અજમાવી જૂઓ .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કેરીની ગોટલીને પાણી સાથે ચંદનની જેમ બારીક લસોટી ખીલ કે અળાઇ ઉપર રોજ લગાડવાથી રાહત થાય છે.

- બોરીક પાવડર અનાજમાં નાખવાથી અનાજમાં જીવાત પડતી નથી. પરંતુ પાવડર નકામો જાય છે. તેથી જો પાવડરની ગોળી બનાવી તેને તડકામાં સુકવી અનાજમાં નાખો તો જીવાત પણ મરશે તેમજ બોરીક પાવડરની ગોળી લાંબો સમય ચાલશે.

- અગરબત્તીને એક સેંકડ પાણીમાં પલાળી રાખીને પ્રગટાવવાથી અગરબત્તી લાંબો સમય ચાલે છે. તેમજ સુગંધ સારી આવે છે.

- ચોખાને ધોઇ તેમાં પાણી તથા થોડું મીઠું નાખી થોડી વાર રહેવા દઇ રાંધવાથી ચોખા ખીલે છે.

- ચાંદીના વાસણોને કપૂરથી ઘસવાથી ચમકીલા થાય છે.

- કડવી દવા પીતા પહેલાં બરફનો ટુકડો મોંમા  ચાવી જવો જેથી દવાની કડવાશ ઓછી થશે.

- હાથ પરની ચીકાશ દૂર કરવા સાબુ સાથે થોડીક ખાંડનો ઉપયોગ કરવો.

- રેફ્રિજરેટર પડેલા ડાઘાને સાફ કરવા કોલગેટ ઘસી તેના પર કપડું રગડી લૂછવું.જી તકિયામાં રૂ ભરાવતી વખતે બે-ત્રણ કપૂરની ટીકડી નાખવાથી ગરમીમાં ઠંડક આપશે.

- દાઝેલા ભાગ પર મધ લગાડવાથી રાહત થાય છે.

- કબજિયાતથી છૂટકારો પામવા દૂધમાં મધ મેળવીને પીવું.

- લીંબુનો રસ તથા દૂધનું મિશ્રણ શરીરે ઘસવાથી ત્વચા ખીલી ઊઠે છે.

- લીંબુને હવાચુસ્ત ડબામાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવાથી લીંબુ જલદી બગડશે નહીં. 

- મિનાક્ષી તિવારી


Google NewsGoogle News