વાચકની કલમ .
ફરી બાજી સુધરી શકે
કેટલી તું સાચી છે
એ દુનિયા આખી જાણે
છે તું નારી એટલે
કોણ તારું ઉઘરાવે
બધી જ વાતમાં બસ
તારું જ ચાલે
ઘરવાળાને તો તું
વારે ઘડીયે તતડાવે
વહેવારું વાત તને
કરતાં ન આવડે
વળી, સાચુ-જૂઠું તો
તું છાશવારે કરાવે
ગલી-પાદરે મોટી વાતો તું કરે
થશે તો પર્દાફાશ
એવી બીકે તું ડરે
દુનિયા એ તો દર્પણ છે
એ બધું તું જાણે
સાચું-ખોટું કરવા
તોયે બધાને તું લાવે
ભણેલી, ગણેલી પોતાને
ચાલાક તું માને
તું પ્રકાશે પોત એટલે સૌ કોઈ જાણે
સજ્જન માણસની
સલાહને તું ટોકે
સ્વાર્થીજનોનો તું તો
સંગ ના છોડે
ખોટું થાય છે મારીથી
જણાવે છે અંતર આત્મા તને
પણ, ભૂલી છે તું ભાન
તને કોણ સમજાવશે હવે
નારાજ છે સ્નેહીજનો
એ બધી ખબર છે તને
કુસંગના પાપે
નશો અહંકારનો રાખી તું ફરે
કોઈને માફ કરતાં કે માફી
માગતા તું શીખી જા હવે
જો ત્યજીશ 'હું' પદ તું
તો ફરી બાજી સુધરી શકે
પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ (કંચનપુર)
અલખ ચામુંડ માતનો
નત:મસ્તક થઈ પાય પડું
મા તારી મમતાથી હાર્યો
તારા હૈયાની હૂંફ સિવાય
ક્યાંય મળ્યો નહીં છાંયો
સુખ કદીએ જોયું નથી
પણ દુ:ખો પહાડ જેવા
કોમળ દિલ પર કોઈએ
ઘા પથ્થરનો માર્યો
નથી કોઈની પરવાહ મને
સૌ બંધન તોડીને આવ્યો
મા કાયામાં માયા તારી
તારી મમતાએ બોલાવ્યો
નિત્ય તારું સ્મરણ કરતાં
વેષ ભજ્યો ત્યાગીનો
એવાં તું આશિષ આપજે
કોઈ મારગ રોકે ના મારો
અસહ્ય પીડાઓ ભોગવી
તારી કરુણાંએ જગાડયો
માડી તારા મંદિરયે
મેં એક દીવડો પ્રગટાવ્યો
અંગે અંગમાં ભક્તિ પ્રસરી
તારો સાદ મને સંભળાયો
હે 'ચામુંડ' મારી માત રે
મેં અલખ તારો જગાવ્યો
રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ)
ફૂલ
ફૂલ છે ગુલાબનું
ચમેલીનું નઈ
પ્રેમ છે તારી સાથે તારી
સહેલી સાથે નઈ
દિવાનો છું તારો રૂપ
જોઈને તને જોઈને નઈ
વરસાદમાં ભીંજાઈસ
તો તારી સાથે
તારી ઘટા સાથે નઈ
ચાંદની ખીલી છે તારા રૂપમાં
તન-બદનમાં નઈ
તારા જોયા છે, તારી આંખમાં
નેળમા નઈ
નથણી પેરાવીશ તો
તારા નાકમાં કાનમાં નઈ
વેણી બાંધીશ તો તારા
અંબુળામાં વાળમાં નઈ
ભાવેશ ડી. વસવેલિયા (રાજકોટ)
મોબાઈલ ફોન
ગમે ત્યાં ગમે ત્યારે વાગે છે મોબાઈલ
ભલભલાને દોડતા કરે છે મોબાઈલ
હાથમાં રમતું નાનકડું
રમકડું લાગે છે
અજાયબી ભર્યું યંત્ર
લાગે છે મોબાઈલ
નથી ટેકો, નથી વાયર કે કોઈ સહારો
છતાંયે રાતદિવસ રણકે છે મોબાઈલ
મન પસંદ અનેક
વિવિધતા એમાં છે
દેશ વિદેશની માહિતી
આપે છે મોબાઈલ
ઘરમાં કે બહાર, ઓફિસમાં કે વિદેશમાં
સૌને ખૂબ ઉપયોગી લાગે છે મોબાઈલ
ફિલ્મી ગીતો કે ક્રિકેટ
માટે ખૂબ મઝાનો છે
વિવિધ રાગમાં
અદાથી વાગે છે મોબાઈલ
ઉપયોગી છે, સમય અને પૈસા બચાવે છે
નાના મોટા કે વૃધ્ધોને ગમે છે મોબાઈલ
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
ગઝલમાં બીજુ શું હોય?
