વાચકની કલમ .
મન હજુ ભરાયું નથી
થયા છે કેટલાંય વર્ષ આપણા જોડાણને
છતાં મળીને હજી મળાયું નહિ
આ મન હજી ભરાયું નહિ
આજે અમારી લોન્ગ ડ્રાઈવ છે
ફ્લાઇડ મોડ પર અમારો મોબાઈલ છે
છતાં આ હૃદયથી
એક જગ્યાએ ટકાયું નહિ
આ મન હજી ભરાયું નહિ
દરિયા કિનારો છે
હાથમાં હાથ તમારો છે
દરિયાના મોજાંનો સહારો છે
છતાં એ હરખાતું
મોજુંથી દરિયામાં જવાયું નહિ
આ મન હજી ભરાયું નહિ
ચાંદની રાત છે
હજી પણ હાથમાં હાથ છે
સપનાથી ભરેલી વાત છે
એમણે કહ્યું સોરી સમય અપાયું નહિ
મેં કહ્યુ ંઆ મન હજી ભરાયું નહિ
બંનેની એકબીજા માટેની ચાહત છે
બંને એકબીજાની રાહત છે
મળવાની પૂરેપૂરી આહટ છે
એટલે આ મનને દૂર ર
હેવાનું ફાવ્યું નહિ
આ મન હજી ભરાયું નહિ
ફાલ્ગુની એ. પટેલ (સુરત)
ડરવું ના કદી
સામા પ્રવાહે
તરવાનું ધારો
સંકટો પર કદી
કરો પ્રહારો
પાછા પગલાં
ભરવા ના કદી
તો જ જીવને
આવશે બહારો
કદી ના કરો
વાત ઝૂકવાની
ઝઝૂમવાનું
દિલથી વિચારો
હિમાલય પણ
નડે ના કદી
દિલે હોય જો સાહસ સથવારો
'લઘુગોવિંદ' ડરવું ના કદી
દિલે કરો નિડરતા સંચારો
લઘુગોવિંદ (કલ્યાણ, મુંબઈ)
દીકરી
ત્રણ અક્ષરમાં
અનોખુ ધામ છે દીકરી
તુલસીના છોડનું
પવિત્ર પર્ણ છે દીકરી
સુખથી છલકાતો
સાગર છે દીકરી
લાગણી ભરેલો ઘડો છે દીકરી
માતાપિતાનું અભિમાન છે દીકરી
માતા-પિતાનું સન્માન છે દીકરી
મીઠો એવો ઝાડનો
છાયો છે દીકરી
લક્ષ્મી સ્વરૂપે ઝળહળતો
દીવો છે દીકરી
ધરતીનો ધબકતો ધબકાર છે દીકરી
દરિયાનું વિશ્વાસુ
વહેણ છે દીકરી
પરિવારનું સન્માન છે દીકરી
ભાવ લાગણીનું સરોવર છે દીકરી
ઈશ્વરે કરેલું કન્યાદાન છે દીકરી
આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે દીકરી
દ્રષ્ટિ પરેશ પટેલ (કરચેલિયા-સુરત)
બાગમાં તું હતી
(ગઝલ)
આવતો માર્ગપર બાગમાં તું હતી
જોઈ જાણી હવે યાદમાં તું હતી
ગેલમાં દૂરથી જોઈને ખાસતો
તું હજીયે મળી રાતમાં તું હતી
ખાતરી જ્યાં કરું રોશની ચાંદની
બેસતો બાકડે સાથમાં તું હતી
કેટલીવાર તો પૂછવા ચાહતો
લાગતું એમ કે ગામમાં તું હતી
તું અચાનક નજર કેદમાં આવતી
રાહ સાચી રહી પ્યારમાં તું હતી
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
જીવન હંકાર જે
જીવન નૈયા તારા થકી છે જ્યાં
તરાપો બની તું હંકાર જે
સંસાર સાગરે
ભરતી-ઓટ આવે
તેમાં જ જીવન મારું હંકારજે
જીવન છે, સંઘર્ષપૂર્ણ જ્યાં
તેમાં જીવન નૈયા હંકારજે
સ્થિતપ્રજ્ઞા બનીને
ધર્મ અનુસરજે
દુનિયા તો તમાશો જોનાર છે
તેમાં સ્થિતપ્રજ્ઞા થઈને રહેજે
આદર્શોને પ્રેરણા તો
મળશે જ્યાં
તેમાં જીવન નૈયા
આગળ ધપાવજે
મંઝિલ તો બહુ જ દૂર છે જ્યાં
તાણા-વાણા ભરી જિંદગાનીમાં
આંટી-ઘૂંટીને ઉકેલવા મથજે
જીવન નૈયાને તારા થકી છે મારી
જીવનમંઝિલે પહોંચવા નૈયા હંકારજે
પરેશ જે. પુરોહિત (રણાસણ-કલોલ)
કેમ છો.... કેમ છો....
