વાચકની કલમ .
- ચંદા કે નામ કરને કે લિયે બહાર આ ગઈ...
ઋઠી હુયી દુનિયા કો મના લે
ઈસ દુનિયા મે તું જે...
કોઈ નહિ કરેગા પ્યાર
બિતી હુયી કહાની મે તું
રહ ગયા હૈ મજધાર
ઉઠે તુફાન મે તું કહૉં જાયેગા?
નહિ રાસ્તા તુજે માલુમ
આગે ચલકર તું પસ્તાયેગા
દિલ મે ઊઠી હુયી ધડકન
બચાને કે લીયે નહિ હૈ તૈયાર
હસીન બાગો મે તું કહાંસે આ ગયા?
ફૂલ તેરે લિયે નહિ ખીલે
કાંટો કી ટક્કર સે તું ક્યું ફસ ગયા?
આજ તેરી ભીગી પલકો કો
પોછને કે લીયેં દોડ પડા સંસાર
સાવન કી ફૂહાર મેં ક્યું ભીગ ગયા?
ઠંડી આહો સે તું
દુનિયા મેં અકેલા રહ ગયા
બચપન કી યાદોં કો
ભૂલાને કે લીયે આ ગયા કિરતાર
મહેફિલ મે ગાને કો ક્યું આ ગયા?
ઋકી હુયી લબો કી
આવાજ આપોઆપ થમ ગઈ
રાત કી રંગત ચંદા કે નામ કરને કે
લિયે હસતી હુયી આ ગઈ બહાર
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
પુષ્પ
એક પુષ્પ બની ઉપવનમાં હું
ખીલી ઉઠું
એક કુસુમ બની બાગની સુંદરતામાં
વધારો કરું
ક્યારેક પ્રિયતમાના અંબોડા પર તો
ક્યારેક નહેરુજીના કોટ પર હું
શોભી ઊઠું
ક્યારેક પ્રભુજીની આંગીમં તો
ક્યારેક વરરાજાની માળામાં હું
શોભી ઊઠું
ક્યારેક ગુલાબ તો ક્યારેક કમળ
ક્યારેક ઓર્કિડ તો ક્યારેક તુલીપ
બની હું મહેંકી ઊઠું
ક્યારેક ગુલકંદ સ્વરૂપે તો ક્યારેક અત્તર
ક્યારેક મખ્ખના સ્વરૂપે તો ક્યારેક
એસેન્સિયલ ઓઈલ સ્વરૂપે
હું મહેંકી ઊઠું
ક્યારેક વ્હાલાની વિદાયમાં તો
ક્યારેક નવવધુના શણગારમાં હું
મહેંકી ઊઠું
એક પુષ્પ બની ઉપવનમાં હું
ખીલી ઊઠું
જીનલ શેઠ (ભાવનગર)
ઓહ!!
અમને તો એક ફૂલના તે ઓરતા આવ્યા
ઓહ! તમે તો ઉપવન લઈને આવ્યા
અમને તો એક
જળબિન્દુના ઓરતા આવ્યા
તમે તો મેઘ મલ્હાર થઈને આવ્યા
તાતણે બાંધેલી પ્રીત તો છે અનેરી
જાણે વગડે વાતી લહેર ઘનેરી
અમે તો નામ તમારું જરાક પુકારી
તમે તો હૃદય-સ્પર્શી રટણ થઈને આવ્યા
મન હરતી વાગે પ્રીત કેરી વાંસળી
જાણે ગોપીઓ જાય દોડી એ સાંભળી
અમે તો જરાક ઉઘાડી હતી તે બારી
તમે તો ઓહ! બારણું કોતરીને આવ્યા!!
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
તું કહે..!
તું કહે અને હું ના આવું
એવું કદી નહીં બને
તારી ઇચ્છાને માન
આપીને રહ્યો છું સાથે
મુશ્કેલી આવે ત્યારે
હું ઊભો છું તારી સાથે
ખુશ જોવા માગું છું
ભલે તકલીફ પડે મને
તાપ-તડકો ભલે રહે
છતાં આવીને મળીશ તને
પરસેવો લૂછતાં-લૂછતાં
આવીશ તારી પાસે
ઝરમરિયા વરસાદમાં
ભીંજાઈ જઈશું સાથે
તારી સમજણને દાદ
આપું છું આજે...
પરિસ્થિતિ સ્વીકારીને
રહેવું છે બસ સાથે
સત્ય એ છે કે ભૂલોમાંથી
શીખવા મળે છે મને
ડરતો નથી ડરાવતો નથી
તારી યાદ આવે મને
'આકાશ'ને મોજથી રહેવું
છે બસ તારી સાથે
ઉરણભાઈ આર. પંચાલ (વડોદરા)
વરસાદમાં...
