Get The App

વાચકની કલમ .

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ભાગ્ય પણ બદલાઈ જાય છે

ખીલે છે જે ફૂલો તે સાંજના  

કરમાઈ જાય છે,

કદી માળીના હાથે પણ, 

ફૂલો ચૂંટાઈ જાય છે.

કરે  છે દૂર અંધારું ને 

ઓજસ પાથરે સૂરજ,

છતાં વાદળની ઓથે,  

એ રવિ ઢંકાઈ જાય છે.

નથી રહેતાં દિવસો એક 

સરખાં કોઈના અહીંયા,

ઘડીભરમાં  કોઈનું ભાગ્ય  

પણ બદલાઈ જાય છે.

વસે  છે દૂર સ્નેહીઓ પણ 

એની યાદ પાસે છે,

મળે  છે કોક દિ પણ મન કેવું  

હરખાઈ જાય છે.

નસીબ કરતા વધારેકોઈને  

કોઈ નથી મળતું.

કદીક  હોઠે આવેલો  

જામ પણ ઢોળાઈ જાય છે.

શીખીનેકોઈ આવે ના, 

બધાં અહીંયા જ  શીખે છે.

મળે  જેને અનુભવ ખૂબ, 

તે મેળેથી  ઘડાઈ જાય છે.ે 

-  યોગેશભાઈ  આર. જોષી :  (હાલોલ) 

કાચી માટીની  કાયા,  

રહે કે  ના રહે?

સમજી વિચારીને 

નિયમ બનાવ્યો છેો,

ઈશ્વરે  આખી દુનિયામાં,

ભુલી  જાવો નહિ 

કાળા માથાના માનવી,

તને  હક્ક આપ્યો  છે,

મહેનત  મજૂરી કરીને,

રોટલો રળવાનો.

ઈશ્વર ે તને  બે, હાથ ને, 

પગ આપ્યા છે,

ધરતી  પર પગ મૂકે  કે,

તને એક મોટો ક

રાર લખી દીધો  છે,

સખત મજૂરી  કરીને,

રોટલો પામવાનો

કુદરતે  તને બે આંખને,  

કાન આપ્યાં છે,

દુનિયામાં આગમન  કરે , કે

તને મોટો  હુકમ ,

 બનાવી દીધો છે.

ભૂખ્યા  માણસને ને,

ભાણે  બેસાડીને  જમાડવાનો.

વિધાતાએ  તને જન્મ 

મરણનો દાખલો આપ્યો છે,

ભવસાગર  તરવા આવે  કે,

તને પરોપકારનો 

પાઠ ભણાવી દીધો છે,

દુ:ખ થી દાઝેલા  માણસના,

આંસુડા  લૂછવાનો.

કાચલિયા  કહે  આ કાચી માટીની

કાયા,  રહે કે ના રહે?

માનવતા   પામી  જીવવું  હોય તો?

ભંગ કદીયે  કરતો નહિં,

ઈશ્વરે  ત્રાજવડે તોળીને

બનાવેલા  નિયમનો 

- નવીનચંદ્ર  રતિલાલ : (નવસારી)

ખુલ્લેઆમ  વાતો

આપની કરુણા કદીયે ક્યાં ઘટી?

મહેરબાની, એય પાછી અટપટી

રામસાગર  કે  નથી કડતાલ પણ,

એ જ રટણ શ્વાસમાં  લીધી વટી!

એ જ વિશ્વાસે હજીયે ચાલીએ,

જેમ નરસિંહની  બધી  દ્વિધા હટી!

ધ્યેયને  ખુદ ધૂન  રૂપે માણતા,

એક નારી પણ કદી પથ્થર મટી!

એમ  ભીતરથી  ભરો છો  દાનમાં,

આ  ગઝલને  પણ ભજન ગણશે  બધા,

'દાન'  ખુલ્લેઆમ વાતો ક્યાં પટી!

-  દાન વાઘેલા : (ભાવનગર)

ખુશીના છોડ

ખુશીના છોડ  પર 

એક નવું ફૂલ ઉગ્યું,

ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મલકાય.

