વાચકની કલમ .
ભાગ્ય પણ બદલાઈ જાય છે
ખીલે છે જે ફૂલો તે સાંજના કરમાઈ જા છે
કદી માળીના હાથે પણ ફૂલો
ચૂંટાઈ જાય છે
કરે છે દૂર અંધારું ને ઓજસ પાથરે સૂરજ
છતાં વાદળની ઓથે એ રવિ
ઢંકાઈ જાય છે
નથી રહેતાં દિવસો એકસરખાં
કોઈનાં અહિંયાં
ઘડીભરમાં કોઈનું ભાગ્ય પણ
બદલાઈ જાય છે
વસે છે દૂર સ્નેહીઓ પણ એની
યાદ પાસે છે
મળે છે કોક દિ પણ મન કેવું
હરખાઈ જાય છે
નસીબ કરતાં વધારે કોઈને
કંઈ નથી મળતું
કદીક હોઠે આવેલો જામ પણ
ઢોળાઈ જાય છે
શીખીને કોઈ આવે ના બધાં
અહિંયાં જ શીખે છે
મળે જેને અનુભવ ખૂબ તે
મેળેથી ઘડાઈ જાય છે
યોગેશભાઈ આર. જોશી (હાલોલ)
માગણી ઈશ્વરને
માગવાનું કહે છે તો માગી લઉ ઓ પ્રભુ
દઈ દે મન એવું તે માગે બીજું કશુય નહિ
ચાર દિવસની ચાંદની એ
કઈ જીવતર નથી
કાર્યથી અમરત્વ મળે એવું કંઈ માગજે
જગ તણી ખારાશ પી હસતો રહે દરિયો
દીન દુખિયાનો સહારો
બનું એવું કંઈ માગજે
માગ તારી હલ્કી ભલે બને
જીવન ન્યાલ બને તેવું કંઈ માગજે
પ્રેમીઓની રાહમાં પત્થર
કદી બનતો નહી
જનમ સાથે મોત સુધરે એવું કંઈ માગજે
કર એવા કરમ કે જીવન તરબતર બને
હશે જમા પુણ્ય તારુ તો
પાપ નાશ થાય તેવું કંઈ માગજે
સી. જી. રાણા (ગોધરા)
ચંદ્ર તું વધાવજે
ચંદ્ર તારે બારણે લીલા તોરણ બંધાવજે
લીપી ગુપીને તારું આંગણું સજાવજે
ઘણી અટપટી છે રાહ ને
જોખમ છે આ કાજે
આવી રહ્યું છે ચંદ્રયાન ત્રણ
તને ઓળખવા આજે
'તેજ' ભારતીયો સાથે
ગૌરવવંતી ક્ષણને બિરદાવે
ત્યારે દક્ષિણ ધુ્રવમાં તું
ચંદ્રયાન ત્રણને વધાવજે
ઈસરોની પરિશ્રમના ડંકા
અહીં તો ચારે કોર વાગે
તારે ત્યાં પણ આ
મોઘેરો ઘંટનાદ કરાવજે
આવી રહ્યો છે અમારો
ગજકેસરી વિરાટ ગર્જના કરીને
નવો ઇતિહાસ સર્જવા
સ્વાગતમાં તું એ હાથ લંબાવજે
તેજલ મૌર્ય 'તેજ' (ચાંદલોડિયા)
જવાની પણ જવાની
મરજી તારી તું માને કે ન માને ભલે કરે તું અનમાની
ના ભરોસો આ દેહનો ક્યારે દગો ધ્યે જિંદગાની
જિંદગી અને મોત સહુને મળે છે ન મળે તેના પહેંલાની
હજી બાજી છે હાથમાં તું ગીલે જીવન ફૂલદાની
આવ્યા તેને જવુ પડે અહીં નથી કોઈ અભયદાની
વક્તની આગળ જવાનું છોડ વક્તના સાથ કરે પહેલાની
સત્ય હશે જીવનમાં જગત કરશે જરૂર કદરદાની
