વાચકની કલમ .
ઓ પ્રેમની દેવી
બહુ જ યાદ કરું છું રે ઓ પ્રેમની દેવી રે
મળવા ચાહું છું વહેલી તકે તમોને રે
ભલા રે કેમ મેળ ખાતો જ નથી રે
કેવી તો બલહારી છે કેમ સમજાવું રે
ફરિયાદ પણ કોને જઈને કરું રે
સદાય મારા ઘરના દ્વાર ખુલ્લા છે રે
આંસુ સરી પડે છે
તમારા યાદની વણજારમાં રે
ક્યારેક આ દુનિયા છોડવી જ પડશે રે
વહેલી તકે મળશો તો
ફળીભૂત ઇચ્છા રે
કુદરતને પણ પ્રાર્થના કરું છું રે
ઓ પ્રેમની દેવી નજાકાત
તમારી યાદ છે રે
અનોખી છે જે દિલમાં
જડી ગઈ છે રે
દિલ મારું દુભાઈ રહ્યું છે તે જાણો રે
જાગૃત છે તનમનની ભાવના સદાય રે
અરજ છે યાદો મારી એળે ન જાય રે
જયંત સદાય તમારા ઇંતજારમાં છે રે
જયંત વોરા
કુદરતની મહેર
પર્વતના આ ખાડા-ટેકરા
છતાં લીલી નાઘેર છે
પહાડોનાં આ કોતર વચ્ચે
ભોળા શંકરની મ્હેર છે
ખરબચડી આ ભૂમિ પર
કુદરતની મીઠી મ્હેર છે
નાની મોટી આ ટેકરી વચ્ચે
ઝરણાંની વણઝાર છે
રંગબેરંગી પક્ષીઓનાં
કલરવનો રણકાર છે
ખરબચડી આ ભૂમિ પર
કુદરતની મીઠી મ્હેર છે
કોયલ-પપીહા તેતર બોલે
મોરનો ટહુકાર છે
ગાય-ભેંસોનાં
ભાંભરડા ને
ગોવાળોનો પડકાર છે
ખરબચડી આ ભૂમિ પર
કુદરતની મીઠી મ્હેર છે
અબાલ-વૃધ્ધ સૌ કોઈ આવે
આનંદ એને અપાર છે
'બાબુલ' કહે આ કુદરતની
કળા અપરંપાર છે
ખરબચડી આ ભૂમિ પર
કુદરતની મીઠી મ્હેર છે
બાબુભાઈ ડી. મકવાણા 'બાબુલ' (ભાવનગર)
એકલતા
દુનિયામાં આવીએ છીએ એકલા
અંતે મૃત્યુ વેળા જઈ એ પણ એકલા
છતાં માનવીને સતત
કોરી ખાય છે એકલતા
માનસિક રીતે તણાવ ઉત્પન્ન થાય
શારીરિક બિમારીઓની શરૂઆત થાય
તેના જડમૂળનું મુખ્ય કારણ છે એકલતા
સમસ્યાઓનું નિરાકરણ ના મળે
જીવન જીવવામાં હવે રસ ના પડે
સતત દુ:ખની લાગણી
અનુભવે છે એકલતા
નકારાત્મક વાતાવરણનું સર્જન કરે
આત્મવિશ્વાસ અને હિંમત તૂટવા લાગે
ખુદમાં અવિશ્વાસ જગાવે છે એકલતા
ક્યારેક પોતાની શક્તિઓ ઓળખે
ક્યારેક પોતાની આવડત છુપાવે
પોતાની લાગણીઓને
અંદર જ દબાવે એકલતા
ના કંઈક શીખવાની કે
જાણવાની ઇચ્છા થાય
ના કોઈ સગા કે ના કોઈ મિત્ર થાય
લોકોથી તમને દુર કરે છે આ એકલતા
રાવ ભાવિની 'મન'
સ્નેહની સરિતા
એક ઈશારે તું મળવા આવે મને
સમયસર આવવું એ મુલાકાત ગમે મને
મિલનની એ ક્ષણને
બસ માણવા મળે
તારા નાજુક હોઠનો સ્પર્શ થાય છે મને
જ્યાં તારી 'હા'માં મારી 'હા' ભળે
આંખોમાં સ્નેહની જાણે સરિતા વહે
સમજુ છું એટલે જ આજે રહ્યો છું સાથે
જ્યાં દૂરથી નિહાળી લઉં છું તને
મિલનની એ ક્ષણ ના ભૂલાય હવે
બસ... તારી ખુશીમાં મારી ખુશી ભળે
તારા દિલમાં સમાઈ જવું છે મારે
'આકાશ' મોજથી
જીવવું છે તારી સાથે
કિરણ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
તુટી હુઈ ડાલી કા ફૂલ
બારબાર કહતે હૈ હવા કે જોકે સે
ઊડતી હુયી ધુલ
દુનિયા માને ના માને?