પહેલીવાર તો ન્હોતું ઉગ્યું ફૂલ, છતાં,

ખુશીનો છોડ ફૂલ 

જોઈ જોઈને હરખાય.

સહેજ પણ તકલીફ ના પડવા દે ફૂલને,

ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને છલકાય.

માવજત જાતથી વધાતે કરે ફૂલની,

ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મરકાય.

દુનિયાની નજરોથી

 છુપાવી રાખે ફૂલને,

ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મલકાય.

''સખી'' દર્શિતા બાબુભાઈ શાહ

(અમદાવાદ)

તારો - મારો હોય ના 

જે કોઈનો  નથી  તે  તારો મારો હોય ના,

આ તો સમય છે કોઈ' દી 

ઉધારો  હોય ના.

જાતે જ સ્વીકારી હશે મર્યાદા  આ નકર

સાગર અફાટને ભલા કિનારો  હોય ના.

આપ્યું હશે સુગંધભર્યા  પત્રથી ઈજન,

એ  વિણ ભ્રમરનો  પુષ્પ  પર 

ઉતારો  હોય ના.

જ્યા ં ઘા કરીને ફેંકશે આકાશ ખુદ પછી,

એ ખરતા તારલાનો ે કો સહારો હોય ના.

જેની  સપાટ રણ  સમી હથેળી હાથની,

ત્યાં કોઈ  રેખા  ભાગ્યનો 

સિતારો ના હોય.

ક્યારે થયું ને કેમ ક્યાં મરણ? 

ખબર નથી,

એના કદીય પાળિયા, મઝારો હોય ના.

-  ડો. નટુભાઈ પ્ર. પંડયા : (ભાવનગર)

ક્યાં જાઉં   રે....

શરત એટલી ન રાખો  કે

મુંઝાઈ  જાવ, કરમાઈ જાવ!

ભુલો  થાય  તો સુધારી લેવી

મનમાં ખાર  રાખી તકલીફ ન દેવી

ઘણી  જ તકલીફો  વચ્ચે  જીવું છું.

હવે સહન  થાય તેટલી શક્તિ નથી....

ઉમળકાથી  અને શુદ્ધ હૃદયથી

મળતા રહો, હસતા રહો

અંતે  તો હું, તમારા વગર

અધૂરો છું,  પૂરો થવા માટે!

જીવન માણવા  તરફ જવા દો મને

તમારી પણ જરૂર છે  મને

તમારી સદ્ભાવના જરૂરી  છે,

એકલો અટૂલો  ક્યાં જાઉં?

- મુકેશ  ટી. ચંદારાણા : (મીઠાપુર)

નવલી  નવરાત્રિ

આસોની આવી નવલી નવરાત્રિ

અંબે મૈયા રૂમઝૂમ પધારી,

રૂડા  મંડપ ખૂબ સોહે

માંહી  કંકુઅક્ષત હોવે,....

પુષ્પના  તોરણ

સાથિયા  સંગે

દિલડા ખૂબ ઉછળે

ભક્તિ ભાવ જગાડે...

પ્રેમના  રચાયરાસ,

વળી  ભક્તિના ગરબા,

સંગે  બંધુત્વના  સનેડા

મંગલગીત બધે ફેલાય....

હોમહવનની  જ્વાળા વળી,

અખંડ  જ્યોતની  ધૂપસળી

ચારેકોર  ફેલાઈ  રહે

શ્રધ્ધા  ભક્તિની  ધૂમ....

મા અવનિ પર  પધારી 

લઈ આશિષની  ફુલઝડી

હિંસા, દ્વેષભાવ  મિટાવી,

અહિંસા, શાંતિ સ્થાપી....

માડી તું તો છે  અમારી,

બાળકની  ભૂલ માફ કરી,

સમસ્ત   ભક્ત જગતને

આશિષ  આપી લે ઉગારી....

- ભારતી પી. શાહ : (અમદાવાદ) 


Google NewsGoogle News