Get The App

અજમાવી જૂઓ .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે.

- કોથમીરનાં કૂમળા છોડને ધોઈ ઝીણા સમારી વાટી તેનો રસ શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે.

- અજમો મુખમં રાખી ચૂસવાથી  હેડકીમાં રાહત થાય છે.

- ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં લીંબુ નિચોવાથી ભીંડા ચીકણા નહીં થાય.

- કાંદા સમારતી વખતે બે દાંતની વચ્ચે  દિવાસળી રાખવાથી આંખમાંથી પાણી નહીં વહે.

- ઉનાળામાં દૂધમાં એલચી  નાખી રાખવાથી દૂધ ખરાબ નહીં થાય.

- પેટનાં દુખાવાથી રાહત પામવા નાભિમાં હીંગ લગાડવી.

- સ્ટીલની વસ્તુઓને ચમકીલી કરવા સરકામાં કાંદાનો રસ ભેળવી સાફ કરવું.

- પીળી પડી ગયેલ હાથીદાંતની વસ્તુઓ  પર  ચૂનો રગડવાથી ફરી નવી જેવી થઈ જશે.

- દાડમની છાલ મુખમાં રાખી ચૂસવાથી ઉધરસનો વેગ ઓછો થઈ જાય છે.

- મુખમાં જેઠીમધ  અથવા આદુનો ટૂકડો રાખવાથી ઉધરસમાં રાહત થાય છે.

- છાશમાં મીઠું ભેળવી પીવાથી પેટમાંના કૃમિ નાશ પામે છે.

- પથરીની તકલીફમાં અજમાનું ચૂરણ નિયમિત ખાવાથી રાહત થાય છે.

- બેસનના લાડુ બનાવવા કરકરાં લોટનો ઉપયોગ કરવો.

- ઘટ્ટ થઈ ગયેલ નેઈલ પોલીશમાં યુકેલિપ્ટસનાં  તેલમાં ટીપાં નાખી એક દિવસ મૂકો. તેનાથી નેઈલ પોલીશ ઉપયોગમાં લઈ શકાશે.

- રીંગણાને સમારી મીઠાયુક્ત પાણીમાં રાખવાથી તે કાળા નહીં પડે.

- સિંધવ ભેળવેલા પાણીથી લાદી કે કિચન પ્લેટફોર્મ લૂછવાથી માખીનો ઉપદ્રવ થતો નથી.

- તેલમાં પાણી ભળી ગયું હોય તો તેલવાળા વાસણને ફ્રિજરમાં મૂકીદેવું થોડા કલાકો બાદ ફ્રિજરમાંથી જેવું બહાર કાઢશો કે પાણી ઉપર તેલ તરતું દેખાશે આ રીતે તેલ પાણી છૂટા પાડી શકાશે.

 મીનાક્ષી તિવારી

Tags :