અજમાવી જૂઓ .
* ગ્રેવીને બ્રાઉન કરવી હોય તો તેમા થોડી ઈન્ટસ્ટન્ટ કોફી ભેળવવી.
* નેઇલ પોલીશને લાંબા વખત સુધી ઉપયોગમાં લેવી હોય અને સુકાતી બચાવવી હોય તો તેને રેફ્રિજરેટરમાં મુકવી.
* પાણીમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી કાચના વાસણો સાફ કરવાથી વાસણો ચકચકિત થશે.
* ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવા યોગ્ય કરવા માટે ગુંદરમાં થોડું વિનેગાર ભેળવવું.
* કાંદા ખમણતી વખતે આંખમાંથી આસુ ન આવે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી રેફ્રિજરેટરમાં બે કલાક રાખી ખમણવા.
* વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબામાં બ્રેડની સ્લાઇસ મૂકવી.
* વાળમાં ખોડાથી છૂટકારો પામવા મેથીદાણા અને રાઇને વાટી વાળમાં લગાડવું.
* વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોણથી ધોવા.
* જૂની રજાઈના કવર,બેડશીટ્સ અથવા સાડીમાંથી મનપસંદ આકાર તથા ડિઝાઇના તકિયા કવર બનાવી મોંઘવારીમાં બચત કરવી.
* ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે.
* પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.
* સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.
* અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
* બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.
* ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
* નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
- મિનાક્ષી તિવારી