અજમાવી જૂઓ .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                       . 1 - image


* સાબુદાણાની ખીચડીના વઘાર માટે વનસ્પતિ ઘી તથા તેલનું મિશ્રણ કરવાથી ખીચડી સ્વાદિષ્ટ બને છે.* પનીરને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેને વિનેગારમાં ભીંજવેલા કપડામાં લપેટી રેફ્રિજરેટરમાં મુકવું.

* સિંક કે વોશબેશીનના પાઈપમાં કચરો જામી જાય તો તેને સાફ કરવા સોડા બાઈકાર્બ અને એક કપ વિનેગાર ભેળવી રેડવું અને પાણી પણ નાખવું. કચરો, ધૂળ એક કલાક સુધીમાં ઓગળી જશે.

* મસ્કરા કે આઈલાઈનર ઘટ્ટ થઈ ગયું હોય અને વપરાતું ન હોય તો તેને ફેંકી ન દેશો. ટુથપિકની મદદથી ચાંદલાની ડિઝાઈન કરી શકાશે.

* નવા જૂતાના ડંખથી છૂટકારો પામવા પગે પેટ્રોલિયમ જેલી લગાડો.

* કાળી લેધરની પર્સ પર શૂ પોલિસ ઘસવાથી પર્સ નવા જેવુ ંચકચકિત થઇ જશે.

* પોસ્ટેજ સ્ટેમ્પ એકબીજા સાથે ચોંટી ગઇ હોય તો તે થોડી વાર રેફ્રિજરેટરમાં રાખી ઉખાડવાથી સરળતાથી ઉખડી જશે.

* કાંદાને ખમણતી વખતે આંખમાંથી પાણી ન વહે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી ફ્રિજરમાં  બે કલાક રાખીને ખમણવા.

* કવરના લખાણ પરની શ્યાહી વરસાદમા પલળતાં ં ફેલાતી અટકાવવા લખાણ પર મીણબત્તીનો પાછળનો ભાગ ઘસવો.

* આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે. અને માંસપેશીઓ પુષ્ટ બને છે.

* આદુ-તુલસીની ચા બનાવીને ગરમ ગરમ પીવી તેમજ તેની વરાળ શ્વાસમાં લેવાથી શરદી દૂર થાય છે.

* એક બ્રાઉન બ્રેડ દૂધમાં ડૂબાડી ચહેરા પર હળવો રગડવો. ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

* મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું.

*  બાળકોને થતા કરમિયામાં ૧ રતિ ભાર જેટલું કેસર  થોડા દૂધમાં ખરલ કરી ઘૂંટી નિયમિત આપવાથી લાભ થાય છે.

- મીનાક્ષી તિવારી



Google NewsGoogle News