વાચકની કલમ .
તું તો બદલાઈ ગઈ છે
કેટલાંક લોકો એવા છે જિંદગીમાં
જે ક્યારેય મળતા નથી
પણ... રોજ યાદ આવે છે
જેમ કે તું...
પણ... શું કહું તને
સમય મળે તો હજીય
રાખી જોજે કદમ
મારા હૃદયના આંગણે
હેરાન રહી જશે તું
હૃદયે મુકામ જોઈને
પણ... શું કહું તને
તું તો પૂરેપૂરી બદલાઈ ગઈ છે...!
'મીત' (સુરત)
એ આવે નરિ
સાગરને જઈ કઈ ધ્યો કે
ભરતી વિના આવે નહિ
મરજિયાને પણ કહી ધ્યો કે
સંદેશો કંઈ લાવે નહિ
એના કિનારાને આપી દો
એકાદી કાચી પાટી ભલે
પણ હવાને જઈ કંઈ ધ્યો કે
પેન લઈ સમજાવે નહિ
પેલા નાનકૂડા ભૂલકાને ક્યો કે
રેતીથી ભલે પ્રેમ કરે
પણ સૌને ચળકતી રેતીને
થોડી પણ એ ચાવે નહિ
માછલીને મંજુરી દઈ ધ્યો
પાણીમાં હિલોળા કરવાની
પણ કાનમાં થોડુંક કઈ ધ્યો કે
મોટેથી એ ગાવે નહિ
મુસાફરોને કઈ ધ્યો કે
એ રમત કિનારે રમતા ભલે
પણ પવન સાથે પ્રિત કરી
દિલથી દિલ લગાવે નહિ
અને તોરણ બનાવી દરિયો
રસ્તા વચ્ચે ઊભો ભલે
પણ સરિતાની રાહમાં
જો જો પોતાને જ સજાવે નહિ
ધીરેનકુમાર બી. રાઠોડ (વાડલા, સુરેન્દ્રનગર)
મા એક દેવી
માના હાથ છે અકસીર મલમ
જે દૂર કરે સઘળા દુ:ખદર્દી
માનો સ્પર્શ છે જાદુઈ ઈલાજ
જે આપે સાંત્વન ને સુકુન
માનો પાલવ છે મીઠી છાયા
જે આપે સુખદ ને મજાની અનુભૂતિ
માનું હૃદય છે મમતાથી ભર્યું
જે વરસાવે સદા પ્રેમ ને વ્હાલ
માની દ્રષ્ટિ છે સદા અમી ભરી
જે બચાવે હંમેશા બુરી નજરથી
માનું મન છે પ્રેમ ભર્યું
જે વરસાવે સદા આશિષ ને શુભેચ્છા
મા છે એક પૂજનીય દેવી
જે આપે સદા હિંમત ને શક્તિ
કિરણ જે. શાહ 'સૂરજ' (અમદાવાદ)
પ્રિયતમા
પરાયા લોકોથી નથી કોઈ શિકાયત
શિકાયત છે મને માત્ર
મારી પ્રાણ-પ્રિય પ્રિયતમાથી
દિલને ઠેસ આપવાની પરંપરા
તો સદિયોંથી છે અસ્તિત્વમાં
તારા નયનોની પિલાવી
મદિરા બનાવી દે મને
તારો પ્રિયતમ મદહોશીમાં
તારા શ્યામલ કેશ-કલાપમાં
મને ક્ષણભર આરામ લેવો છે
તારા પ્યારમાં મને મારી
જિંદગી દાવ પર લગાવવી છે
તારી જુદાઈ બની જશે
મારા માટે જિંદગીભરની સજા
તારા વિના જિંદગીમાં ન
રહેશે કોઈ મજા
શા માટે સનમ, પ્રેમાગ્નિમાં
જલાવે છે મને
આ દુનિયામાં સિર્ફ તું જ
નજર આવે છે મને
મારી એકલતાની સાથી,
દુનિયાના ત્રિવિદ્ય-તાપથી
દૂર જઈને રહીએ
દુનિયાના દુ:ખ-દર્દને
નઝર-અંદાજ કરતા રહીએ
તારા વિના જિંદગી
કેમ વિતાવીસ હું?