હું તરસ લઈ તરફડી વરસાદમાં
ઊર્મિઓ જ્યાં સળવળી વરસાદમાં
ચોતરફ ચોમાસું બેઠું તું નથી
સાવ કોરીકટ્ટ ઊભી વરસાદમાં
વીજ વાદળ વાયરો ને ગર્જના
જાઉં ક્યાં પાછી વળી વરસાદમાં
આવ તું એકવાર ભીંજવ ભીતરે
થૈને શ્રાવણની ઝડી વરસાદમાં
સ્પર્શ ભીની યાદોંનો તલસાટ છે
હુંજ તડપુ એકલડી વરસાદમાં
રીસ છોડી દે હવે કર આગમન
છોડવાન ોકાલની વરસાદમાં
યાદ કર 'અંજાન' જ્યારે થૈ શરૂ
પ્રેમની બારાખડી વરસાદમાં
અજગફુર અંજાન (પંચમહાલ)
ચાલ્યો જા ઓ પથિક
ચાલ્યો જા ઓ પથિક,
તું ચાલ્યો જા
માર્ગ છો કઠિન છે મક્કમ
ડગ ભર્યે જા
મંઝિલ જરૂર તને
સમયે સાંપડશે
ધીરજ ધરી ચાલ
આવી મુકામે મળશે
હામ ધર મળશે હરિયાળો માર્ગ તને
ફૂલોનો બાગ ફેલે સુગંધી એ કને
ચાલ્યો જા ઓ પથિક
તું ચાલ્યો જા
કંટક રાહે તાપ આભે
જોજે તું ડરીશ ના
ચૂમવા વિજયશ્રી જગાડ
ઊરની ઉત્તેજના
કદમ ભલે થાકે તું હૈયે હારીશ ના
લક્ષ્ય પ્રતિ ચાલજે તું ભૂલીને વેદના
ચાલ્યો જા ઓ પથિક તું ચાલ્યો જા
આંખો રાખ મંઝિલ ભણી
કદમ ભર પીડા અવગણી
ભર શ્વાસ ઉડાડ નિશ્વાસ
તું તો છે સિદ્ધિનો ધણી
ચાલ્યો જો ઓ પથિક તું ચાલ્યો જા
દુર દીસે પણ દુર નથી એ મુકામ યારો
જ્યાં પહોંચવા દ્રઢ છે નિર્ધાર તારો
તું ચાલ્યો જા ઓ પથિક આ ઘોર વને
આલિંગતી આવી મળશે મંઝિલ તને
ચાલ્યો જ ઓ પથિક તું ચાલ્યો જા
માન્યું કે માર્ગમાં છે ઘોર અંધારું
વાદળે ઢંકાયું ચાંદનીનું અજવાળું
વાતો વાયુ ચોમેર ભયંકર
ને વળી તિમિર તને ભીંસે
તેથી શું? આંખોનું
તેજ તને ઉજાસ સીંચે
ચાલ્યો જા ઓ પથિક તું ચાલ્યો જા
થંભે તું ભલે ઘડી થાક ખાવા
ઉઠ તું ફરી માંડ આગળ તું જાવા
પાથરી છે સેજ પુષ્પોની આગળ
મોકલે તને પડકારનો કાગળ
ચાલ્યો જા ઓ પથિક તું ચાલ્યો જા
એક વેળા પહોંચ તું મુકામે
જોજે મંઝિલ તને બાહુમાં થામે
આલિંગશે એ તને જો અટકીશ ના તું
પરિશ્રમે જરૂર મળે ભાવતું ભાતું
ચાલ્યો જા ઓ પથિક તું ચાલ્યો જા
મળશે જરૂર મંઝિલ તને તું ચાલ્યો જ જા
ચાલ્યો જા ઓ પથિક તું ચાલ્યો જા
સુનીલ અંજારિયા (અમદાવાદ)
મારગ મળતો નથી
સાથમાં લઈ જવી છે તને
પણ રસ્તો જડતો નથી
હૈયાના હિંચકે ઝુલાવવી તને
પણ સ્થાન જડતું નથી
રૂપની નદીમાં નવડાવવી તને
કિનારો મળતો નથી
દિલની નાવડીમાં ફેરવવી તને
પણ દરિયો જડતો નથી
ઓઢાડવું છે પ્રીતનું પાનેતર તને
પણ વસંત આવતી નથી
સાથમાં લઈ ચોરીમાં ફેરવવી તને
પણ મંડપ બાંધ્યો નથી
સુમન! તને લઈ જવી છે પણ
ઘર ખરીદવાનું બાકી છે
સુમન ઓઝા (ખેરાલુ)