વાચકની કલમ .

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ખ્યાલ છેને?

(ગઝલ)

પ્રેમ આપ્યો હરઘડીએ

સાથ દીધો ખ્યાલ છેને?

બોલચાલે જાળવી મેં

પ્યાર કીધો ખ્યાલ છેને?

હું તને તો ખાનગી વાતો

કદાપી ક્યાં કહેતો?

હાજરીમાં જે પતાવી રાહ

ચીંધ્યો ખ્યાલ છેને

શું વિચારે છે? કહી દે

ચાહતી શું? હલ થશેને

જે હકીકત હોય દિલથી

એ રસ્તો ખ્યાલ છેને

સનસનાટી ના કયામત શોખ

મારો જિંદગીભર

પ્યાર સાચો જાગણ છેને

રંગ રાખ્યો ખ્યાલ છેને

આજ પણ એવો નિહાળી જો

હજીયે એજ 'સાવન'

હાવભાવે રીતભાતે ખેલ

કેવો ખ્યાલ છેને

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

જિંદગાની

કરી મુલાકાત છુટા પડી જાય

અમને ગમતી એ વાત નથી

છે વિરહની જે મજા

તે મજા મિલનમાં નથી

નજીકનો બધો માહોલ

ખુશીથી તરબતર થઈ ગયો

હતી તમારા સાનિધ્યમાં જે મહેક

તે ક્યાંય ચમનમાં નથી

હરખનાં મોજા ઉછાળતું દિલ

નિરવ શાંતિમાં ડુબી ગયું

હતી આગમન જે ખુશી

તે તમારા ગમનમાં નથી

ભલે મુક્ત ગગનમાં વિહરીયે

પણ થાક તો ધરા જ ઉતારે

ભલે શાંતિ જે ધરતીના ગોદમાં

એ ક્યાય ગગનમાં નથી

હોય ભલે છ ફૂટની જગ્યા

પણ છે સાથ નિરવ શાંતિ

મોતની મજા કોઈ ઓર છે

જે ક્યાંય જીવનમાં નથી

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

તારી આંખો

છે ખૂબસુરત ચહેરો

ને અલમસ્ત છે તારી આંખો

શું કહું ડૂબી જાઉં છું એમાં

ઝીલ છે તારી આંખો

દેખું ને બસ દેખતો રહું

એવી કામણગારી છે તારી આંખો

તીર ચલાવીને ઘાયલ કરી દે છે

મુજને તારી અણિયાળી આંખો

સ્મિત છલકાય હોઠો પર

ત્યારે મલકાય છે તારી આંખો

કોઈ શાયર લખ્યા વિના

રહી ના શકે કવિતા

એવી નશીલી છે તારી આંખો

મુખેથી ભલે તું કંઈ ન બોલે

ઘણું ઘણું કહી દે છે તારી આંખો

આમંત્રણ આપે છે પ્રેમભર્યું મુજને

શરારત કરે છે તારી આંખો

ઝૂકીને ફરી ઊઠે છે 

પાંપણ નજાકતથી

મનને મોહિત કરી દે છે તારી આંખો

પળભર નજરથી દૂર રહેવા ન માને મનડું

વિવશ કરે દે છે તારી કમાલની આંખો

શારદા અરવિંદ કોટક (મુલુંડ)

આવકારઆઓ મારા આંગણે

નજરાણું પામવા

હસતા મલકતા આવશો તમે તો

સત્કાર શું તમને પ્રેમના ઉપહારથી

જુના સ્મરણો તાજાં કરતાં રહીશું

ઝઝુમતા રહીને શાશ્વત પ્રેમને

સંગીન બનાવતા રહીશું

તારી હામાં મારી હા હશે તો

પ્રેમી જીવોને શીદ રોકશે જમાનો?

