Get The App

અજમાવી જૂઓ .

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- વધુ દિવસો સુધી રેફ્રિજરેટર બંધ રાખવાનું હોય તો તેને બરાબર કોરું કરકી તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બૉરીક પાઉડર ભભરાવવાથી  ફ્રિજમાં ગંધ નહીં બેસે.

- ટામેટાનો સૉસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે.

- ઑવનમાં સંતરાની છાલ બેક કરી તેનો પાવડર કરવો.  કેક બનાવતી વખતે તેમાં આ પાવડર ભેળવવાથી કેક સૉડમની અનેરી આવશે.

- જરીની સાડીની જરી કાળી ન પડે માટે તેને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી. ચોમાસામાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી.

- બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.

- અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસસુધી ખરાબ પણ નહીં થાય.

- ગૉલ્ડન ફ્રેમના ચશ્મા પર પારદર્શક નેઈલ પૉલિશનું ચોક કૉટ લગાડવાથી ફ્રેમ કાળી નહીં પડે.

- ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બન્ને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખી દેવા.

- ક્રોકરી ધોતી વખતે સિન્કમાં જાડો ટુવાલ પાથરવો જેથી તૂટવાનો ભય ઓછો રહે છે.

- લાલ ટામેટાંનો રસ મીઠું ભેળવી સવારેનયણા કોઠે પીવો. ૩૦ મિનિટ કાંઇ ખાવું-પીવું નહીં. પેટમાંના કૃમિ નાશ પામશે.

- શાકભાજીના છોડ પર રાખ ભભરાવવાથી તેમાં જીવાત નહીં પડે.

- પેટના દુખાવાથી રાહત પામવા શેકેલી વરિયાળી ફાકી જવી.

- કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.  

 - મીનાક્ષી તિવારી


Google NewsGoogle News