અજમાવી જૂઓ .

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- તમાકુ પાણી સાથે ભેળવી વાળ પર ચોપડી પાટો બાંધે દેવો, બે પકોર રાખી, પછી અરીઠાંથી વાળ ધોવાથી જૂ-લીખનો નાશ થાય છે.

- દળેલું ધાણાજીરું ખરાબ થવા લાગે તો એમાં થોડું મીઠું ભેળવી દેવુંં. વધુ ખરાબ થતું અટકી જશે.

-   વરિયાળીના ઉકાળામાં સાકર ભળવી પીવાથી પિત્તજ્વર મટે છે.

-   નાગરવેલના બે-ચાર કોરા પાન ચાવી જવાથી શરદી-સળેખમમાં ફાયદો થાય છે.

-   સવારે નયણા કોઠે ચાર તોલા હુંફાળા પાણીમાં બે તોલા જેટલું મધ ભેળવી પીવાથી મેદ-ચરબી ઉતરે છે.

-   હુફાળા  તલના તેલથી શરીરે રોજ માલિશ કરવાથી એક મહિનામાં ફિક્કી ચામડી તેજસ્વી થાય છે.

- મલાઈથી ચહેરા પર દસ મિનિટ માલિશ કરવું અને દસ મિનિટ બાદ ચણાના  લોટથી ચહેરો  ધોવાથી ત્વચા તેજસ્વી બને છે.

-   બાજરામાં કડવા લીમડાના સૂકવેલા પાંદડા રાખવાથી  લાંબા સમય સુધી બગડતો નથી.

- ખીર બનાવતી વખતે દૂધ પાતળું  લાગે તો ખસખસ વાટીને નાખવાથી જલદી ઘટ્ટ બનશે.

- કઠોળ કૂકરમાં  બાફવા મૂકતી વખતે ચપટી હળતર તેલ નાખવાથી જલદી ચડી જાય છે.

- કીડીઓ ઉભરાતી હોય ત્યાં સરસવ તેલનું પોતું મારવું.

- આંખે ઠંડુ પાણી છાંટવાથી આંખમાંની  ગરમી દૂર થાય છે.

- મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.

- મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.

- ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.

- સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News