Get The App

વાચકની કલમ .

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


નારી...

સીતા, રાધા રાની હું મૈં, 

યાદ રખ કાલી હું મૈં,

અસમર્થ ન સમજ મુઝે, 

નારી કે રૂપ મેં દેવી હું મૈં.

સીતા સી મર્યાદા, 

તો દુર્ગા સી શક્તિ હું મૈં,

મત લલકાર મુજે, 

નારી કે રૂમ મેં દેવી હું મૈં.

જ્ઞાાનદાત્રી સરસ્વતી હું,

તો અસુર સંહારીણિ ચંડી હું,

બના રખ મેરી પ્રતિષ્ઠા તું, 

નારી કે રૂપ મેં દેવી હું મૈં.

ઝાંસી સે ફિરંગી ભગાએ, 

છબીલી ભી થી એક મહિલા,

કોમલ ના સમજ થોદ્રા હું, 

નારી કે રૂપ મેં દેવી હું મૈં.

ખિલજી કી ન હુઇ પદ્માવત, 

જૌહર કિયા સ્વીકાર,

અભયા હું મેં નિર્ભાયા હું, 

નારી કે રૂપ મેં દેવી હું મૈં.

કમજોર ન સમજ મુઝે, 

આઝાદ સી 'જલધિ' હું મૈં,

નારી તો હૈ વસુધા કા ગહના, 

નારી કે રૂપ મેં દેવી હું મૈં.

તપોધન જલધિ (ચાંદલોડિયા)

'મને નહીં ફાવે'

ભલે રહેવું પડે મારે એકલું

નથી રહેવું દગાખોર સાથે

મારા મનમાં 

ભર્યા દીનઇમાન

કોઇ કપટ કરે તો નહીં ફાવે.

હું તો ભોળો બનીને

ભક્તિ રે કરું

સદાય લેવું હરિનું નામ

કોઇ લંપટ સાથે નહીં ફાવે

મેં તો એશો આરામ

સર્વત્યજી દીધાં

નથી પહેર્યો ભગવો ભેખ

કોઇ ખોટું કરે તો નહીં ફાવે

મેં તો સંસારની

પણ માયા મેલી

કોઇ અંગત નથી મારું

દુશ્મન બને તો નહીં ફાવે

મે કર્મ વચનથી

વૈરાગ્ય ધર્યા

ભલે મળેના મને કોઇ

પણ પ્રભુ વિના નહીં ફાવે.

માતાએ ઝાલ્યો છે કર,

ચાલવું સત્યના માર્ગે

 તે લઇ જશે કૈલાશ ધામે

મને આ દુનિયા નહીં ફાવે

રામજી ગોવિંદ કુંઠડિયા (વિદ્યાવિહાર)

ચાહત

થયું ગુલ કલી મટીને

તોય  ન કોઇ સુવાસ આવી

ન કોઇ વાટ- ન ઇંતજાર

નજરમાં ન કોઇ આશા આવી

ન પીગળ્યું કોઇનું જિગર

ન આંખોમાં કુમાશ આવી

ન કોઇની યાદ આવી

ન  નયનમાં ભીનાશ આવી

લાખ કોશિશ પણ શું કરીયે

ચાહત ન કોઇની રાશ આવી

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

સહિયર

સહિયર તારા સાથમાં આવે અનેરી મજા

જો તું ન હોય તો લાગે મને સજા

મંગળવારે સવારે મૂડથી ઊઠી જવાય

રાહ જોતાં જ પેપરમેન આવી જાય

સફાળા ઊભા થઇને સહિયર ખોલાય

વાંચકની કલમે નજર ઉભરાય

ખુશીઓની સમદંર 

નામ જોતાં જ લહેરાય

ફટાફટ આંખો સામે કૃતિ વંચાય

આખા દિવસનું સ્ટેટસ મુકાય

આવેલા મેસેજનો રિપ્લાય અપાય

એટલે જ મંગળવારે મને જરા ફાંકડું થાય

પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

આગમન

પરિચિત છે રસ્તો છતાં અજનબી છે,

જરૂર આપના ઘર તરફની ગલી છે.

