અજમાવી જૂઓ .
- રૂક્ષ ત્વચાને કોમળ કરવા બે મોટા ચમચા સફેદ સરકાને એક કપ પાણીમાં ભેળવી સ્નાન બાદ છેલ્લી વખત આ ઘોળથી સ્નાન કરવું.આ રીતે સ્નાન કરવાથી ત્વચાના રૂક્ષપણાથી આવતી ખંજવાળ પણ દૂર થાય છે.
- કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી.
- ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો.
- જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો.
- ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં.
- કલિંગરનો જ્યૂસ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા તાજગી અનુભવે છે.
- આંખની આસપાસની ત્વચા પરના ધાબા દૂર કરવા કલિંગરનો જ્યૂસ કારગર સાબિત થાય છે.
- સંતરાની છાલને સૂકવી તેનું ચૂરણ બનાવી બે ચમચા મધમાં ભેળવી ઉબટનની માફક લગાડવાથી ત્વચા સ્વચ્છ તથા સુંદર બને છે.
- મીઠા સોડામાં લીંબુનો રસ ભેળવી દાંત સાફ કરવાથી દાંત ચમકીલા બને છે.
- હીરાના આભૂષણો બટર પેપરમાં લપેટીને રાખવાથી તેની ચમક જળવાઇ રહે છે.
- સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી સાબુદાણા કોરા થઇ જશે. બાદમાં બટાકા તથા સીંગદાણાના ભૂક્કા સાથે ભેળવી જોઇતો મસાલો કરી વઘારવી. આ ખીચડી લોચા જેવી ન થતાં છૂટી થશે.
- ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.
- પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
- પુસ્તકોમાં જીવાત ન પડે માટે તેની સાથે મેન્થોલની ગોળીઓ અથવા તો તમાકુના પાંદડા મુકવા.
- મીનાક્ષી તિવારી