વાચકની કલમ .
પથ્થર કે સનમ
જેનામાં
''જાન'' ભરી છે એ સંગ-દિલ
પીગળીને
પ્રેમનું સુમધુર સાજ બજાવતું નથી
અરે! ''બેજાન'' પથ્થરમાં બનેલા
પર્વત ઉપરથી વહેતું જળ પણ
ઔર ખળખળ વહીને
સુમધુર સંગીત રેલાવે છે
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
શિયાળાની સવાર
ચાલે છમ છમ પવન ગુલાબી,
શિયાળાની સવારમાં
ચાલને થોડું જીવી લઈએ, છોડી
બિસ્તર ધાબણા,
હું લાવું સૂકા પાંદડા તું લાવે ડાળી પાંખરા
આવી સવાર, શિયાળાની
કરીએ મળીને તાપણાં
હરિયાળા એ મોલ ઉપર
ઝાંકળના હોય છાંટણાં
કુણી કિરણ રવિની લઈને,
વીણીએ આ મોતી આંખમાં
જોને પંખી ટહુકે કેવું?
ગાઈએ આપણે પણ રાગમાં,
ચાલને થોડું છોડી દઈએ
સરગમ આ બહારમાં
જેને પ્રેરણા દોડી પહોંચે
નદીઓના સહવાસમાં
ચાલને થોડું દોડી લઈએ,
ભૂલી સઘળી યાતના.
ચાલને .....
તેજલ મૌર્ય ''તેજ'' (ચાંદલોડિયા)
ચશ્-મે-બદ્દૂર
પ્રકૃતિની ખૂબસુરતીને શૃંગારે પ્રેક્ષક હું
એ સૌંદર્યતાની નજર
ન લાગે ચશ્-મે-બદ્દૂર
તારા ગોરા ગાલના ખંજનમાં
માર્મિક સ્મતિ
દુનિયાદારીના ફલકે તું જ ઉધ્ધારક જ્યાં
ફરેબી દુનિયામાં બૂરી નજર ન લાગે
ચશ્-મે-બદ્દૂર
સાચવજે આપણા મૂક સંબંધોને
અકબંધ, જ્યાં પ્રકૃતિ ઉદ્યાને મિજાજ
જાળવી રાખ્યો છે, જ્યાં
બહારોં કી મલ્લિકાએ
તારું સન્માન જાજમે
શું કરી લેશે?
તારી-મારી પ્રીતના વિરોધીઓ
દુનિયાદારીની વર્તણૂક
પણ નવાજ્યા છે જ્યાં
મૃગનયની સમી ચક્ષુઓથી નજર મિલાવ
વેધક નજરોની સામે અમીદ્રષ્ટિ રાખજે.
નાજુક નમણી વર્ણને કોઈ નજર ન બગાડે
મનમોહક સુરતને જાળવજે
ચશ્-મે-બદ્દૂર જ્યાં
પરેશ જે પુરોહિત (કલોલ)
લાગણી
ઘટતી જતી આ લાગણી
કેમકે સાથે જોડાયેલ છે માગણી!
માગણી માટે જ અચાનક
જ વધી જતી લાગણી!
પહેલા ચઢાવ ઉતારવાલી હતી
આ જિંદગી હવે સાંવ સીડી જેવી !
વધતી ઘટતી લાગણી જોઈ
માગણી પ્રમાણે ગ્રાફ બદલતી
હવે શોક ન કરશો કે લાગણી
નથી, આમેય ક્યાં કોઈને પડી છે....!
લાગણી સૂકાઈ ગઈને
માગણી એ માઝામૂકી છે!
ક્યાં ખોવાઈ ગઈ આ લાગણી
કોઈ તો શોધી લાવો એ ''લાગણી''!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
પતંગ સંગ દોરી
આવી ઉતરાયણ નવી ઉડાન વાળી
દોરી પતંગની ગગનમાં ઉજાણી
કરીને પુરા ઉમંગથી તૈયારી
પ્રાત: કાળે ચડે સૌ અટારી
ગગન લાગે જાણે પતંગની રંગોળી
નીચે ઇ નભમાં, લઇ સંગ દોરી
રોમાચિંત કરતી, જો છુએ આ જોડી
લપેટ, કાપ્યો છેની ગુંજે કિલકારી
ચીકી, બોર લાડુ ને ઉંધીયું જલેબી,
બની જાય સોની મનગમતી ઉજાણી
તેજલ મૌર્ય 'તેજ' (ચાંદલોડિયા)
સ્વાગતમ્
ખુલ્લુ રાખ્યું છે બારણું
કદાચ તું આવે તો ગમે
જો આવે તો દિલ હરખે,
દિલમાં દિલ ખુશી ભળે
તારી મહેંકતી યાદ પામું
તુજ કવિની કવિતા બનું.
