Get The App

વાચકની કલમ .

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ઓળખે છે 

ઓળખે છે મને જગત અને

કુદરત પણ મને ઓળખે છે

નજરનો દ્રષ્ટિકોણ બદલો

મને ભગત પણ ઓળખે છે

કાંટાનો સ્વભાવ છે ડંખવાનો

ફૂલોને સૌ ગુણોથી ઓળખે છે

વિંધાય છે શરીર આ ફૂલોનું

વિશ્વ ફૂલહારને ઓળખે છે

બળે છે ઘી અને વાટ છતાં

સૌ બળતા દીવાને ઓળખે છે

ચાંદની ખીલી છે સોળ કળાએ

છતાં સૌ ચંદ્રને ઓળખે છે

સમજણની વાતો છે નિરાલી

આ સમજને કોણ ઓળખે છે

સમય બળવાન છે હંમેશા

માનવી સમયને ક્યાં ઓળખે છે

ભગુભાઈ ભીમડા (ભરૂચ)

કોઈ નહીં સમજે

કોઈ નહી સમજે દર્દ તમારુ

હવે તો દરેકને પોતાની જ પડી છે!?

ખૂણો શોધીને રડી લેશો

વેદના ને 'વાચા' આપશો તો

'ઘવાઈ' જશો 'વગોવાઈ' જશો!

'બોલેલું'ને 'લખેલું' પાછું ખેંચાતું નથી

દિલનું દર્દ દિલમા જ રાખશો બની શકે બીજાનું દર્દ  તમારાથી મોટું હશે?!

દિલમાં આવેલ બોલી જશો તો પસ્તાવવું પડશે યાદ  રખાશે બોલેલા શબ્દો! 

પ્રેમથી કોઈ સમજતું નથી ને

તમારું સ્મિત બહુ ઓછા જોઈ શકસે

તમારા કહેવાતા જ તમને 'ઉઘાડા' પાડશે

મારે દર્દ દબાવીને જ રાખશો

બીજા પાસે દિલ ખોલતા 'ભારે' થશો

'હળવા' થવાની આશા છોડી દેશો

લાગણી ને વિશ્વાસ વિચારીને રાખશો

કોઈ નહીં સમજે દર્દ તમારું

માટે જ 'ઈશ્વર'નું સ્મરણ કરતા રહેશો

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

સત્યનો સૂર્ય

ભલે! ઘોર અંધકાર આવે

આવે આંધિ કે તૂફાન ભલે!

પથ તારો હોય આગ ઝરતો

ડગમગે ધૈર્યના ડગર જ્રે

'સત્યનો સૂર્ય' 

ઝળહળે આકાશમાં

સમયના સગપણ સ્વાર્થી સાવ

મુખડુ મલકે સુખના દર્પણમાં

લોભ લાલચના તોરણ બધા

નથી રહેવાના કાયમ સદા

સત્યનો સૂર્ય 

ઝળહળે આકાશમાં

ઉઘાડો પડયો કારભાર તારો

શ્વાસ છેહ કરશે ત્યારે

બોજ તારો બધો બમણો થશે

કર્મથી કાયા હવે ઊજળી હશે

સત્યનો સૂર્ય ઝળહળે આકાશમાં

બધો હિસાબ અકબધ રાખ્યો

જિક્ર થશે 'નિશીથ' રબ અદાલતે

ચઢતો ગયો નશો મદિરાલયમાં

નશીલી શામ હળે ઢળતી ગઈ

સત્યનો સૂર્ય ઝળહળે આકાશમાં

ચૌધરી નારસિંગ આર. (સુરત)

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે

તન મનમાં તરંગો ઉઠે

આંખોમાં સપના સર્જાય

હૈયામાંથી હેત ઉભરે

ઉર્જાઓ પ્રફૂલિત થાય

તો સમજો કોઈની સાથે

તમને પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે....

દિવસ લાગે રૂડો રૂડો

સંધ્યા ભલી રળિયામણી

ડૂબતો સૂરજ વ્હાલો લાગે

જાણે પૂનમની રાતલડી

તો સમજો કોઈની સાથે

તમને પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે....

નવા નવા વસ્ત્રો પહેરી

વારે વારે અરિસો જોવો

ઘરમાં રહેવું ગમે નહીં

મિત્રો જોડે બહાર ફરવું

તો સમજો કોઈની સાથે

તમને પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે....

