અજમાવી જૂઓ .

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- દહીંમાં મરીનો ભુક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટ્ટા થાય છે.

- સંતરા,મુસંબી,આંબળા તથા લીંબુનું સેવન નિયમિત કરવાથી હોઠ કોમળ રહે છે

- ચાર ચમચા કાચા દુધમાં એક ચમચી ચારોળી ૧૨ કલાક  સુધી  પલાળી રાખી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર ૩૦ મિનિટ સુધી લગાડી રાખવી. સુકાઈ જાય બાદ ચહેરો ઠંડા પાણીથી ઘોઈ નાખવો.નિયમિત આ ઉપચાર કરવાથી શુષ્ક ત્વચા મુલાયમ બને છે.

- દાઝ્યા પર કાચું બટાટું વાટીને લગાડવાથી રાહત થશે. ઉપરાંત ફોડલાં થશે નહીં.

- બાફેલાં ગરમ બટાટાની છાલ ઉતારી તેનો છૂંદો કરવો, તોનો લેપ આંગળીઓ પર લગાડવાથી હાથની ત્વચા નિખરી ઊઠશે.

- હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.

- પાલક તથા ગાજર ઉકાલેલા પાણીને ફેંકી ન દેતાં તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે.

- પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છૂટકારો મળે છે.

- હોંઠને મુલાયમ રાખવા ૧૫ દિવસમાં એક વખત મહેંદીના પાન વાટી હોંઠ પર લગાડવા.

- લિપસ્ટિક લગાડયા બાદ હોંઠ પર બરફનો ટુકડો ઘસવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ભુંસાશે નહીં.

- ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.

- હોંઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું

- રાતના સુતી વખતે નાભિમાં તેલનાં બે ચાર ટીપાં નાખવાથી હોઠનું ફાટવું બંધ થશે.

- ગ્લિસરિનનું હળવું માલિશ હોંઠની ત્વચા મુલાયમ રાખે છે.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News