અજમાવી જૂઓ .
- ઘરમાં રંગ કરાવ્યો હોય અને લાદી પર રંગના ડાઘા પડી જાય નહીં તેથી રંગ શરૂ કરતાં પહેલાં લાદી પર કેરોસિનનું પોતું કરવું.
- કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા
- ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.
- બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.
- એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.
- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
- નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
- ટામેટાંની છાલ સરળતાથી ઉતારવા માટે પ્રથમ તેને એક મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવા અને પછી તરત જ ઠંડા પાણીમાં ડૂબાડવા. છાલ તરત જ ઉતરી જશે.
- સોસમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરવો.
- પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય.
- ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદે તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.
- હેરડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.
- સોડા બાઈ કાર્બ તથા મીઠાને સપ્રમાણ ભેળવી દાંતે ઘસવાથી પેઢાની તકલીફ દૂર થશે.
- મીનાક્ષી તિવારી