વાચકની કલમ .
ઈંતઝાર
ચાંદએ સમેટી એની ચાંદની
છતા ન આવ્યા તમે
મંદ થયો તારાનો પ્રકાશ ન આવ્યા તમે
ગાઢ તિમિરને ભેદી આવ્યું
પ્રકાશનું કિરણ ન આવ્યા તમે
અંગડાઈ લઈ ફરી જાગૃત
થઈ ધરતી ન આવ્યા તમે
પુષ્પ ચમકે છે ઝાકળ બિંદુઓથી
નયન સજળ છે અશ્રુબિંદુઓથી
પક્ષીઓનો કલરવ છે વૃક્ષ-વૃક્ષ પર
શૂન્ય-વકાસ છવાયો છે
દિલો-દિમાગ પર
ઇંતઝારની ઘડી પણ કેવી નિરાળી છે
વિરહની વેદનામાં પણ અનોખી તડપ છે
અર્પણ-સમર્પણની પણ સમાંતર કડી છે
ભાગ્ય-દૂર્ભાગ્યની મીઠી મૂંઝવણ છે
મારા એકાંતની હંસી ઉડાવે છે
સાગરના મોજા
એના ધૂધવાટમાં સંભળાય છે
ઉપહાસના પડઘા
ધરતી, આકાશના મિલનનો
ભ્રમ પેદા કરે છે ક્ષિતિજ
મંદ હવા અને શાંત નિસર્ગ કહે છે
તમે નહીં આવો હરગીઝ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
માનવ
અમીરી અને ગરીબી
એ કર્મ આધિન છે
શું કામ ટાઈટ થઈ ફરે છે ઓ માનવ
સારા કહે સારા ન બનાય
તારું આચરણ જ તેનો જવાબ છે
બીજાની જરૂરીયાતોને ધ્યાને લઈ
કોક દિ લાગણીઓને
સમજવાની
કોશિશ કર
કોઈના માન-સન્માન સાચવતા શીખ
કોઈની સંવેદનાને ઘસરકો ના પડે
તારે જ કરવાનું છે તે મહાન કર્મ કર
તું જીવી જીવીને કેટલું જીવવાનો
પામર જીવ
ધસાવું અને તપવું એ કંઈ સરળ નથી
અહંકારના અતિરેકમાં ગુમાન
થઈ ના ફર
છેવટે તો મુઠ્ઠી રાખ જ તારી મુડી છે
કરી દે જાતને તારી 'શીવા' ને સમર્પિત
સમજાઈ જશે તને જીવનનું નગ્ન સત્ય
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
જબતક, જીયેગે, તબતક....
દોસ્તી કે લીયે દોસ્તને
કીતની બડી દેદી કુર્બાની?
યાદ કરતે હુએ આજભી
છલકતા હૈ આંખોમે પાની
ઇચ્છા ઉનકા ગલત નહિ થા
વિશ્વાસ ઉનકા કમ નહિ થા
ગુજરતી હુયી હરપલ
વેરાન જિંદગી કો
બના દેતી થી સુહાની
ગલીલીમેં મચ ગયા શોર
યહી તો હૈ મસ્તી ભરી જિંદગીકા જોર
એક દૂજે કે લીયે ઉપર વાલે કી
મિલ ગઈ હૈ
કિતની બડી મહેરબાની
કિસરિસ્તે કી હૈ, યે જિંદગાની
કોડને વાલે કી નહિ ચલેગી બેઈમાની
મેરે ગીતો મે તું હૈ
તેરે ગીતોમે મેહું સુનતે હી
ખતમ હો ગઈ દુનિયા કી નાદાની
હરકદમ એક ડગર યે ચલતે રહેંગે
બંધે હુએ સાથ કભી નહિ તોડેંગે
દોસ્તી કી કસમ જબતક
જીએંગે તબતક
હમારી અમર રહેગી કહાની
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
દર્દ તમારું
કોઈ નહી સમજે દર્દ તમારું
હવે દરેકને પોતાની જ પડી છે
દિલનું દર્દ દિલમા જ રાખશો!
બીજાનું દર્દ તમારાથી મોટું હશે?
વેદનાને વાચા આપશો તો
ઘવાઈ જશો વગોવાઈ જશો
તારું 'સ્મિત' બહુ ઓછા જોઈ શકશે
તમારા કહેવાતા જ તને 'ઊઘાડા' પાડશે
'દર્દ' તમારું દબાવી રાખશો ને
બીજા પાસે 'રડવા'થી
હલકાને બદલે 'ભારી' થશો
સમય આવ્યે 'ખૂણામા' રડી લેશે
સમય આવ્યે બધા જ ફરી જશે..!
કોઈ નહી સમજે દર્દ તમારું
આ વાત લખી રાખશો....
