી ઊડવાની ક્યારે આવે ઘડી

પાંખોને જરા પસારીને રાખો

નજર ન લાગે લાજવાબ હુસ્નને

ઘુંઘટને ચહેરા પર ઉતારીને રાખો

દિલના મંદિરને સૂનું રાખોમાં

પ્રેમનો એમાં એક પૂજારીને રાખો

સંબંધો બધા સુધારીને રાખો

ને ન બગડે એની તકેદારી રાખો

મણિલાલ ડી. રુઘાણી (રાણાવાવ)

હકીકત

અંદરથી ડંખતું હોય છે એ

જે જલદી બહાર આવતું નથી

આમ રોજનું તારું આવું જીવવું

સાચું કહું મને ફાવતું પણ નથી

કર્મના ચોપડે છોને બધું લખાતું

હું તો લખું તારે હૈયે પ્રીતનો લેખ

આવ નજીક, દૂર ના જા, કહે તે લખું

ચાલ્યુ ંછે યુદ્ધ વરસોથી આપણા વચ્ચે

જોઈએ હવે કોણ જીતે છે તું કે હું?

કૃષ્ણ અને રાધા વચ્ચે થયું પ્રેમયુદ્ધ

રાધા જીતી ગઈ ને કૃષ્ણ કૂણા પડયા

નાથ્યો'તો કાળીનાગ નાગધરાનો

સુમન! તે તો નાથી દીધો મને

તું મારો ને હું તારી, બંધને બંધાયાં

સુમન ઓઝા (ખેરાલુ)

આજના સમયની વાસ્તવિક્તા

મોટા ઘર પણ પરિવાર નથી

વધુ અભ્યાસ પણ શિષ્ટાચાર નથી

મોંઘી દવા પણ હેલ્થ નથી

ચાંદ પર જવું છે પણ

પાડોશીની ખબર નથી

કમાણી વધારે છે પણ સુકુન નથી

બૌધ્ધિક સ્તર ઉચું પણ ભાવના નથી

પ્રેમસંબંધ ઘણા પણ સાચો પ્રેમ નથી

દારૂ વધારે પણ પાણી નથી

ઘડિયાળ મોંઘી પણ સમય નથી

માણસો તો ઘણા છે, પણ

કહે 'ધરમ' માણસાઈ નથી

ધરમ મગનલાલ પ્રજાપતિ (મગુના)


Google NewsGoogle News