Get The App

વાચકની કલમ .

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


કડવો ડોઝ

પોતે ગર્વમાં છે ગરકાવ જ્યાં

અન્ય લોકોને સાદગીની શિખામણ

પોતાના થકી શુભત્વ કર્મ ન સંભવે

દરમિયાનગીરી કરીને પોતે રોફ જમાવે

દુનિયાદારીનું ભાન નથી

ને વાણી વૈભવ

નિખાલસને નિર્દોષ માનવીને 

ગેર માર્ગે દોરવે

પોતાનો મતલબ સિધ્ધ 

કરી લેવાને દોડધામ જ્યાં

પોતે ગર્વમાં છે, ગરકાવ જ્યાં

શું આપું આમને શિખામણને સબક

સમજનાર તો સમજી જાય છે ગર્વને

આંખ આડા કાન કરીને મૂક રહેવું પડે

સંપત્તિને લક્ષ્મીના જોરે વૈભવ દેખાડે

ગરીબ ગુરબાની શી મજાલ ગર્વિષ્ઠ પાસે

નીતિ-વિષયક વાતો નહિ ને 

ગામ-પરગામની નિંદા

પોતે ગર્વમાં ગરકાવ છે જ્યાં

પરેશ જે. પુરોહિત (કલોલ)

તું છે....

છે ફલશ્રુતિ તારા જ નામની

એમાં મારું શું કર્તવ્ય છે

છે આ તો મતલબી દુનિયાનો રંગ

એમાં વળી ક્યાં કોઈ રંજ છે

છે સોપાનોની સરકતી સાપસીડી

એમાં ક્યાંક હાર ને જીત છે

છે તણખલું ઉધાર તારા નામનું

એમાં વાયદાને ક્યાં અવકાશ છે

ચોમેર પથરાયેલ આ 

શતરંજની દુનિયામાં

'શીવા' તું જ જિંદગીનો તાજ છે

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

હસતા રહો

હસતા રહો, ખીલતા રહો, 

મહેકતા રહો

આ જિંદગીના બગીચામાં 

આનંદથી રહો

જિંદગીના બગીચામાં 

પતજડ આવે બહાર આવે

હંમેશા ફૂલની જેમ ખીલતા રહો, 

હસતા રહો

જિંદગી નશો પણ છે ને જિંદગી 

ચાહત પણ છે

જિંદગી સૂરજ પણ છે ને જિંદગી 

ગ્રહણ પણ છે

જિંદગી રણ પણ છે ને જિંદગી 

બહાર પણ છે

જેને જીવતા આવડે એને માટે 

મોજ છે જિંદગી

જીવતા આવડે તો 

મેહફિલ છે જિંદગી

જીવતા આવડે તેને માટે 

જિંદગી તો સરતાજ છે

બાકી મુસિબત તો રોજ છે

બાકી બધું અહીંને અહીં રહી જશે

માટે જ હસતા રહો ખીલતા 

રહો મહેકતા રહો

ખુશી શોધતી આવે તેને જે 

ખુશ રહેવા ચાહે છે

ગમગીન રહેવાથી કંઈ વળશે નહીં

મુસીબતોનો સામનો હસતા રહીને કરો

રડવાથી કાંઈ વળશે નહીં

ઈશ્વરને પણ તેજ પ્રિય છે 

જે હસતા રહે

હસીત જિંદગી 

માનવ જાતને વરદાન છે

આ જિંદગી જે પ્રભુની 

દેન છે તેને મહેકાવીયે

હસતા રહીને સમજાનું ઋણ અદા કરીએ

હસતા રહો ખીલતા રહો મહેકતા રહો

અલકા મોદી (મુંબઈ)