તારી મેળવેલી જીત છું હું,
તારી અનેરી આશ છું હું
માત્ર કવિની કલ્પના નથી,
તારી વિશ્વાસુ કવિતા છું.
હું તારા બાગનું ફૂલ છું.
પતંગિયું આવે તો ગમે,
'સુમન' આરઝુ બની છું,
જિંદગી મારી જીવંત બને.
આશાનું તોરણ બાંધ્યું મેં
શ્રધ્ધાનો દીપ જલાવું હું.
કદાચ તું આવે તો ગમે.
સુમન ઓઝા (ખેરાલુ)
વંચિત
રાત વહેચી અમે
ઉજાગરા લીધા છે
આહો સાથે રોજ
ધબકારા લીધા છે
જખમોના જિગર પર
ભારા લીધા છે
મૂકીને ક્યાં જતાં નથી
સિતમ સાથે પનારા લીધા છે
મહોબત્તમાં બીજું
કંઈ મળ્યું નથી દોસ્તો
દરદ-ઓ-ગમદિલે
એક ધારા લીધા છે.
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
કહાની
ફના થાવું જીવનમાંહે પ્રણય કેરી
નિશાની છે
અમારી આ હકીકત છે, અમારી
આ કહાની છે
ઘણીવેળા તમોને દોષ દેવો વ્યર્થ લાગે છે.
પ્રણય સાથે જમાનાને અદાવત
યુગ પુરાની છે
પછી શું હોય મંઝિલ કે ઉતારાની
જરૂરત પણ,
તમારી શોધમાં કાયમ ભટકતી
જિંદગાની છે.
તમારી યાદમાં બાળ્યાં બધા ં
અરમાન દિલ કેરા,
હવે બાકી રહ્યું જીવન અમારું ધૂપદાની છે.
શીતળતા 'ચાંદ' કેરી પણ
હવે લાગી રહી દાહક
અને દિલની અગન-જાળે
સળગતી આ જવાની છે.
પ્રવીણ પોંદા (ચાંદ)
હે ઈશ્વર
નસ-નસમાં રક્ત બનીને તું વહેતો રહે છે,
શ્વાસે શ્વાસે શક્તિ મ્
ાુજમાં ભરતો રહે છે.
હૃદયમાંહી ધબકતો ર
હીને શરીરનું
સંચાલન તું કરતો રહે છે,
મન-મંદિરમાં વસતો રહીને
મારું માર્ગદર્શન કરતો રહે છે.
મારા હાથેથી તારા
મહિમાના ગીતો લખાવતો રહે છે.
મારા મુખેથી ભક્તિના
ભજનો ગવડાવતો રહે છે.
''જીવી લે, જીવી લે મોજથી
હુંજ્યાં સુધી છું તારી સાથે''
મારા કાનોમાં પ્રેમથી કહેતો રહે છે!
હે ઈશ્વર - તું ક્યાં મારાથી દૂર છે?
શારદા અરવિંદ કોટક (મુલુન્ડ કોલોની)
મહત્વ નથી....
હાથની રેખાઓનું કોઇ મહત્વ નથી
જિંદગીભર સાથ દે તેવી જોઇએ...
તારુ મારુ ન હોય પણ બધાનું હોય
થોડુ ઉપર નીચે ચાલ્યા કરે...
સુખ-સંતોષની વાત હોય
ત્યાં જિદ ન હોય
સવાર- સાંજ ઇશ્વરનું
સ્મરણ કરતા રહેવું
જીવનમાં ઝરણાની જેમ વહેતા રહેવું
બંધીયાર બની ન બેઠા રહેવું...
બીજાનું સારુ જોઇને દુ:ખી ન થાવું
આપણે સુખી થવા પ્રયાસ કરતા રહેવું
ઇર્ષાની આગમાં ન સળગવું
એ આગ ક્યારેય બુઝાતી નથી
સૌનુ સારુ કરીને, જોઇને ખુશ થવું
હાથની રેખાઓનું કોઇ મહત્વ નથી.
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)