વાચકની કલમ .

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ના હું ફરું

ગમ લઈને ના હું ફરું

ગીત ખુશીના ગાતો ફરું

તમે આપ્યાં છે ફૂલો મને

કાંટાને યાદ ના હું કરું

જે ખીલે છે તે કરમાય છે

જે ઉગે છે તે આથમે છે

મિલન સાથ વિદાય છે

એ વાતને ના હું ભૂલું

ગમ લઈને ના હું ફરું

છે પનો ટૂંકે જિંદગીનો

આનંદ શાને ઓછો કરવો

કાલનો ક્યાં છે કોઈ ભરોસો

રાખું હું ચહેરો મારો હસતો

ગમ લઈને ના હું ફરું

પ્રફુલ ર. શાહ (કાંદિવલી)

શું કરું... કહી દઉં

વાતો ઘણી કરવી છે આજે 

ટાઈમ મળ્યો છે શું કરું... કહી દઉં

શરૂથી શરૂ કરું કે 

અંતથી... કહેવું આજે જ છે!

શું કરું... કહી દઉં

વીતી ગયા છે દિવસો ને 

વીતી ગઈ છે રાતો...

હવે વાર નથી કરવી!

શું કરું... કહી દઉં

આપી દીધુ તે જીવન મારા માટે... 

એના માટે જ કંઈક કહેવું છે...

શું કરું... કહી દઉં

તું સમજાવતી રહી મને અને 

હું સમજાવતો રહ્યો તને

હું સમજી ગયો છું તને... 

હું શું સમજ્યો છું!

શું કરું... કહી દઉં

તું માગતી રહી પ્રેમ મારો 

અને હું સમજણ આપતો રહ્યો

જીવનની હકીકત વિશે!

હું પ્રેમ કેટલો કરું છે તેને

શું કરું... કહી દઉં

જીજ્ઞોશ કે. સોની (અમદાવાદ)

સૂરમયી મજા રે..!

શું... પ્રતિક્ષા પર પહેરો? 

આ તે કેવી સજા રે..!

જો... છત માથે  ફડફડે વિરહની 

ધોળી ધજા રે..!

આ... માણસ નામે પંખી છાની 

છાની ચાંચ મારે

થ્યું... ખંડિતી પિંજરું આત્માને 

થૈ છે લજ્જા રે..!

ઈ... કોકિલા સૂરને શાને 

દાબે મોરલાં... તું

જો... થિજેલાં સમયનાં 

થ્યાં ચારેબાજુ કબ્જા રે..!

હાં... યમદૂતો ભાળતાં 

ક્ષણમાં રુદાલી બને મન

આ... પ્રથાને તોડવાં 

કાળચક્રને ધ્યો રજા રે..!

એ... મનવા, હાલો મસાણે 

ખાલી ખાલી ટહેલવાં

જૈ... માણીએ રામધૂનોની 

સૂરમયી મજા રે..!

વિનોદચન્દ્ર બોરિચા 'વીનુ' (અંધેરી)

કંઈક તો જાદુ છે તારામાં

કંઈક તો જાદુ છે તારામાં

મનમાં વિચારો હું કરું ને 

દરેક તર્કમાં આવે તું

દર્પણ સામે મુખ જોવું ને 

પ્રતિબિંબમાં દેખાય તું

શણગાર પોતાના માટે હું કરું ને 

નિખાર લાવે તું  કંઈક તો જાદુ છે તારામાં

રાત્રે નિંદર મારી નયન લેતી ને 

સપનામાં આવે તું હોઠ મારા વાતો કરતા ને 

દરેક શબ્દોમાં આવે તું

મહેંદી મારા હાથમાં લાગે ને 

એમાં રંગ લગાવે તું  કંઈક તો જાદુ છે તારામાં

હૃદય ધબકે મારામાં અને 

એમાં વસવાટ કરે તું

નજરો મારી સુંદરતા શોધે ને 

આંખોમાં સમાય તું

જીવન મારું રંગીન બને અને 

એમાં લાગણીનાં રંગ ભરે તું

કંઈક તો જાદુ છે તારામાં

રાહ પર ચાલુ હું અને હાથ 

પકડી સાથ આવે તું અમૂલ્ય જીવન મારું અને 

આ જીવનનો અંત તું

શબ્દો રચિત કવિતા હું લખું ને 

એનો ભાવાર્થ તું

મન  (રાવભાવિની)

