વાચકની કલમ .
આવો તમે
આવો તમે... ને સાથે
હોય એ સ્મરણો
યાદ આવે... આપણને
આપણો એ ટહુકો
દોડાદોડી... છૂપા છૂપી
યાદે રમે એ વડલો
સરોવર પાળે
છપછબીઆને એ સ્મરણો
ગરજે વાદળ ધડકે
હૃદયનો એ કિનારો
છમછમ વરસે વરસાદ
મીઠો લાગતો એ નજરો
અતીતનો સાથે લઈને
ફરું હું એ કિનારો
એકલતાની પાનખરે
એ જાણે વસંતનો સહારો
પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)
શ્રીમદ્ ભગવત ગીતા
મહાન ગ્રંથોના તત્ત્વજ્ઞાાનનો
સમન્વય છે ગીતા
જીવન જીવવાની ચાવી છે ગીતા
અધ્યાત્મ માર્ગે ચાલવાની
દીવાદાંડી છે ગીતા
અંતરનો પ્રકાશ છે ગીતા
વેદો, ઉપનિષદોનો અર્ક છે ગીતા
નિરાશામાંની એક આશા છે ગીતા
જીવનમાં ઉત્સાહ ભરનાર છે ગીતા
અજ્ઞાાનીના જીવનમાં જ્ઞાાન
ભરનાર છે ગીતા
ધાર્મિક માનવીના હૃદયમાં
ભક્તિ જગાડનાર છે ગીતા
સાહિત્યકારની શબ્દ-લાલીત્ય છે ગીતા
ગહન રહસ્ય અદકેરી છે ગીતા
સર્વ ભૂતો માટે કલ્યાણકારી છે ગીતા
સમગ્ર વિશ્વ માટે અક્ષરતીર્થ છે ગીતા
સાક્ષાત પ્રભુના મુખેથી
ગવાયેલ છે ગીતા
પ્રભુના પ્રસાદ તરીકે પૂરી થતી ગીતા
પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
શાને આવું થાય છે
નથી ખબર કે શાને આવું થાય છે?
મૃગજળથી કાં સૌના મન લોભાય છે?
લાજ શરમની વાતો સૌ બહેંકી કરે
મર્યાદા ઘૂંઘટમાં પણ લોપાય છે
દંભી અને સ્વાર્થીઓનો તોટો નથી
કાપી ગળા ગરીબોના પાપ કમાય છે
એકાદ સાચો મિત્ર બાકીના તાળી મિત્રો
અવસર આવે યારોનું પાણી મપાય છે
કોઈ નથી પોતાનું પરાયાં છે બધાં
ગરજે નાથિયો નાથાલાલ કહેવાય છે..જીવ જાય શરીરેથી, પછી સગપણ પૂરાં
શબને ક્યાં ઘરમાં ઝાઝુ રખાય છે?
યોગેશ આર. જોશી (હાલોલ)
સંબંધોની આંટીઘૂંટી
આ સંબંધોના તાણાંવાણાંને
સંબંધોની આંટીઘૂંટી
આ સંબંધોનો જૂઠો કોલાહલ ને
ખોટા પાયાના સંબંધો
સંબંધોની ખોલું જો આંટીઘૂંટી
પણ શબ્દોની બાંયેધારી
થોડી લે આ લુલી એના મૂખેથી
આંટીઘૂંટીમાં બધાને રસ છે
ક્યું બૈરૂ આમાં છે નીરસ
પણ આંટીઘૂંટી ઉકેલવામાં
બતાવો કોને છે એમાં રસ
બધાની છે એકજ વાત
ભલે રહી સંબંધોની આંટીઘૂંટી
સંબંધો જો સચવાતા હોય
તો કોણ યાદ કરે આ આંટીઘૂંટી
પણ હું તો રાખું મારા
શ્યામ જોડે જનમજારની આંટીઘૂંટી
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'
હમે ખુદ હી અત્તર હોને દો
હાલાત કો બત્તર સે બત્તર હોને દો
હમ બહેતર હુએ હૈ ઔર બહેતર હોને દો
શખ્સીયત યદી જખ્મોસે નીખરતી હૈ
તો હમેં લહુ સે તરબત્તર હોને દો
મુસીબત એક મુકામ તક પહોંચાતી હૈ
આજ ઉસકી ભી કદર હોને દો
લગતા હૈ દરિયા હમ સે કુછ
સબક શીખ કર હી દમ લેગા
હમારી કશ્તી સે ઉસકી ટક્કર હોને દો
મોહતાજ ક્યું રહે હમ ખુશ્બુ કે?
