અજમાવી જૂઓ .

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા.

- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.

-  લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.

- ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.

- કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.

- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.

- આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે.

- બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.

-  સવારે કાળા તલ ચાવી-ચાવીને ખાવા અને ઉપરથી થોડું પાણી પી લેવાથી દાંત મજબૂત થાય છે.

-  કાચા પપૈયાનો છૂંદો કરી  ચહેરા અને ગરદન પર ૧૫ મિનિટ લગાડી રાખવું ત્વચા કોમળ, મુલાયમ, ચિકણી બને છે.

-   નારિયેળ પાણીને ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

-  નસકોરી ફૂટે તો નાક પર દાડમનો રસ નાખવાથી નાકમાંથી રક્ત વહેતું બંધ થાય છે.

-  મશરૂમ સૂપને વધુ ઘટ્ટ કરવા થોડું દૂધ ભેળવવું.

-  વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવવા ચણાના લોટની પેસ્ટ વાળમાં લગાડી થોડી વાર બાદ ધોઈ નાખવું.

- કાચા આમળાનો રસ હોઠ પર લગાડવાથી હોઠ ખૂબસૂરત થાય છે. 

 - મિનાક્ષી તિવારી


Google NewsGoogle News