ઝંખના

મંદ-મંદ ઠંડી હવામાં સંભળાઈ રહ્યા 

મને તારા સૂરીલા સૂર

કરી રહ્યો છું યાદ તને તું છે 

મારાથી દૂર દૂર

એકાંતમાં શ્યામ વાદળો સાથે 

કરી રહ્યો છું હું પ્રેમાલાપ

શાયદ તે વર્ષાના બૂંદ બની 

સંભળાવે તને મારી દર્દભરી ફરિયાદ

કોયલની કૂક અને પક્ષીઓનો 

કલરવ કરે છે મારા મનને બેચેન

તારો પ્રેમાળ, શીતળ સ્પર્શ જ 

લાવશે મારી જિંદગીમાં ચેન

તારી સુંદરતા જોઈ થયો 

મને પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ

ખુદાની ખુદાઈ જ કરાવશે 

એક દિવસ તારો અને મારો મિલાપ

તારી સુંદર, કહન આંખોમાં 

ડૂબી લગાવીશ જીવનનૌકા કિનારે

ત્રિવિદ્ય તાપના ઉછળતા 

મોજાં મારી દુનિયામાં ભલે તુફાન લાવે

તું સાથે હશે તો જરૂર તરી 

જઈશું આ અફાટ ભવસાગર પ્રિયે

ઈશ્વરના દરબારમાં હાથ ઉઠાવી

ફરી મિલાપની  પ્રાર્થના કરીએ

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

સાચો સાથ

સંબંધમાં ત્યાં જ બોલવું

જ્યાં કોઈ સાંભળવા આતુર છે

મળવા માટે તેને જ જવું

જે તમને જોવા આતુર છે

કદર પણ એની જ કરવી

જે તમને સમય આપવા આતુર છે

વિશ્વાસ પણ એનો જ કરવો

જે તમારી સામે રહસ્યો ખોલવા આતુર છે

કહે 'ધરમ' કે સાથ એનો જ ઝંખ જો

જે હાથ મિલાવી સાથે ચાલવા આતુર છે

ધરમકુમાર એમ. પ્રજાપતિ (મગુના-લાલજીનગર)

કાયરને સ્થાન આપતી નથી

મારા કાળજાના સિંહાસન પર 

કોઈ કાયરને સ્થાન આપતી નથી

ચાહે ભલે ગમે તેટલું 

એ વ્યક્તિ એના વ્યક્તિત્વને 

હું માન આપતી નથી

જેવાં-તેવા લોકો આવે જ્યારે ને 

ત્યારે પ્રવેશ કરવા મારી જિંદગીમાં

તો એને કદી પણ હું મોંઘેરી 

લાગણીથી સન્માન આપતી નથી

આજે મહેફિલ્મોમાં ચર્ચા 

કરે છે એ બધા વિષય મને બનાવીને

મારી પાસે ક્યાં સમય છે 

એટલો એની વાતોમાં 

હું કાન આપતી નથી કેવા છે? કોણ છે? 

આ બધી જ પરિચય મેળવવો 

એ ફરજ છે મારી

આમ સાવ સરળતાથી 

મારા પ્રસંગમાં હું કોઈને 

આહ્વાન આપતી નથી

હૈયા જેના રહ્યા છે ચોખ્ખા 

અને સ્પષ્ટતા વાળા આજ સુધી

એને મરણ પામુ ત્યાં સુધી 

કદી ભેટમાં હું અપમાન આપતી નથી

હેમાલી એ. શિપાણી (આત્માનંદી)


Google NewsGoogle News