હમે ખુદ હી અત્તર હોને દો
હકીકત સિર્ફ હમારે
ખ્વાલો કી
ઇબાદત કરે
હકીકત કો
ઐસી કટ્ટર હોને દો
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ' (નવા વાડજ)
જીવન બાગ
જીવનના આંગણે સ્નેહના સાથિયા
ભાવનાથી ભરપૂર સજાવી દીધા
દિલની દીવાલ પર પ્રેમનું લીંપણ
ને હેતના ઉમળકા અમે ભરી દીધા
સૂના તે વનમાં કોયલના ટહુકા
જીવનના ઓરતા જગાડી દીધા
સૂકાયેલા ઉજ્જડ વેરાન વનમાં
ગુલાબને-મોગરાને ખીલાવી દીધાં
વિશ્વતણા બાગમાં ફૂલ બનીને અમે
ફોરમના ફૂવારા પ્રસરાવી દીધા
ચડતી, પડતી, સુખ દુ:ખના ફૂલોથી
જીવતરના કયારા મ્હેકાવી દીધા
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
આનંદ હિલોળે ચડે
દર્શન સંતોના મળે
આનંદ હિલોળે ચડે
સ્મરો પ્રભુને હર પળે
આનંદા હિલોળે ચડે
મિથ્યાનું અજ્ઞાાન ટાળો
સત્ય જ્ઞાાને દિલ વાળો
જીવન ભક્તિમાં ગાળો
આનંદ હિલોળે ચડે
સ્નેહ કરો સૌ સંગે
હિંસા સામે ચડો જંગે
આતમ રંગો ધર્મ રંગે
આનંદ હિલોળે ચડે
દૂર કરો નીજ દોષો
પરગુણો દેખી સંતોષો
રાખો ના દિલડે રોષો
આનંદ હિલોળે ચડે
મારું તારું મમત છોડી
સમતા સંગે પ્રીત જોડી
તપથી કર્મોને નાખો તોડી
આનંદ હિલોળે ચડે
પુત્ર પત્ની ને પરિવાર
ના તું એમને નીજના ધાર
'લઘુગોવિંદ' મોહ માર
આનંદ હિલોળે ચડે
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
અપનાવી તો જુઓ
તમને ક્યાં કહું છું
અપનાવો મને?
એક નજર નાખી થોડી,
અજમાવો તો ખરા!
એક વાર મોં મોં લઇ,
મમળાવો તો ખરા!
ના ભાવું તો તુર્ત જ
થૂંકી દેજો મને!
મીઠાશ થવાની તો
ઓખાત નથી મારી,
તમારા હૈયામાં
નાખી તો જુઓ મને!
દબાણ નથી મારું આ,
'સુમન' એકવાર મળી તો જુઓ.
સુમન ઓઝા (ખેરાલુ)
ઇચ્છા
હે ઈશ્વર, ધરતી પર આવી કદી તો
સાંભળ વાતો માનવીના દુ:ખ દર્દની
ઝાકળના બિંદુઓ પણ વ્યક્ત કરે છે
વ્યથા ઉદ્યાનના કરમાઈ જતાં પુષ્પોની
ડર નથી મને મારી એકાંતનો
ડર છે મને મારી એકલતાનો
ઉઠી જશે એક દિવસ ભરોસો
મને માનવી પરના વિશ્વાસનો
આપી છે તે અમને જિંદગી
સસ્મિત જીવવી તો પડશે
જિંદગીના કઠિન માર્ગે
સસ્મિત ચાલવું તો પડશે
ચાંદને નથી નિરવ રાત્રિના
અંધકારનો ભય મનાવે છે એ તારા અને
ચાંદની સાથે ખુશીનું જશ્ન
વાદળો લે છે ગાઢ નિંદ્રા
પોઢી આકાશની વિશાળ ગોદમાં
પવનનું સુરિલું સંગીત સાંભળી
ઝુમે છે સાગરના મોજા
અને લે છે હિલોળા
વૃક્ષોના પર્ણો પણ ડાળીઓના
સંગે કરે છે નૃત્ય
કુદરતના સાનિધ્યમાં દરેક છે
ખુશ અને મુક્ત
ગગનમાં પંખીની જેમ ઉડવાની છે
મારી અંતિમ ઇચ્છા
દિલમાં હશે ન કોઈ લાગણી
આશા, નિરાશા કે કરુણા
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)