વાચકની કલમ .

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


સુંદરતા નિસર્ગની

ડુંગર દૂરથી લાગે છે ઘણા રળિયામણા

પાસે જઈને જોતા લાગે છે બિહામણા

તેના ઉપરની વનરાજી 

આંખોને આપે છે ઠંડક

શીતળ પવન ફેલાવે છે 

માટીની સુગંધ મંદ-મંદ

સરિતાના નિર્મળ જળ વહે છે 

ખળ-ખળ

વૃક્ષના પર્ણોમાંથી સંભળાઈ

છે ઝાંઝરનો ઝણકાર પળ-પળ

આકાશમાં ફેલાયા છે 

કાળા ડિબાંગ વાદળો,

આતુર નયને જોઈ રહ્યા છે 

વર્ષાની રાહ પશુ-પક્ષીઓ

દૂર-દૂર આંબાવાડીમાં 

સંભળાઈ રહી છે કોયલની મધુર કૂક

ઘૂઘવટા દરિયાના મોજામાં 

સંભળાઈ રહ્યા છે આહ્લાદક સૂર

અતૃપ્ત ધરતી ઝંખે છે 

વર્ષાની એક બૂંદને

રેગિસ્તાનમાં માનવી થાય છે 

તૃપ્ત પીને પાણીના એક ઘૂંટને

તૂટી પડયો વરસાદ આકાશે 

જ્યારે ખોલ્યું પોતાનું ગર્ભ-દ્વાર

સતત વરસી વર્ષાએ કરી 

પૃથ્વીને ફરી જળ-બંબાકાર

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

જિંદગાની

થયા કરે એને વાગોળવાની તમન્ના

કવિતા મારા વિચારોની વાનગી છે

ઉપાડુ કલમ ને આવી જાય સ્ફુર્તિ

કવિતા મારી... તાજગી છે

સદા દિલમાં સમાવી રાખી છે

કવિતા મારી દિવાનગી છે

કરું યાદ એને ખુદાની જેમ

કવિતા મારી બંદગી છે

આવે છે મારા શ્વાસોની સાથે

કવિતા મારી જિંદગાની છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

હરિયાદ... કોને કરું...?

કોને કરું ફરિયાદ એ કંઈ પારકા નથી

જેણે દીધા જે જખમો એ કંઈ પારકા નથી

સમંદર તો કંઈ કરતો નથી, પરંતુ

જેણે ડુબાડી નાવ કંઈ પારકા નથી

પરાજયનું દુ:ખ નથી મને કંઈ

પરંતુ જીતી ગયા જે કપટથી 

એ કંઈ પારકા નથી

મારી તકલીફોનો દોષ તે પણ 

એમના ઉપર

કરવા દે દિલ! રક્ષણ એ 

કંઈ પારકા નથી

બની શકે છે થોડા ઘણાં બીજા હશે

બેખબર પરંતુ સાવ એ પારકા નથી

કોને કરું ફરિયાદ એ દિલ

કોઈ સાંભળતું નથી એ કંઈ પારકા નથી

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

મારે પણ એક ઘર હોય

વડીલોના આશીર્વાદ થકી મારે ઘર હોય

પરિશ્રમમાં હોમાતા માનવને

સુંદર મજાનું ઘર હોય, એક મંઝિલ હોય

આગંતુકને મારા થકી આવકારો હોય

પ્રેમસભર વાતાવરણ 

માહોલ રચાતો હોય

પ્રેરણાત્મક બળ પૂરું પાડતું મારું ઘર હોય

દુ:ખિયારાના આંસુ 

લૂછી સાંત્વના આપતું હોય

ભાવિ પેઢીને સંસ્કારો સિંચતું હોય

સારા ડહેલા મહોલ્લામાં 

સકારાત્મક ઊર્જા હોય

સૂર્યોદયે કિરણ મારા ઘરને ઉજાળતું હોય

ચંદ્રની શીતળ છાયા ડાઢકતા 

આપતી હોય

માનવ મહેરામણે પ્રતિષ્ઠા 

રોશન કરતું હોય

ગરીબ-ગુરબાને ભોજન 

અર્પણ કરતું હોય

સાધુસંતોની સેવા ચાકરી કરતું ઘર જ્યાં

મારે પણ એક ઘર હોય

પરેશ જે. પુરોહિત (કલોલ, રણાસણ)