કુદરત ઉપર પ્રેમ જાગે

સપના જેવો સંસાર લાગે

માનસપટલ પર કોઈ ડોકાય

દિલમાં તેના ધબકારા સંભળાય

તો સમજો કોઈની સાથે

તમને પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે

રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ)

દિલકત નથી મને 

કોઈ ગુનો કર્યો નથી 

તો યે કેમ વાટ પકડી

કોઈ દિલકત નથી મને

ગામ-પરગામની 

ચાહના છે મારી અવિરત

સજ્જનતાનો બદલો લઈ બેઠી

સારા જીવનના સંબંધોમાં અલિપ્ત રહી

કોઈ દિલકત નથી મને

સંસાર સાગરનો સાર 

સમજવો સહેલો નથી

તું જેવી હોઈશ એવી રહીશ

કોઈ દિલકત નથી મને

સમજુ હતી એટલે આ શિલા દિયા મને

કોઈ દિલકત નથી મને

પરેશ જે. પુરોહિત (રણાસણ)

એ બહાનું (ગઝલ)

ફળે ક્યાંય પ્યારું ઘુમાવે મજાનું

અહીંથી તહીમાં થવા દે થવાનું

કિરણ તો કદાપી બતાવ્યું નહીંને

ઉજાસે રહેજે નિભાવે દયાનું

મળે તો કહેતાં કહું ને કશીયે

કહાની, દુભાવી અહીં તો જવાનું

કિસ્મતે ચણી છે સમસ્યા જ દંભી

ગળે કેમ ઉતારી શકે એ બહાનું?

વિસ્ફોટક બનીને ચક્રાવો હજી તે

લડે કોઈ જ્યાંથી જ સીધી રજાનું

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

'મા'

ભલે મખમલી શૈયા નહોય

પણ માથુ ઢાર્યા ભેગુ હાશ થાય છે

સ્વર્ગની અનુભૂતિ તો કરી નથી

પણ 'મા'ની ગોદમાં ઈનો 

અહેસાસ થાય છે

બારે મહિના ખીલતો રહે છે

બાર માસી ફૂલ જેવો છે 

મારી 'મા'નો પ્રેમ 

શિક્ષણ આપનાર

શિક્ષક અભણ હોય એવી કોઈને

કલ્પના પણ ન આવે પણ

મારા પરિવારનું સારા સંસ્કાર 

ચિંતન કરનારી

મારી 'મા' સાવ અભણ હતી

નિશાળનું કોઈ દિવસ 

પગથિયું ચડી નહોતી 

જિંદગી આખી

આખા પરિવાર માટે

જલતી રહેતી 'મા'ને

'મોમ'નું સંબોધન 

કરવું કઈ ખોટું નથી

કોણ હવે મમતા ભર્યા હાથ મારા

માથા પર હેતથી ફેરવસે

કે જીવતી જાગતી 'મા' તો હવે

તસવીરમાં સમાઈ ગઈ

મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

સારું લાગ્યું હોત...

જતાંજતાં થોડી મુશ્કરાહટ વેરી હોત,

ને યાદોનો થોડો પાલવ ઢાળ્યો હોત.

... તો સારું લાગ્યું હોત.

દિલ વિવાદિત લાગે છે 

તમારા ગયા પછી,

થોડું ઘણું થંભીને ગળે મળ્યા હોત,

... તો સારું લાગ્યું હોત.

આતો એહસાસ છે 

હૃદયનાં સરનામાંનો,

સાથે મળી એક મંઝીલે પહોંચ્યા હોત,

... તો સારું લાગ્યું હોત.

ઘુંટડા પીવા પડે છે, બે ઘડી શ્વાસનાં,

એક સામટો નજરોમાં 

ઉતારી લીધો હોત,

... તો સારું લાગ્યું હોત.

'રાહી' શર્તક્યાં મુકી હતી 

સંબંધો તોડવાની,

બસ હૃદય થી હૃદય જોડતો 

સેતું બન્યા હોત,

... તો સારું લાગ્યું હોત.

વિજય તડવી 'રાહી'

(આમરોલી, જી.છોટા ઉદેપુર)


Google NewsGoogle News