તું હૈ તુટી ડાલી કા ફૂલ
ગુજરતી રાહો પે
તું ખડા હૈ બહાર આતી હૈ
ચલી જાતી હૈ
તુજે છુ કર ખુશ રખને કી
ક્યું કરતાં નહિ ભૂલ?
ઋઠી હુયી કિસ્મત કી તું
એક કવિતા બન ગયા હૈ
કોઈ ગાતા હૈ કોઈ નહિ ગાતે
આશાઓ કી રાહો પે
રાહ દિખાને વાલી બત્તી હો ગઈ ગુલ
મઝધાર મેં ફસ ગઈ હૈ
તેરી જીવન નૈયા
માજી આગે બઢાયે ના બઢાયે
કિનારે તક પહુંચાને વાલે
હોકાયંત્રને ક્યુ નહિ કિયા કબુલ?
અરમાનો કા સુરજ ઉગને સે
પહેલે અંધેરા ક્યું છા ગયા?
કદમ તેરા આગે બઢે ના બઢે?
ભિષણ ઝંઝાવાત કી બેલા જો
તેરે રોમરોમ કી ખુશીયાં કી
ખુશ્બુ લેકર ઊડ ગયા ફૂલ
નવિનચંદ્ર કાચલિયા (નવસારી)
પ્રતિક્ષા બાલમની
મઘમઘતા ફૂલડાની ફોરમ લઈ
આવ્યો છે ફાગણ વસંતમાં
હું તો દ્વારે ઊભી જોઉં
તમારી વાટ વાલમજી
વહેલેરા વતન પધારો
મારા વાલમા
નવપલ્લવિત વૃક્ષો
દિશે નવોઢા સરીખા
ઉપવનમાં ખીલ્યા છે
રંગબેરંગી પુષ્પો
સાથે ખીલ્યા છે અનેરા પ્રેમ પુષ્પો
દિલમાં તમારા સમાઈ જવાનું
મન થાય વાલમજી
વહેલેરા વતન પધારો મારા વાલમા
મને હોળી રમવાના મનમાં
ઘણા કોડ પ્રીયે
રંગીદો ગાલ મારા ખોબે ભરી ગુલાલથી
ભીંજવીદો તનબદન કેશુડા રંગથી
મારે હૈયે ઉમંગના મારા વાલમજી
વહેલેરા વતન પધારો
મારા વાલમા
શ્યામ સંગ ખેલે છે રાધા હોળી ફાગણમાં
આપણે ખેલીશું બારે માસ પ્રીતમજી
પલપલ કરું છું પ્રતિક્ષા તમારી વાલમજી
વહેલેરા વતન પધારો મારા વાલમા
કેશવ ત્રી. મેવાડા (અમદાવાદ)
મિલન
તરસ્યા જુવાનને તમે
કુંવા કાંઠે પનિહારી બની મળ્યા
દર્શનાભિલાષી જુવાનને તમે
મંદિરમાં દર્શનાર્થી બની મળ્યા
થનગનતા જુવાનને તમે
મેળામાં મહેરામણ બની મળ્યા
કલાકાર જુવાનને તમે
નાટકમાં સ્ત્રી પાત્ર બની મળ્યા
કૃષ્ણ રૂપી જુવાનને તમે
ગોકુળમાં રાધા બની મળ્યા
દર્દી રૂપી જુવાનને તમે
દવાખાને પરિચારિકા બની મળ્યા
વિરહના જુવાનને તમે
પ્રેમી પરિણીતા બની મળ્યા
વિષ્ણુકુમાર એમ. પરીખ 'ભગત'
વાદલડી
આવને વાદલડી જરા વરસી જઈએ
ચાતકની પ્રતિક્ષાનો જરા અંત લાવીએ
વધામણાં લેવા આતુર
બન્યો આ કલરવ
તો તારા પાલમાં જરા ઝબોળી લઈએ
લીલીછમ ઓઢણી
ઓઢવી છે આ ધરાને
તો આવ જરા જાજમ પાથરી દઈએ
આવને વાદલડી જરા વરસી જઈએ
ડુંગરાને તૈયાર થવું છે સજીધજીને
ઝરણાંને પણ વહેવું છે ખળખળતા નાદે
આ નવોઢા પણ થનગની
રહી છે પિયુની વાટે
તું આવે તો જરા ટહુકો કરી
બોલાવી લઈએ
આવને વાદલડી જરા વરસી જઈએ
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)