વાચકની કલમ .

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


બનાવી તો જો

કુદરતના કરિશ્માનો 

ચિતાર આપી તો જો

બ્રહ્માંડમાં પવન વેગે ઊડી તો જો

સૂરજ, ચંદ્ર ને તારાની 

જેમ ચમકી તો જો

ગુરુના જ્ઞાાનને જીવનમાં 

ઉતારી તો જો

ગામ, શહેરની બાંધણીનો 

ચિતાર કંડારી તો જો

પશુ, પંખીની જેમ નિયમ, 

સંયમને નિયંત્રણ કરી તો જો

લીલી હરિયાળી જાજમ 

સીમમાં પાઘરી તો જો

નદી-નાળા ને સરોવરને 

છલકાવી તો જો

પર્વતની ટોચે ધ્વજ પતાકા 

ફરકાવી તો જો

માનવ-માનવ વચ્ચે 

એકતાનો સેતુ રચી તો જો

દેશ-વિદેશની ધરાએ 

જીવનને લોકપ્રિય બનાવી તો જો

નફરતભરી જિંદગીમાં 

પ્રેમનું આચમન કરી તો જો

પરેશ જે. પુરોહિત (કલોલ, રણાસણ)

નામ લખી દઉં

સખી!

લાવ ગોરી, ગોરા તારા હાથે

મહેંદી મૂકી નામ લખી દઉં

હૈયાના પરદે રંગ લગાડી દઉં

ગુલાબી ગાલે ખંજન પાડી દઉં

રૂપની રાણીને કંકુવર્ણી કરી દઉં

નમણી નારીને ચુંદડી ઓઢાડી દઉં

કાળી કાળી ઝુલ્ફોમાં ગુલાબ ખોસી દઉં

કાતિલ નયનોમાં કાજલ આંજી દઉં

લાવ, ગોરાંદે હૈયાની કથની લખી દઉં

આવ તો ખરી, હૈયાની વાતડી લખી દઉં

સુમન! ખીલી વસંતમાં 

દિલમાં બેસાડી દઉં

આવ, તને વિશ્વે અમર બનાવી દઉં

સુમન ઓઝા (ખેરાલુ)

મિલનની મસ્તી

તું પ્રેમથી બોલાવે આજે આવો મારા ઘરે

પ્રેમનું ગુલાબ લઈને 

આવ્યો છું તારી પાસે

દિલની અંગત વાત આજે કહી દઉં તને

પ્રણયની ખુશ્બૂ લઈને 

આવ્યો છું તારી સામે

અરે... વાહ! સ્મિત 

તારું સ્પર્શી જાય મને

હવે... પ્રીતના પાલવમાં 

તું છુપાવી લે મને

જ્યાં સ્પર્શ થાય છે એ ક્ષણ 

ના ભૂલાય હવે

મિલનની મસ્તીમાં મસ્ત 

રહેવું છે તારી સાથે

આકાશની પેલે પાર કરવી છે સફર મારે

અંત સમય સુધી મારે રહેવું છે તારી સાથે

કિરણભાઈ આર. પંચાલ 'આકાશ'

(વડોદરા)

યાદ છે

યાદ છે પાપા એ બચપન

પહેલી મારી કીકીયારીએ

તમે ખૂબ હસ્યા હતા

મમ્મીની માતૃત્વની છબીને

હૈયાનો અનેરો હેત

કાકા-કાકીની લાડલી હું

મોસાળની માયા પણ હું

ફોઈ-ફુવાના ફુવારાની છોડ હું

ભાઈ-ભાભીઓનું

 સંભારણું હું

યાદ છે મમ્મી મને એ બચપન

સાદગી અને 

સમર્પણનું સંગમ હું

સમાજના સવાલનો જવાબ હું

સાથ-સંગાથનું સમન્વય હું

તડકા-છાયાનું 

અજબ પ્રતિબિંબ હું

યાદ છે ભાઈલા 

મને એ બચપન

નાની સી વાતનો ઉકેલ હું

માર-કકળાટનો નિવેડો હું

માર્ગદર્શક અને પથરક્ષક હું

સૌના હૈયાની રોનક હું

યાદ છે બહેન મને એ બચપન

સખી કેરો તારો સંગ હું

હિતેચ્છુનો આદર્શ હું

મમતાનો બીજો પાલવ હું

તારા આંસુનો 

અનરાધાર વરસાદ હું

યાદ છે મિત્ર (સખી) 