ગમે છે

કેસુડાના રંગમાં રંગાઈ જવું ગમે છે

પ્રેમીકાના પાલવમાં વીંટાઈ રહેવું ગમે છે

પરવળશા, અધરોની લાલી બનીને

લાલીના રંગમાં રંગાઈ જવું ગમે છે

પ્રિયાના નયનોનું કાજળ બનીને

મારકણા નયનોમાં સંતાઈ રહેવું ગમે છે

પ્રીયાના પગની પાયલ બનીને

પાયલની નાદમાં ખોવાઈ જવું ગમે છે

પ્રિયાના મુખની દેતાવલીમાં

મેજન બની લોપાઈ રહેવું ગમે છે

ઢોલના ધબકારમાં ભાન ભૂલી નાચતા

સાકરના હારડામાં ગુંઠાઈ રહેવું ગમે છે

પ્રિયાના મૃત્યુની અંતિમ પળોમાં

કાષ્ટ બની રોજમાં બળી જવું ગમે છે

હે પ્રીયે હે પ્રિયે રટતા રહીને

હવે આયખું પૂરું કરવું ગમે છે

સી. જી. રાણા (ગોધરા)

ક્ષણભરની મુલાકાત

થઈ હતી ક્ષણભરની મુલાકાત

કરી એમાં બસ નયનોથી વાત

કહેવી હતી હૈયે ભરેલી વાત

જોઈ તને શબ્દો ભૂલ્યો ભાન

વિસરાયું બધુ તને જોતાની સાથે

રમતો રમાય અકેમકેની આંખોની સાથે

લાગણી બધી સંકેલાઈ ગઈ

જ્યારે એ ક્ષણની વિદાય થઈ

સપનામાં થશે હવે રોજ મુલાકાત

વેદનાની અશ્રુઓ થકી રજુઆત

સંભાળી લેજે મને તુટી જઈશ હું

તારી યાદોંનાં સહારે જીવી લઈશ હું

વાટ જોશે હવે નયનો મારી

કાશ! થઈ જાય મુલાકાત કરી આવી

કરીશ હું દિલની વાત ફરી

કાશ! મળી જાય એ ક્ષણ ભરી

મન (શવભાવિની)

તું

થોડું રોકાઈ જા તું

આવ્યો છે તો થોભી જા તું

તપાસી લે હિસાબ તું જિંદગીના

સરવૈયું સાચું માંડી જા તું

શું લઈ જઈશ એક નવા પડાવમાં તું

જરા અટકી વિચારી લે તું

પ્રેમ, ભાવ, યાદોની બાદબાકી

રખે ના કરતો કોક દિ તું

કબૂલી લે તારા અઢળક ગુનાઓ

જો માફી મળે તો ફરી વાર તું

ઉકરડાને ન આપીશ તું મોકળું મેદાન

લગાવી દે છલાંગ આરપાર તું

દર્પણમાં આવ્યું તારા રૂપનું પ્રતિબિંબ

ઓળખી લે અસલી સ્વરૂપને તું

પ્રવાસ કેટલો હશે તે કોને ખબર

ઢૂંઢી લે 'શીવા'ને ભીતર તું

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

મુસ્કાન

ક્યારેક જવાબદારીઓ 

એક બાજુ રાખી દઉં છું

અને આમ કરી મારી જાતને 

હું પોરહાવી લઉં છું

મસ્તી મજાક અને મિજાજ વાળો 

માણસ રહ્યો હું

બે ઘડી બાળકો સાથે 

હું પ્રેમ ભરી વાતો કરી લઉં છું

જોવે જો કોઈ નાચતો 

મને સાવ ખુલ્લા આકાશ નીચે

તો એ પણ હસે અને 

હું પણ સામે થોડું હસી લઉં છું

મોટા થઈ ગયા ઉંમરમાં 

એ કાર્યો યાદ અપાવે છે મને

નહિતર હું પણ નાદાનગીમાં 

અટકચાળા કરી લઉં છું

'આત્માનંદી' જિંદગી 

સમજાણી એ પછીના ખેલ છે આ

બાકી તો હું પણ ચીંધે 

એની નજરમાંથી છટકાવી લઉં છું

હેમાલી એ. શિપાણી 'આત્માનંદી'


Google NewsGoogle News