વાચકની કલમ .
તુમ્હારે હૈ સનમ
(ગઝલ)
સિર્ફ તુમ્હારે હૈ હમ તુમ્હારે હૈ સનમ!
મિલન અપના હો જાનમ
તુમ્હારે હૈ સનમ!
પ્યારી યાદોં મેં પ્યાસા મેં તો અભી ભી,
બદલે ઐસાં મૌસમ, તુમ્હારે હૈ સનમ!
રિશ્તા દિલ કા હૈ, સપના
બનકર રહા હૈ,
હર દિન મિલતા ભી ગમ,
તુમ્હારે હૈ સનમ!
જો ભ નોબત આયે
આયા કરતી કરીબી,
િંજંદા દિલ હૈ ના ફિર, તુમ્હારે હૈ સનમ!
આપસ આપસ મેં અચ્છી નજરે જરૂરી,
''સાવન'' ભી બરસે કાં તુમ્હારેં સનમ!
- હિતેશ આર. પટેલ : (બારડોલી)
ક્યાં ખોવાઈ ગઈ?
બાસઠ વર્ષોનો સાથ આપીને,
ક્યાં ખોવાઈ ગઈ તું?
શોધી વળ્યો છું શહેર, શેરીએ,
વન વગડે ને કંદ ગુફાએ,
ક્યાંય તારા સગડ ન મળ્યાં.
સાથ નિભાવવાના કોલ આપીને
ક્યાં ખોવાઈ ગઈ તું?
રથના પૈડાં ખંડિત બનાવી
ક્યાં ખોવાઈ ગઈ તું?
ગંગાના નીર તો વધે ઘટે,
શાશ્વત પ્રેમને, કયાં વધઘટ નડે?
યાદ તારી આજ બોજ બની છે,
કહે આજ તે ફૂલ બને!
ઈશ્વરને આ જ પ્રાથુ હવે,
ખોવાઈલીને તૂજ પાસ નિભાવ!
- સી. જી. રાણા : (ગોધરા)
તસ્વીર થઈ ગયો
વરસો બાદ પીગળ્યું જ્યાં
થોડું એનું સંગ દિલ
ત્યાં સુધીમાં હું ખુદ
હું પથ્થર થઈ ગયો!
સુકાઈ ગયા બધા
લાગણી પ્રેમ ના ગુલો
હતો વસંતનો માહોલ ને
પાનખર થઈ ગયો!
દિલ હતું દોસ્તો
અમારું દયાનો દરિયો
હવે ભ્રમમાં રાખતા
ઝાંઝવા ના નીર થઈ ગયો!
કોઈનું સાંભળવાની હવે
તમન્ના નથી રહી
નાખીને કાનમાં પુંભાડા
સાવ બધિર થઈ ગયો!
લ્યો આજે ફૂટી ગયો
શ્વોસો નો પરપોટો
હતો જીવતો જાગતો ને
દીવાલે તસવીર થઈ ગયો!
- મણીલાલ ડી. રુધાણી : (રાણાવાવ)
કઈ રીતે ખબર પાડું......
હું તને ચાહું છું કઈ રીતે ખબર પાડું,
મારું દિલ લઈ ગઈ તું બનીને ધાડ પાડું,
કરીં પાયમાલ બિન્દાસ
ફરે બની અજાણી,
જઈને કોને સંભળાવું
મારા દિલનું કિકિયારું
તું 'હા' પાડ બસ,
આ મારાં મનની એક જ જીદ
નથી ગમતું ને તારા
વિરહમાં જાગતું અંધારું,
આ મારાથી એક ના હાથે
પડેલ તાળી નથી,
તારો બરાબરનો પાળો પછી
હું કેમ ના વિચારું,
'ભરત' તરત કોઈનાં માં
થોડી રસ લઈ લે છ,
તારામાં પડી ગયો છે
ના બનાવતી નોધારું
મારી તો નઈ પણ 'હેલીક' ની
જરા પરવા કર
એ કેટ કેટલાં શબ્દોમાંતારા
વિશે લખે સારું...
(હેલીક) : કલાપી નગર
આગળ વધતા રહેવું
આગળ વધતા રહેવું....