નિરાશા ખંખેરીને વધતા રહીશું તો

પ્રેમના ઉદ્યાનને મહેકતો બનાવશું

પ્રયત્ન આપણો સાચો હશે તો

ઈશ્વરીય સહાય મળતી જ રહેશે

(તેથી) સંકલ્પ કરજે આવું જ કંઈ પામવા

સી. જી. રાણા (ગોધરા)

નમણી સાંજ 

નમણી આ સાંજે અજાયબી એક જોઈ 

ભૂરા આ નભમાં લાલ પીંછી ફેરવી ગયું કોઈ 

ખબર ના પડી કોઈનેય, પણ 

લાલી આ તારા હોઠોની ચોરી લાવ્યું છે અહીં કોઈ 

વાદલડીની પીળી આ ધાર કેવી થઈ 

નક્કી તારી ઓઢણી એ માંગી લાવી છે અહીં 

કલરવથી ભર્યો કિનારો થયો શાંત કેવો 

તારા ભૂરા શીતળ નાજુક નયનો જેવો 

તરંગો ઉઠી ઉઠીને થાય બેબાકળા એવા 

હૈયે અટવાતા તારી યાદોના તોફાન જેવા 

સંધ્યાનો શણગાર થયો હવે અહીં પૂરો 

તારા વિના હું કાયમ રહીશ અટૂલો અધૂરો 

નમણી આ સાંજે અજાયબી એક જોઈ 

સૂરજ સંતાય છે આ દરિયામાં, તને જોઈ 

- અશોક મિસ્ત્રી

સ્વભાવ ના બદલે

પાણીનો ધોધ

કાળા કોલસાને

સફેદ ના બનાવે

શિખામણનો પ્રવાહ

દુર્જનને સુધારી ના શકે

વિભિષણનો બોધ

રાવણને

સુધારતો નથી ને

રામ રાજ્યની લજ્જનતા

ધોબીને

સમજાવી શકતી નથી

'લઘુગોવિંદ' વદે

સ્વભાવ

ના બદલે

ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ (કલ્યાણ)

આવ્યા નવલા તહેવારો

શ્રાવણ, ભાદરવો, 

આસો ને કારતક

હવે આવશે તહેવારોની 

રમઝટ રમઝટ

હેય ને પહેલા આવશે કનૈયા

ને મન કરશે તાતા થૈયા

બીજા આવશે ગજાનન

ને દિલ ડોલશે આનંદાનંદ

પછી આવશે પિતૃ દેવો

હૃદય બોલશે પિતૃ દેવો ભવ

રુમઝૂમ આવે નવલા નોરતા

જગતજનની ગઢથી ઉતરતા

આવી આવી દિવાળી આવી

ઢેર સારી ખુશિયાં લાવી

આવ્યા હસી ખુશીના તહેવારો

ને 'નિજ' મનમાં આનંદ છવાયો

જતીન ભટ્ટ 'નિજ' (ભરૂચ)

કર્મફળ

ઓ... ફૂલ, એવાં તે ક્યાં કર્મો કર્યા કે

તું પ્રભુ કેરા શિરે તે ચઢે છે!

ઓ... મોરમુકુટ, તે શું તે કર્મો કર્યાં કે

તું શ્રીકૃષ્ણના શિરે તે રહે છે!

ઓ... દીવડા, તેં કેવાં તે લક્ષણો ધર્યાં કે

તું પ્રભુ પાસે સ્થાન તે ધરે છે!

ઓ, પુષ્પમાળ તેં કેવાં શ્રેષ્ઠ કર્યાં કે

તું શહીદ કંઠે ચોમેર તે વસે છે!

જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

નજારો

કેવો અદ્ભૂત આ તારો નજારો

ઉઠતાંની સાથે જ મન ભરી માણ્યો

સવાર-સાંજના આ ઘટનાક્રમમાં

ભૂલી ગઈ હું સઘળી સમસ્યાઓ

કેટલાય ઓળખાઈ ગયા ને ભૂલાઈ ગયા

આ મતલબ ભરી દુનિયામાં

ક્રમ રહ્યો ફક્ત તારા માટે જ

આવું છું હરરોજ તારા સ્થાને

મળી ગયો મને તારા પારનો દરિયો

ઉલેચતા મળ્યું 'શીવા' તારું જ નામ

પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)


Google NewsGoogle News