અજમાવી જૂઓ .
- ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે.
- પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.
- સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.
- અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
- બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.
- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
- નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
- તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો.
- ટામેટાના સૂપમાં એક ચમચી ફૂદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે.
- એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું.
- ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક-બે ચમચી પાણીપૂરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે.
- બ્રેડની બન્ને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે.
- મિનાક્ષી તિવારી