અજમાવી જૂઓ .
- હુંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે.
- દાડમનું શરબત એસિડિટિમાં રાહત આપે છે.
- ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી.
- નાળિયેર પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે.
- કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે.
- રગડા પેટીસની પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે.બટાકામાં માવામાં આરાલોટ નાખવો.
- દાંતે મીઠું ઘસવાથી દાંતમાંના કીટાણુ નાશ પામે છે.
- રસોડાની બારી તથા દરવાજાના કાચ ગંદા હોય તો જૂના અખબારને ગરમ પાણીમાં ડુબાડી લૂછવાથી ચકચકિત થાય છે.
- એરડિંયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે.
- એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોરગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.
- અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે.
- ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.
- તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.
- બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના છૂંદામાં પનીર ભેળળળું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવવાથી ખોપ્તા ક્રિસ્પી બને છે.
- હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂૂબસૂરત લાગશે.
- મીનાક્ષી તિવારી