Get The App

અજમાવી જૂઓ .

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કારેલાના શાકમાં વરિયાળી તથા ગોળ નાખવાથી કડવાશ ઓછી થશે તેમજ શાક સ્વાદિષ્ટ બનશે.

- કાબુલી ચણા બાફતી વખતે તેમાં થોડી ચણાની દાળ નાખવાથી ચણા જલદી બફાઇ જશે.

- કપડાં પર સફેદી લાવવા અડધો કપ ચાનું પાણી અડધી બાલદીમાં ભેળવવું. પંદર મિનિટ કપડાં તેમાં પલાળી રાખી તડકામાં સુકવી દેવા.

- ડ્રોઅર સરળતાથી ખૂલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું.

- વરિયાળીને પાણીમાં ઉકાળી તેને ગાળી તે પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

- ડામરના ડાઘા દૂર કરવા માટે પહેલા માખણ લગાડો પછી સાબુના ઠંડા પાણી વડે ધોઇ નાખો એટલે ડાઘ તરત જ નીકળી જશે.

- અજમામાં મીઠાનું પાણી ભેળવી હળવો શેકવાથી અજમામાંથી તીખાશ દૂર થાય છે.

- વધારે પડતું લસણ છોલવાનું હોય તો લસણની કળીને પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ભીંજવવા. અને પછી ખરબચડા કપડાથી રગડવું. ફોતરાં સરળતાથી ઊતરી જશે.

- ઇડલી બનાવવાના ચોખા અને અડદની દાળને શેકીને પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લેવાથી ઇડલી સ્પંજી અને ડોસા કરકરા થશે.

- પનીર બનાવેલ પાણીને ફેંકી ન દેતાં શાકમાં નાખવું અથવા તેનાથી લોટ બાંધવો.

- રવો-મેંદો પ્લાસ્ટિકની થેલીમાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી જલદી બગડશે નહીં.

- લીંબુનો રસ અને સાકર ભેળવેલ મિશ્રણથી મસાજ કરવાથી ત્વચા મુલાયમ તેમજ ચળકતી બનશે.

- ત્રણ-ચાર દિવસના વાસી દહીંમાં ત્રણ ચમચી લીંબુનો રસ ભેળવી કંડિશનર તરીકે ઉપયોગમાં લેવું.

- મેથીદાણાને પાણીમાં ઉકાળી કરકરા વાટવા અને પોટિસ બનાવી ફોડલા પર લગાડવાથી રાહત થશે.

- મેથીની પેસ્ટમાં ઓલિવ ઓઇલ, અડધી ટીસ્પૂન કેસ્ટર ઓઇલ અને કોપરેલ ભેળવી વાળમાં લગાડવું. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News