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
આંખ આડા કાન
તારીને મારી પ્રીતે સતર્ક કર્યુ જગ
આંખ આડા કાન કર્યા છે જ્યાં
શ્રધ્ધા, વિશ્વાસ થકી તને પામવાને
અથાગ પરિશ્રમ ફીલ્ડીંગ ભરી મેં
ચકનાચૂર બની બેઠયો જગમાં જ્યાં
તારી ને મારી પ્રીત નિસ્વાર્થભરી
આંખ આડા કાન કર્યા છે મેં જ્યાં
શરમ, સંકોચના ઓજલ પડદા દૂર કર્યા
તને પામવા કાજે આંખ આડા કાન કર્યા
નિસ્વાર્થ પ્રેમ થકી સંઘર્ષપૂર્ણ જીવન જ્યાં
આજે આંખ આડા કાન કર્યા જગે જ્યાં
પરેશ જે. પુરોહિત (રણાસણ, કલોલ)
જીવન સંગિની
મળી ગઈ નજરથી નજર ને તું બની જીવન સંગિની
ને હૃદયે ચીપકી તારી તસવીર ને તું બની જીવન સંગિની
મારા જીવતરમાં રહી છે તું તો નારી નારાયણી પ્રીયે
ને હર્ષ-ઉમંગ જીવતી રહી ને તું બની જીવન સંગિની
રોજ આપતી રહી છે મને મીઠાં મધુરાંપ્રેમ જૂલ્મો
ને રોજ દિવ્ય પ્રેમની વર્ષાવતી તું બની જીવન સંગિની
ક્યારેક જીવનાં મળે કોઈ પરી પ્રેમ ભીંજવવા ને
પણ તું તો છે, મારા પ્રેમનો ખજાનો જીવન સંગિની
કર્યું મારું જીવન તેં બની નારી નારાયણી મધુરુ
ને તું જ 'રાહી' ક્ષણભર ભૂલતો નથી જીવન સંગિની
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)
આવશું
તમે ઘેરી નીંદાં જાઓ
અમેં શમણાં વેંચવા આવશું....
તમે નગરી એક વસાઓ
અમેં બેસણાં કરવા આવશું....
હૈયાં ઉકલત રમત રમવાળું જામશે
નીતરની ચાંદીનાં નહાવાનું ગમશે
ગમે ગીત અનેરાં તે ગાઓ
અમેં સૂર પુરાવા આવશું
કૂણી કૂણી લાગણી કેરાં ફૂલડાં ઉગે
ફૂલડાં કેરા રંગો અનેરા નીખરે
તમે અનેરું એક ઉપવન સજાઓ
અમેં મીઠું મીઠું ટહુકવા આવશું....
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
ઘવાયો સતત
સંબંધોની ઉધઈથી ખવાયો સતત,
દાંતથી જીભ જેવો ચવાયો સતત.
હવે તો જિંદગી વેરણ
રણ જ હોય ને, ફળફૂલ આપતાંય
તરુ શોધવાયો સતત.
મારા બળવાની તેમને
ક્યાં કિંમત હતી!
ઓરડામાં પ્રકાશ થઈ
પથરાયો સતત.
આ દુનિયામાં સગાં
બધાં વ્હાલા નથી હોતાં,
છતાંય આ કુંડાળામાં ઘેરાયો સતત.
દીપક ગઝલનો પેટાવી બેઠા 'આફતાબ'
હાલ હૃદયનો કાગળ
પર ઠલવાયો સતત.
- જિજ્ઞોશ ભીમરાજ : (ભરુચ)
મેઘધનુષી ગઝલ
તૂટેલા દિલનો સાદ છે ગઝલ
સમજોતો દર્દનો અનુવાદ છે ગઝલ
ક્યાંક સર્જાય મહેફીલની
જમાવટમાં એ,
તો ક્યાંક તન્હાઈએ સર્જેલ
સંવાદ છે ગઝલ.
ક્યાંક હોય વાત એમાં મૃગજળની.
તો ક્યાંક ધોધમાર વરસાદ છે ગઝલ.
કરે કોઈ રજુઆત આફતાબની એમાં,
કોઈ કહે પૂનમનો ચાંદ છે ગઝલ
કંડારે કોઈ મિલન મુલાકાતની વાત.
વળી, કોઈ સમજાવે છે
દાદ-ફરિયાદ છે ગઝલ.
મેઘધનુષી વાત છે ગઝલની
''શબ્દ'' સૃષ્ટિથી આબાદ છે ગઝલ.
- સોલંકી રાકેશ બી. ''શબ્દ'' :
(નવા વાડજ- અમદાવાદ)
સોણલા
મૃગછળ પાછળ દોડો
એ દૂર દૂર ભાગે
સોણલાનું પણ એલું જ છે
રાતે ઊંઘમાં સતાવે
જાગીને જુઓ તો
ગાયબ એ થઈ જાય
'લઘુગોવિંદ' એમનો
વિશ્વાસ ના કરાય
ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)