ધરતીની વ્યથા

અનિમેષ નયને જોઈ રહી 

ધરતી નીલ-ગગનને

શાયદ મેઘ વરસાવી વર્ષા 

તૃપ્ત કરે એની પ્યાસને

સૂરજના પ્રખર કિરણોએ 

કરી વધુ દુઃખી ધરતીને

દિલાસો આપવા કરી વધુ 

ગતિ તેજ ગરમ હવાએ

ઉષાના ક્રોધની લાલિમાએ 

કરી ધરતીને વધુ દુઃખી

પક્ષીઓના કલરવે આપી 

ધરતીને સાંત્વના અને શાંતિ

પ્યાસી ધરતીને સમજાઈ 

હવે મૂક પક્ષીઓના અંતરની વેદના

જળ વિના લુપ્ત થઈ હતી 

સરિતા અને માનવીમાં દયાની ભાવના

પર્વતોના શિખર પર હતી 

સ્મશાનવત્ શાંતિ

પાષાણ હૃદયના પથ્થરોએ પણ 

આપી ધરતીની સહનશક્તિને સલામી

વૃક્ષો પર હતા ન પુષ્પો કે પર્ણો

જાણે કોઈ નિષ્ઠુરએ ભૂંસી 

નાખ્યો છે તેના લલાટનો ચાંદલો

ન જોઈ શક્યા શ્યામ મેઘ 

ધરતીની આ દુર્દશા

પ્રચંડ ગડગડાટ સાથે વરસાવી 

જળ દૂર કરી ધરતીની વ્યથા

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

 બાપુજી

કેટલાંય સ્મરણો તાજા છે હજી

બાપુજી તમે હેતથી હિચકાવી હશે મને

વધાવ્યો હશે તમે મારા પ્રથમ કદમને

પકડીને નાજુક આંગળીઓ 

દોરવી હશે મને

ઢાલ બન્યા હશો તમે મારી માસુમિયતના

કેટલી સમસ્યાઓથી બચાવી હશે મને

દીકરી તો હું પણ પરવરિશ દિકરા જેવી

કેવી અદ્ભુત સમાનતા દાખવી 

ભણાવી હશે મને

મારા વેવિશાળની ચિંતામાં 

સુપાત્ર શોધીને

મારા એ ભરથારથી પરિચિત 

કરાવી હતી મને

રખે 'તેજ'ના લગ્નમાં કોઈ 

કચાસ રહી જાય એ ફિકરમાં સ્વપ્ન સમી 

પરણાવી હતી મને

તકલીફ પડે તો પ્રથમ મને કહેજે

એક પિતાની લાગણીથી 

અવગત કરાવી હતી મને

મારા પ્રથમ બાળકના 

જન્મની ખુશીમનાવતા

મારા બાળક સાથે સરખાવી હતી મને

કેટલાય....

તેજલ મૌર્ય 'તેજ' (ચાંદલોડિયા)

માનવીની કરૂણતા

આનંદ કિલ્લોલ કરતું પંખીનું ટોળું

મને દૂરથી જોઈને ઉડી ગયું

અને પેલા કાંટાળા, ખરબચડા, સૂકા

બાવળના ઝાડ પર જઈ બેસી ગયું

મારા સ્વાર્થી અને કપટી મનની

એને ગંધ આવી હશે.. કે..

એ જાણતું હશે અવિશ્વાસની પરંપરા

કાંટાળા બાવળથી તો સુવાળો છું હું!

અરે દયા ભાવનાથી ભરપૂર છું હું!

વળી કુદરતની બેટનો ચાહક છું હું!

પરંતુ.. આખરે તો માનવી જ છું ને

સ્વાર્થી, કપટી અને અવિશ્વાસુ

રે.. માનવી તારી કેવી કરૂણતા

ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)

ફિટકાર

ફિટકારની એરણ પર ન તપાવ મને

કઠિન બનુ તો આંખને ઉલાળે ઝૂલાવ મને

જીવનમાં આવે તે પલ છું તો 

ન પડકાર મને

ચડે જો ઘેન તો ઓષ્ટ પાંદડે ઉછાળ મને

છું તારા સ્વપ્નાનું સ્મરણ તો જાળવ મને

તને ગમે છે એ પુરુષ છું 

તો દિલમાં સંતાળ મને

વિલાઈ જઈશ કાલે તો થાય 

એટલું કર વાલ મને

ઘડીમાં છું ને ઘડીમાં નથી એ સમજ તું મને

જરા વિચારીને બેહદ જકળ તું મને

છે ફિકર 'રાહી' ને તો તું પકડ મને

બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)

જા... તને ભૂલી જઈશ

એવું એક દી જરૂર કરી જઈશ

જા, જા.. હું તને ભૂલી જઈશ

નહોતી તને કદી મારા પ્રેમની કદર

થયો તારી પાછળ હું ડખર-વખર

તને શું ખબર સનમ પ્રેમની ખબર

મોડા ભલે મોડાં મને આવી સમજણ

એવું એક દી..

જા, જા.. હું તને..

મારાં પ્રેમને તે બનાવ્યો મજાક

લૂંટાવી મે જાં, જમીન, જાયદાત

કરી છે મારી આજ મે તારા નામે

તારા નામે જશે કદી મારી જાન

એવું એક દી

જા, જા.. હું તને..

કરી ખુદને તારી પાછળ બરબાદ

રે જે ખુશ તું થઈને આબાદ

તારો દીવાનો છું દીવાનો રહીશ

ઓલવાશે કોક દી ખાલી રે શે વાટ

એવું એક દી..

જા, જા.. હું તને

હેલીક....

કિરણભાઈ(અમદાવાદ)


Google NewsGoogle News