વાચકની કલમ .
સમુદ્ર ઈશ્કનો છલકે
સમુદ્ર ઈશ્કનો છલકે ઉછળતા
પ્રેમના મોજાં
કિનારા પાર કરવા નેણમાં
હલેશા મારતા મોજા
ગગન વરસે અમી ધારા ધરાને
તૃપ્ત કરતા 'તા
સરિતા કાં સુકાણી નીર ઝરણાં
ખળખળ વહેતા
પલકમાં પ્રાણ પાથરતાં સુલણાં
વેણ કડવા છે
રૂવે જ્યાં ભગ્ન હૃદય મનના
સંગેમરમરના આંસુ છે
કદી નહીં 'ચંદ્ર' છુપાશે એ વીજ વાદળમાં
મિલના જામ છલકાશે વિરહની સાજનમાં
કે. ડી. અમીન 'ચંદ્ર' (અમદાવાદ)
મળ્યો માનવ અવતાર
(રાગ : હું તો કાગળિયા
લખી લખી થાકી)
મને મળ્યો મનુષ્ય અવતાર રે
જીવન મને રૂડું લાગે
મારું જીવન ધન્ય બની જાયે... જીવન
મારા હૈયામાં ઘણી ઘણી હામ હતી
મારા જીવનમાં એની જરૂર હતી
મારી આશા ક્યારે પૂરી થાયે... જીવન
હું તો સુખમાં ને દુ:ખમાં સુખી રહું
મારા આતમને કદી ના દુ:ખી કરું
એ તો જીવનનો સાર સમજાવે... જીવન
હું તો તારા આધારે આજે જીવી રહ્યો
મારે આઠે પહોરમાં આનંદ થયો
મારો જન્મ સફળ થઈ જાયે... જીવન
મારું જીવન મરણ તારી પાસે રહે
તારી દયાથી જીવનનો રસ્તો મળે
મને ઊંઘમાંથી પ્રભુજી જગાડે... જીવન
કદી આભાર ના ભૂલું ઓ વ્હાલા પ્રભુ
મને ભક્તિ અને શક્તિ બહુ આપી પ્રભુ
હું તો જન્મોજનમનો ઋણી... જીવન
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
...તો કહેજે
તારા મારા પ્રેમની વાત બીજા
કોઈને કહું તો કહેજે
આંખ મીંચાય છતાં ઊંઘ ન આવે તો કહેજે
સમજાવું છું પ્રેમથી, તને ન
સમજાય તો કહેજે
તને સજાવું છું સ્નેહથી વટ ન પડે તો કહેજે
આપણી આસપાસ જો કોઈ
જોઈ જાય તો કહેજે
તેને મારો પાઠ પ્રેમથી ન ભણાવું તો કહેજે
કોઈની ખરાબ નજર
તારા પર લાગે તો કહેજે
આપણા પ્રેમ પર પાડોશી
નજર બગાડે તો કહેજે
તને અને મને પ્રેમમાં
ભીજાવવા કેવો સ્વીકાર થયો?
તારી-મારી આબરુ લજવાય તો કહેજે
પુનમની રાતે રઢિયાળી
રાતમાં ચાંદ પર જો
ડાઘ દેખાય તો કહેજે
પૂનમના પ્રકાશમાં ક્યાંય
અંધારું થાય તો કહેજે
આપણે તો આપણા મુલકમાં જવું છે
રસ્તામાં ક્યાંય ભીડ દેખાય તો કહેજે
મારો અને તારો પ્રેમ
ક્યારેક ઝાંખો દેખાય છે
પ્રેમમાં જો પ્રકાશ દેખાય તો કહેજે
ભરત અંજારિયા 'ભારતેન્દુ' (રાજકોટ)
ઝંખના
મંદ-મંદ ઠંડી હવામાં સંભળાઈ
રહ્યા મને તારા સૂરિલા સૂર
કરી રહ્યો છું યાદ તને તું છે
મારાથી દૂર દૂર
એકાંતમાં શ્યામ વાદળો સાથે
કરી રહ્યો છું હું પ્રેમાલાપ
શાયદ તે વર્ષાના બૂંદ બની સંભળાવે
તને મારી દર્દભરી ફરિયાદ
કોયલની કૂક એમ પક્ષીઓનો
કલરવ કરે છે મારા મનને બેચેન
તારો પ્રેમાળ, શીતળ
સ્પર્શ જ લાવશે મારી જિંદગીમાં ચેન
તારી સુંદરતા જોઈ થયો
મને પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ
ખુદાની ખુદાઈ જ એક દિવસ
કરાવશે તારો અને મારો મિલાપ
તારી ગહન, સુંદર આંખોમાં ડૂબી
લગાવીશ જીવન નૌકા કિનારે
ત્રિવિદ્ય તાપના ઉછળતા મોજાં
મારી દુનિયામાં ભલે તૂફાન લાવે
તું સાથે હશે તો જરૂર
તરી જઈશું આ અફાટ ભવ-સાગર પ્રિયે
ઈશ્વરના દરબારમાં હાથ
ઉઠાવી ફરી મિલાપની પ્રાર્થના કરીએ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
દર્દ-એ-જિગર
નયન નજર અહીં કરે પણ ક્યાં?