જિંદગીની સફરમાં
જે સમય નીકળી ગો,
તે ફરી પાછો નથી આવવાનો
સફરમાં તડકો છાંયડો આવે,
સફરમાં સુખ દુ:ખ તો આવે,
આધિ વ્યાધિ ઊપાધી પણ આવે,
ખુશીઓ ને ગમ પણ આવે.
આપણે સમ ભાવ રાખી.
પ્રેમભાવ રાખવો સમભાવ
રાખો, પરિસ્થિતિમાં....
ઠલકાયા વગર, બહેંક્યા વગર,
નિરાશ થયા વગર ઝૂક્યા વગર,
પ્રેમના રસ્તે આપણે બંનેએ,
સતત આગળ વધતા રહેવું....
- મુકેશ ટી. ચંદારાણા : (મીઠાપુર)
પ્રાર્થના
બની ગઈ રંગીન ફુલવારી
મારી જિંદગી,કરતી હતી એો
ખુદા હમેશાં છું
તારી બંદગીસ્વીકાર કરી લે દિલથી કેટલી
અમારી દુઆ, તુ છે
સર્વ શક્તિ-માન,
અને પરમ કૃપાળુ ઓ ખુદા
ન જોઈ શક્યો હશે તું આંખોમાંથી
સતત વહેતા અમારા આંસૂ,
કરું છું વિનંતી, આપજે મારા
પ્રિયતમને દીર્ધ આયુ,
જ્યાં સુધી છે મને સાથ મારા સાથીનો,
નથી થયો મને કદી અહેસાસ મારા
દિલનો દર્દનો.હોઠો પર છે મુસ્કાન,
અને આંખોમાં અનેરી ચમક,ફેલાવશે
મારા જીવનમાં ખુશીની સુગંધિત મહેક.
ન કરે મારા સુખનો વિનાશ
દુનિયાના ત્રિવિધ તાપ,
ભૂલથી પણ થઈ ગઈ
હોય ભૂલ તો તુ કરજે માફ.
- ફિઝ્ઝા એમ. આરસીવાલા : (મુંબઈ)
જીવનનો મર્મ
કોયલના કંઠને ઝીલ્યો મેં દિલમાં
ને પૂછ્યું આ કંઠ તને ક્યાંથી મળ્યો
કળાયેલ મોરલાને પૂછ્યું જઈ ચોકમાં
તારી કળાનો કારીગર ક્યાંથી મળ્યો
ખળખળ વહેતા ચપળ ઝરણાઓ જોઈ
હું સાગરના તરંગોમાં જઈને ભળ્યો
ઉંચે નભમાં ઝબૂકતા ઓ તારલાઓ
તને સૂરજ કે ચંદ્રે ક્યારેક મળ્યો?
જળથી ભરેલી પેલી વાદળીને પૂછ્યું
તેં કોઈકની તૃષાનો મર્મ કદી જાણ્યો
મુક્ત મને ઉડતા
પેલા પંખીના વૃંદને
આનંદ અને કિલ્લોલ ક્યાંથી મળ્યો?
વગડામાં જઈને મેં પૂછ્યું એક વૃક્ષને
તને સહનશક્તિનો ગુણ ક્યાંથી મળ્યો
સુખ દુ:ખમાં ગુંચવાયેલો માનવી એના
જીવનના મેમર્મને
કદી ના સમજી શક્યો
- ભગુભાઈ ભીમડા : (ભરુચ)
માં
બારે મહિનમા ખીલતો રહે છે
બાર માસી ફૂલ જેવો મારી
''માં'' નો પ્રેમ છે
શિક્ષણ આપનાર
શિક્ષક અભણ હોય એવી કોઈને
કલ્નપા પણ ન આવે પણ મારા
પરિવારને ને સારા સંસ્કારનું
ચિંતન કરનારી મારી ''માં'' સાવ
અભણ હતા નિશાળનું કોઈ
દિવસ પગથિયું ચડી નહોતી.
ભલે મખમલી શૈયા ન હોય પણ
માથું ઢાળ્યું ભેગું હાંશ થાય છે
સ્વર્ગની અનુભૂતિ તો નથી કરી પણ
માં ની ગોદમાં એનો અહેસાસ થાય છે.
- મણીલાલ ડી. રુધાણી : (રાણાવાવ)