જેમાં જોકે ચઢેલો દિવસ ને
ઊંઘવા મથતી રાત હોય
ને જેમાં સપનાઓની હકીકત
સાથે મુલાકાત હોય
ગઝલમાં બીજું શું હોય?
જેમાં દફન થયેલા વિચારોની
વસેલી વસાહત હોય
ને જેમાં મૃત ઇચ્છાથી
જન્મેલી હકિકત નવજાત હોય
ગઝલમાં બીજું શું હોય?
જેમાં રખડી પડેલી લાગણીઓ
સંજોગો-વસાત હોય
ને જેમાં શબ્દોના ટોળમાં
'ગઝલ'નું એકાંત હોય
ગઝલમાં બીજું શું હોય?
જેમાં શબ્દોથી કશું ચિત્રાયું ના હોય
પણ અનુભવાતી અનુપમ ભાત હોય
ને જેમાં ખૂબસૂરત આંખો
પર શબ્દોનો દ્રષ્ટિપાત હોય
ગઝલમાં બીજું શું હોય?
જેમાં ફૂલોના સમુહમાં
મહેકતા શબ્દોની વાત હોય
ને જેમાં શબ્દોમાં કંટકની તાકાત હોય
ગઝલમાં બીજું શું હોય?
જેમાં એક તરફ ઝાંઝવાનો
ઝંઝાવાત હોય
ને જેમાં 'શબ્દ'ના અભિષેક માટે
નીચોવાઈ જતી સ્વજાત હોય
ગઝલમાં બીજું શું હોય?
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'
(નવા વાડજ)
સમય
જીવનની વેશભૂષા ડગલે ને પગલે
બદલાતી ગઈ
પાત્રો અવનવા ભજવવામાં કેશભૂષા
વિખરાતી ગઈજિંદગીના આ રંગમંચ પર
રફતાર પૂરી થતી ગઈ
સંબંધોરૂપી વાવેતરમાં ભીનાશ સુકાતી ગઈ
નજરોના નવા અસંખ્ય અંદાજોમાં
ઢળતી નજર રખાઈ ગઈ
કલ, આજ ઔર કલમાં
યાદોની ગૂંથણી ગૂંથાઈ ગઈ
કેલેન્ડરના ફાટેલા અસંખ્ય પાનામાં
'શીવા' તારી સ્મૃતિ કંડરાઈ ગઈ
અનામિકા
મંજિલ
પ્રત્યેક મોસમમાં લહેરાય નિત્ય
મારી ખુશીઓની એવી ફસલ બનોને
મારી સાથે કોઈવાર
બે કદમ તો ચાલો
એકાન્ત જીવનની
રાહોમાં મંજિલ બનોને
રહો છો કેમ મૂંઝવણમાં બનીને પહેલી
થોડાક પણ હળવા બની હસોને
ઉદાસથી ભરી ખુશી મુશ્કાનમાં ફેરવો
મારા જીવનના સંકટોનું સમાધાન બનોને
સૂકી સૂકી આ હૈયાની ધરતી લીલી રાખી
તમે વાદળ બનીને વરસાદ વરસાવોને
કોઈવાર ગીત-સંગીત કે ગઝલ સ્વરૂપ
ભૂલાય નહીં એવી મંજિલ મારી બનોને
સુમન ઓઝા (ખેરાલુ)