ઈશારો કોઈની નજરનો નથી
મહોબ્બત અહીં જાય પણ ક્યાં?
સહારો કોઈ જિગરનો નથી
સામેલ થતાં નથી પ્રેમના પંથે
હરખ જાણે કોઈ સફરનો નથી
લબ ચૂપ છે કઈ બોલતા નથી
ઇકરારનો ઈરાદો જાણે દિલબરનો નથી
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
આજની દુનિયા
આજે સત્યને મેં જોયું એકલું મૂંઝવણમાં
ને જુઠાણું ભરબજારે મ્હાલે બહુ હોંશમાં
છે સરેઆમ લૂંટાતી ઘણી દ્રૌપદી આજે
જાણે મહાભારત રચાય
પુન: જગ દરબારમાં
ચોતરફ હોડ છે નીચા
દેખાડવાની એકમેકને
ભૂલ્યાં સૌ સંસ્કારો આ દેખાડાના ખેલમાં
અવનવાં આધુનિક ઉપકરણોને યંત્રો આ
કેટલાંય હોમાઈ ગયાં એના દુરુપયોગમાં
કોઈ જગ્યાએ આગજનની
તો કરો પથ્થરમારો
ધર્મની આડમાં આજે
માણસાઈ છે ખતરમાં
યુવા વર્ગ આકર્ષાઈ વ્યસનને વળગે છે
અંતે સર્વનાશ થાય એનું રોગના સકંજામાં
એવું નથી કે આજે બધું જ છે દાવમાં
કાલનું વિચારી સૌ સમજી જાઓ આજમાં
રાકેશ એચ. વાઘેલા 'રાહી' (સુરત)
નસીબે કરી ગજબ લ્હાણી
ઓચિંતા વ્યક્તિ આવી અજાણી
મુજ સંગ જીવનની આશ બંધાણી
નસીબે કરી...
મીઠી, મધુર ને પ્રેમાળ એની વાણી
હર્ષ તો તારા અમીમય
શબ્દોનો બંધાણી
નસીબે કરી...
મુજ આશિકના નયનમાં
નૂર છલકાવી
જેમ દિલ દરિયામાં ઊછળતું પાણી
નસીબે કરી...
જુઓ જરા હૃદયના દ્વાર ખખડાવી
જખ્મો થયા નાબુત ને
દિલે જીતી કમાણી
નસીબે કરી...
રૂપ એનું જાણે શંકરની શિવાની
'હર્ષ' સંગ જેની પ્રીત બંધાણી
નસીબે કરી...
હર્ષિલ પંચાલ 'હર્ષ' (ચાંદલોડિયા)
પદયાત્રા
નીકળશો આ ગલીના નાકેથી
એવી અફવા આજ ફેલાઈ સામેથી
ઉતારા અહીં થાય
એવું જરા કરજો
લાગણીના કયારા
મુકાય એવું રાખજો
સવાર સાંજ કે રાત
સમો જરા બતાવજો
આડે સમાના દર્શન
થયાની ઝાંખી કરાવજો
રસાલો કેવડો હશે
એ પણ કહેવડાવજો
સેવા કરવા મળે એવો
મોકો જરૂર આપજો
ગાયો સાથે ગોવાળોને
પણ ઊભા રાખીશું
માખણ મિસરીનો પ્રસાદ સાથે આપીશું
રાધાને કાન, રાહડા
રમે એવો સમય રાખજો
ગામ, ગાંડુ ઘેલું થાય એવું કરી બતાડજો
'શ્યામ' વિનવે ગલીથી પાછા ફરજો
સદા દિલે વસવાટ થાય એવું કાંઈ કરજો
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'
લાગણી
લાગણીની વાતો માત્ર 'છળ' હોય છે
લાગણીમાં છૂપાયેલી હોય છે માગણી
વાયદા, વચનો માત્ર જ છે દિલાસા
જે શરૂની લાગણી તે
પણ આખર હોય છે
લાગણીની વાતોમાં 'ખંડગખોડ'
કરશો નહીં
કાચના જેવા હૃદયમાં
હોય છે... લાગણી
લાગણીના વાયદા ન લેશો ન કરશો
લાગણીમાં છૂપાયેલી છે,
ભાવના-ભરપૂર
નિ:સ્વાર્થ પ્રેમને કહી શકાય લાગણી
જેટલો સ્વાર્થ તેટલી જ હોય લાગણી?
લાગણીમાં ન હોય માગણી બિલકુલ
ભાવનાસભર જોવા મળે છે
કેટલી લાગણી
તે જ સાચી હોય છે... લાગણી!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)