નજર આપની શું ગગન પર પડી છે ?

સિતારે સિતારે નવી રોશની છે.

કે નહોતો કદી ખ્યાલ સપનેય આવ્યો,

મને આજ એવી ઘડી સાંપડી છે.

કરું શું હું વર્ણન અદાની અદા પર ?

કે બાકી જ્યાં કરવી રહી શાયરી છે.

છુપાવી રહ્યો 'ચાંદ' શરમાયને મુખ,

જરૂર આપના આગમનની ઘડી છે.

પ્રવીણ પોંદા

એવું ઘર હોય

વિશ્વાસના પાયાને ભીંત હોય,

એવું મારે એક નક્કર ઘર હોય.

પરિવારના ચહેરા પર સ્મિત હોય,

બારણામાં  ગુંજતું મધુર ગીત હોય.

બારણે રિદ્ધિ-સિદ્ધિનું તોરણ હોય,

શ્રદ્ધા-વિશ્વાસનો રૂડો મોભ હોય.

ધર્મ પ્રેરિત અમારું આચરણ હોય,

વ્યવહારનું આદર્શ ઉદાહરણ હોય.

સંતાન સુખનું સામ્રાજ્ય હોય,

સંસ્કાર અને ચારિત્ર્યનું ચણતર હોય.

મારું ઘર એવું વિશ્વમાં અજોડ હોય,

કહી શકું જગને હું 'હેપી હોમ'.

સુમન ઓઝા (ખેરાલુ)

અંતે સાથે શું લઇ જાશો

આવ્યા તેવા ખાલી જાશો 

અંતે સાથે શું લઇ જાશો

ધર્મ કર્મ સિવાય બોલો 

અંતે સાથે શું લઇ જાશો

ઘરમાં છે રાસરસીલો 

નીજ વાહને કાપે મંઝીલો

અંતે સાથે શું લઇ જાશો

પદવી મળી છે મોટી પૈસા 

માટે કરી નીતિ ખોટી

અંતે સાથે શું લઇ જાશો

ધન ધરાને ધાન્ય પામ્યા 

રૂપવંતી નાર પામી ફાવ્યા

અંતે સાથે શું લઇ જાશો

પુત્રને પરિવાર ગમતા 

વાનગી વિવિધ જમતા

અંતે સાથે શું લઇ જાશો

લઘુગોવિંદ જેવું કરું 

કરમ કાપશે એવું જ વયે

અંતે સાથે શું લઇ જાશો

લઘુગોવિંદ (કલ્યાણ)

શું કહેવું?

સંબંધોનું શું કહેવું?

ઘણા યાદ રહે ને 

ઘણા ભુલાઈ જાય છે

અશ્કોનું શું કહેવું?

ઘણા સરી જાય છે ને 

ઘણા સુકાઈ જાય છે

જખમોનું શું કહેવું?

ઘણા વકરેને ઘણા રુઝાઈ જાય છે

મુખડાનું શું કહેવું?

ઘણા માયુસ હોય ને

ઘણા મલકાઈ જાય છે

સમય આવે ને

અહીં ઘણું બદલાઈ જાય છે

લાગણીનું શું કહેવું?

ક્યારેક એક બુંદ ન મળે

ક્યારેક છલકાઈ જાય છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

નડે છે...

દરેક જગ્યાએ તફાવત નડે છે...

મને મારી ઇમાનદારી નડે છે.

પોતાનાથી ઉપરવટ 

જઇ શકાતું નથી...

અને અંતે તો તેજ નડે છે.

બધા ફળ કિસ્મતને 

આધારે નથી હોતા,

ઘણીવાર પોતાની 

દાનત પણ નડે છે.

જોવા બેસીએ જો ઇતિહાસ તો

કે આખરે તો 

એક અંગત નડે છે !

હજુ પણ સત્ય સ્વીકારી લો

અને નહીં તો કહી દો 

નશીબ નડે છે !

સોનું જેમ તપે તેમ નિખરે છે ,

છતાં હજું કોઇ વારસાગત નડે છે !

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)


Google NewsGoogle News