જો ફાવે તો કેજો કેમ છો
બાકી ના ફાવે તો જય માતાજી
બાકી બધુ બાજુ મૂકો
ના ગમે એને કાઢી મૂકો
આવીને જો કોઈ મારે ફાકો
આગળ જઈ એની મારો ચોકો
છોડો પંચાત એવાં બધાંની
જો ફાવે તો બાકી ના ફાવે
ખાલી પીલી બી.પી. વધે
કાર્ડિયોગ્રામની લીટી ખૂટે
દવાની નાની કોઈ મોટી સીસી
કોઈ કડવી લાગે કોઈ મીઠી
જમા પુંજી ખાલી થઈ જવાની
જો ફાવે તો બાકી ના ફાવે
તમારુ છે તો તમે વાપરો
બિચારા બની ના ખોટું ઠાબડો
કાલે શું થાય કંઈ ખબર નથી
સમયની સામે કોઈ જબર નથી
ખાલી છબી લટકી જવાની
જો ફાવે તો બાકી ના ફાવે..
'હેલીક'
છલકાય છે જામ ત્યારે
છલકાઈ જાય છે જામ ત્યારે,
દિલ પર ઠેસ લાગે છે જ્યારે.
ને વાતમાં ને વાતમાં વધી જાય છે ત્યારે,
વાતનો વંટોળિયો થઈ જાય છે જ્યારે.
તે સંબંધને બંધન લાગી જાય છે જ્યારે,
સંબંધોમાં તિરાડ પડી જાય છે ત્યારે.
ને તૂટેલા સંબંધની ધાર
કઢાઈ જાય છે જ્યારે,
અંગાર પર ચાલવાનું થાય છે ત્યારે.
ને જખમો પર જખમો વધતા
જાય છે જ્યારે,
વેદનાની પુકાર ચીખે છે ત્યારે.
છલકાઈ જાય છે જામ ત્યારે,
દિલ પર કેસ લાગે છે જ્યારે.
આરતી (ડોંબિવલી (વેસ્ટ)
ઈશારો તમારો
અજંપો વધારે ઈશારો તમારો
મને તો સતાવે ઈશારો તમારો
કહું શું તમોને સમજાય નહીં ને
પહોરો બગાડે ઈશારો તમારો
થઈ મૌન બેસું ઝરૂખા તલાશી
વિચારે ચડાવે ઈશારો તમારો
હતી એક શ્રેણી ઉરે ગોઠવેલી
ક્ષણેકે વિખેરે ઈશારો તમારો
કહું તોય ના માનતો ભીતરી વા
ઉમંગો જગાવે ઈશારો તમારો
પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ' (વલસાડ)
મિત્રોની મહેફિલ
મિત્રોની મહેફિલ મળતાં
મરવાનું માંડી વાળ્યું
ગોત્યું હતું જે સ્મિત બધે જ
મિત્રો મળતાં એ સામે ઊભું મળ્યું
આવીને મળ્યાં ગળે એવા
કે આત્માને સીધે-સીધું સ્વર્ગ મળ્યું
હવે મારે જોઈ એ શું- દુ:ખની દવા
મને તો આખે-આખું દવાખાનું મળ્યું
મિત્રોની મહેફિલ મળતાં
મરવાનું માંડી વાળ્યું
ધવલ આર. પરમાર (અમદાવાદ)