મૃત્યુ પછી પુર્ન-જન્મમાં
જરૂર મળીશ તને હું
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
સૌંદર્યતા
તારા રૂપને શૃંગાર થકી મહેક્યું સૌંદર્ય
જાણે કે ઝન્નતની પરિ જ્યાં
મધુર વાણીને સૌંદર્યતાની મૂરત જ્યાં
સૌની નજર તારા સૌંદર્યતાના પ્રેક્ષકસમી
કોઈની નજર ન લાગી જાય ચશ્મે બદદૂર
સૌંદર્યતાની નિખાર મનમોહક સમી જ્યાં
કુદરતે શું રહેમ કરી છે સૌંદર્ય થકી
નિખાલસતાને મનભાવન અદા
સ્નેહાળ હાવ-ભાવને માર્મિક સ્મિત રેલાય
સૌંદર્ય તો અન્યનું પણ હોય જગમાં
તારા સૌંદર્યની શી મઝાલ છે? જગ માહી
બે-મિશાલને લા-જવાબ છે રૂપનો અંબાર તારા સૌંદર્યમાં મારી મીટ બા-અદબ છે
શ્યામ બિંદી ભાલે કરી
રાખજે ચશ્મે બદદૂર
પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)
ખતા ખાશો
ખાસો ખતા જો જિંદગીને
ગણિતને જોડશો
માણો જિંદગી 'મન'
ભરીને દરેક 'રંગમાં'
અફસોસ માટે નીકળી જશે
આખી જિંદગી
'સ્વમાન' સાચવજો બધા
'સંયમી' નથી હોતા
'સંબંધો' બધા દેખાય તેટલા
'સારા' નથી હોતા
બધા જ સંબંધો હુંફાળા નથી
હોતા 'સ્વાર્થ' વગરના
એવું ઘર ક્યાંય નહીં મળે
જ્યાં તકલીફ નથી
થાય જો 'અવગણના'
તો ભૂલી જશો
ક્યારેક 'અત્મ' ને
'મતલબ' ટકાશે
થંભી જજો હવે પહેલા જેવું
'યૌવન' નથી
'આથમતા' સુરજના કોઈ
ભાવ પૂછતું નથી
એક દિવસ તમારું બહુ
'મહત્ત્વ' હતું ભૂલી જશો
'બહુમૂલ્ય' હતા તમે સૌના
એક વખત
આજે 'શૂન્ય' થઈને
આડા આવશો
'ઉંમર' થતા 'જપી'
જશો નહી તો 'ખપી' જશો
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
યાદેં, ઉમ્રદરાજ બનતી ગઈ
અરમાન મેરે જલતે ચરાગ સે થે
ઔર વક્ત કમ્બખ્ત હવા બન ગયા
લકીરો કો ચમકાને કે ચક્કર મેં
હાથોં મેં મેરે ઘાવ બન ગયા
સુકુન પાને લગા હકિમ મેરે જખમો સે
મેરા દર્દ ઉસકે લીએ દવા બન ગયા
ઠોકર ભી બડી શીદત્ત સે ખાઈથી મૈને
હર પથ્થર કો મુજસે લગાવ બન ગયા
ઉસકી યાદેં તો ઉમ્રદરાજ
બનતી ગઈ 'રાકેશ'
પર મેરા દર્દા જવાં બન ગયા
તુજે મેરી ઉમ્ર લગ જાએ 'રાકેશ'
તેરા હર ખ્વાબ અબ જાનલેવા બન ગયા
સવિતાબેન રાકેશ સોલંકી 'શબ્દ'
(નવા વાડજ)
શોધે...
હૃદય તો હરદમ મનગમતો
સંગાથ શોધે
ભીંજવે નખશિખ એવો
પ્રિત વરસાદ શોધે
શબ્દો ક્યાં ખૂટે વ્યવહારોની
વાતચીતમાં?
આત્મીય અનુભૂતિ કરાવતો
મૌન સંવાદ શોધે
સવારથી સાંજ સુધી
મળતાં અનેક લોકો
હૂંફાળું આલિંગન દેનારી
એકમાત્ર બાથ શોધે
આમ તો સક્ષમ ચાલવાને
આ કઠિન પગથારે
હામનો હેલ્લારો આપે
એવો હાથોમાં હાથ શોધે
ખુશીઓ અન્ય પર ન્યૌછાવર
કરનારા સદૈવ
આનંદની એક સાચી
ક્ષણને આહલાદ શોધે
પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ' (વલસાડ)