બેઈમાનીને લાત મારજે તું રાખજે સદા ઈમાની
ઊંચે આકાશે આજે ભલે ઊડી રહ્યો કાલે પૃથ્વી પર પડશે પાની
'સલામત' કાયમ ક્યાં કોઈ રહ્યું છે આ જવાની પણ એક દીન જવાની
મુકુંદરાય ડી. જસાણી 'સલામત' (બાબરા)
સાથ જોઈએ
હાથની રેખાઓનું
કોઈ મહત્ત્વ નથી
જિંદગીભર 'સાથ' દે
તેવી રેખા જોઈએ
તારું મારું ન હોય
તેમાં બધાનું હોય
થોડું ઉપર નીચે ચાલે
સાથ જરૂરી હોય
સુખ-સંતોષની વાત હોય ત્યાં
જિદ્દ ન હોય
સવાર સાંજ યાદ કરતા રહેવું
જીવનમાં સતત વહેતા રહેવું
સાથે રહેવા 'સાથ' જોઈએ
એકબીજાની વ્યથા સમજવા
'સાથ' જોઈએ
સમજદારી ને વિશ્વાસ જોઈએ
સાથે 'લાગણી' જોઈએ
'સાથ' રહેવા
ઉચ્ચ વિચારુંનું
મહત્ત્વ નથી હોતું
સાથે રહેવા-સમજદારી વિશ્વાસનો
અને લાગણીનો
સમન્વય જોઈએ
સાથે રહેવા 'સાથ' જોઈએ
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
જીવતા શીખ
સમયને સમજી જીવનને
જીવતા શીખ યાર
નહિ તો ડગલે-પગલે
થશે દુઃખી તો જીવતા શીખ
નહિ સમજે
જગતને તો થશે
હાલત જોકર જેવી તારી
ને મળી જશે
દોરંગી લોકોને
બહાનું તો જીવતા શીખ યાર
હશે જો તારામાં સચ્ચાઈની
દ્રષ્ટિ તો ખુશી મળશે તને
સંઘર્ષ છે જિંદગીનું બીજું
નામ માની જીવતા શીખ યાર
માનવતા છોડી પશુતાએ
જીવીશ તો નથી કલ્યાણ તારું
બની જશે જીવતર તારું
સંબંધો એ હંગામી
તે સમજ યાર
મળ્યું છે જીવન મોંગેરુ
તો માનવતા હૃદયે ભરી લે તું
જીવનને મરણ છે ક્રમ
કુદરતનો તો 'રાહી'
જીવતા શીખ યાર તું
બિપિન વાઘેલા 'રાહી' (ટુંડજ-અંકલેશ્વર)
જા.. મે તન મેલી દીધી..
જા, જાં મે તન મેલી દીધી
આ હૃદયથી ધડકન જુદા કરી દીધી
જા, જાં મે તન મેલી દીધી..
પેલા હું રાહ જોતો ભૂખ્યો ને તરસ્યો
તને ના જોતા બહુ બધો રડતો
દુનિયા સામે દરદ મારું ગાઉં છું
દરદ ગાતાં આંખો ભીની કરી લીધી
જા, જાં મે તન મેલી દીધી..
તારાં વગર મારું બધું નકામું લાગે
જો અચાનક તું મારી સામુ આવે
પાગલ બનીને બેઠો તો પ્રેમમાં
હવે આંખો ઉઘાડી કરી લીધી
જા, જાં મે તન મેલી દીધી..
ભૂલવા માગુ પણ તન ભૂલી નથી શકતો
તારા વગર એકલાં જીવી નથી શકતો
તું નઈ મળે તો ટૂંકાવી લઈશ જીવન
મે મોત સંગ પ્રીત મારી અમર કરી લીધી
જા, જાં મે તન મેલી દીધી....
હેલીક (અમદાવાદ)