મને એ બચપન

મિત્ર-વર્તુળની શાન-જાન હું

નિયમવાદી કડક ઈમારત હું

'શેરની' નામની મિશાલ હું

તારી એ વાતની અજાયબી હું

યાદ છે જિંદગી મને એ બચપન

જાણ્યા ને જોયાનો અનુભવ હું

મળ્યાને ખોયાનો અહેસાસ હું

બેરંગીન જગનો

 રંગીન નઝારો હું

આંસુ પાછળ છુપાયેલો

હસતો આયનો હું

'જાગુ'નું મધ-મીઠેરું

વ્હાલું  વ્હાલું બચપન

યાદ છે વિતેલી ક્ષણોનું

મને એ બચપન

જાગૃતિ રાવલ 'શેરની' (વિરપુર)

વસ્ત્ર કફન થઈ ગયુ

ન હતી ઇચ્છા જ લખવાની 

છતાં લેખન થઈ ગયું

આંખ સાથે આંખ મળી

તો મિલન થઈ ગયું

સાંભર્યા તમે વિચલીત

મારે મન થઈ ગયું

ફૂલ તોડયુ ડાળીએથી

ગુમ સુજાન થઈ ગયું

ઈન્કાર કર્યો પ્યારમાં

ચમન વેરાન વન થઈ ગયું

ઈન્તજારના રાહમાં 

પ્રતિમાને નમન થઈ ગયું

વેરહની આગમાં

તમન્નાનું પતન થઈ ગયું

'લાયન' નજર જ્યા પડી

તો વસ્ત્ર પણ કફન થઈ ગયું

મુકુંદ ડી. જસાણી (સુરત)

વર્ષારાણીની વધામણી

ધરતી જુઓને આ વરસાદે

નાહીને કેવી રૂડી-રૂપાળી લાગે છે

ને લીલીછમ ઓઢણી અંગે 

સજાવી લીધી છે

સાથે છાતીએ નવરંગી 

ફૂલો પણ ખીલવ્યા છે

વર્ષારાણી પણ જળ 

વરસાવી જરા પોરો ખાઈ રહી છે

જળતરસી ધરતીમાતા 

પણ ખૂબ ધરાઈને ખુશ થઈ ગઈ છે

ધરપણના સંતોષે જુઓને 

કેવી મહેક હવામાં પ્રસરી ગઈ છે

ખૂબ જ નાહીને લીલા વનરાજી

ઝુલ્ફો હવામાં લહેરાવ્યા છે

જગતનો તાત પણ નભના

વરસાદે ખુશખુશાલ છે

ઓણ મગફળીના ફાલે

દીકરીના લગ્ન પણ રચી શકાશે

શાહુકારના લેણાં પણ વ્યાજ

સાથે હવે તો ચુકવી જ દેવાશે

ધણીયાળીના સુના પગોમાં

ચાંદીના કડલા પહેરાવી શકાશે

નાનકાના નિશાળની બધી જરૂરી

ચીજો પણી ખરીદી લેવાશે

બે જોડી કપડાં પણ મોજથી

પોતા માટે સિવરાવી પહેરાશે

નેવું બવ ઝરે છે હંમેશા તો જરા

નવા નળિયા પણ છતે નાંખી લેવાશે

ધણીયાણી આંગણું લીંપીને ભાત-

ભાતના રંગીન સાથિયાં પણ પુરશે

ઓણ, આ સારા વરસાદે 

ગામ આખું બવ હિલોળે ચઢશે

ગઢવી આ મહેુલિયાને પોતાના

ગીતછંદોથી વધાવશે

બધા જ ઘરોમાં હેત-

ખુશીના મીઠાં-મથુરા ભોજન રંધાશે

વિરજી વેગડા (મુંબઈ) 

સૌંદર્યતા

દુનિયામાં આવીએ છીએ એકલા

અંતે મૃત્યુ વેળા જઈ એ પણ એકલા

છતાં માનવીને સતત 

કોરી ખાય છે એકલતા

માનસિક રીતે તણાવ ઉત્પન્ન થાય

શારીરિક બિમારીઓની શરૂઆત થાય

તેના જડમૂળનું મુખ્ય કારણ છે એકલતા

સમસ્યાઓનું નિરાકરણ ના મળે

જીવન જીવવામાં હવે રસ ના પડે

સતત દુ:ખની લાગણી 

અનુભવે છે એકલતા

નકારાત્મક વાતાવરણનું સર્જન કરે

આત્મવિશ્વાસ અને હિંમત તૂટવા લાગે

ખુદમાં અવિશ્વાસ જગાવે છે એકલતા

ક્યારેક પોતાની શક્તિઓ ઓળખે

ક્યારેક પોતાની આવડત છુપાવે

પોતાની લાગણીઓને

અંદર જ દબાવે એકલતા

ના કંઈક શીખવાની કે 

જાણવાની ઇચ્છા થાય

ના કોઈ સગા કે ના કોઈ મિત્ર થાય

લોકોથી તમને દુર કરે છે આ એકલતા

રાવ ભાવિની 'મન'


Google NewsGoogle News